Translate...

રાજપક્ષે ભાઈઓની પાર્ટી ભારે બહુમત તરફ, દેશની સૌથી જુની પાર્ટી યૂએનપી ચોથા નંબર પર, આવતીકાલે પરિણામની સત્તાવાર જાહેરાત

રાજપક્ષે ભાઈઓની પાર્ટી ભારે બહુમત તરફ, દેશની સૌથી જુની પાર્ટી યૂએનપી ચોથા નંબર પર, આવતીકાલે પરિણામની સત્તાવાર જાહેરાતશ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી) ભારે બહુમત સાથે જીત મેળવતી જોવા મળી રહી છે. હજી રૂઝાન સામે આવી રહ્યા છે. સત્તાવાર પરિણામ શુક્રવારે સવારે જાહેર કરવામાં આવશે. દેશના દક્ષિણ ભાગમાં એસએલપીપીએ લગભગ 60% મત મેળવ્યા છે. અહીંયા સિંહાલી સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે. તેમને એસએલપીપીના વોટ બેંક માનવામાં આવે છે.

ઉત્તરમાં તમિલ લઘુમતીઓનો દબદબો છે. અહીંયા જાફનાના મતદાન ડિવિઝનમાં એસએલપીપીની સહયોગી એલમ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઇપીડીપી) એ તમિલ નેશનલ એલાયન્સ (ટીએનએ)ને હરાવી છે. જ્યારે, જાફના જિલ્લાના જ બીજા ડિવિઝનમાં ઇપીડીપીને હાર મળી છે. ગુરુવારે મતગણતરી શરૂ થતાંની સાથે જ એસએલપીપીના અધ્યક્ષ બાસિલ રાજપક્ષેએ કહ્યું, અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. બાસિલ રાષ્ટ્રપતિ ગોતવાયા રાજપક્ષે અને પીએમ મહિન્દ્રા રાજપક્ષેના નાના ભાઈ છે.

સજીત પ્રેમદાસાની પાર્ટી ટક્કરમાં

સજીત પ્રેમદાસાની એસજેબી પાર્ટી એસએલપીપીને ટક્કર આપી રહી છે. આ દેશની સૌથી જુની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટી (યૂએનપી)થી અલગ થઈને બની છે. માર્ક્સવાદી જનતંત્ર વિમુક્તિ પેરમુના (જેવીપી)એ યૂએનપી કરતા સારો દેખાવ કર્યો છે. અત્યાર સુધીના રૂઝાનોમાં યૂએનપી ચોથા નંબર પર જોવા મળી રહી છે.

બહુમત માટે 113 સીટ જરૂરી

શ્રીલંકામાં બુધવારે ચૂંટણી થઇ હતી. ગુરુવારે મતગણતરી શરુ થઇ છે. શુક્રવારે સવારે સત્તાવાર રીતે પરિણામ જાહેર કરવામાં આવશે. કુલ 225 સીટ છે. બહુમત માટે 113 સીટ જોઈએ. રાજપક્ષે ભાઈઓનું ગઠબંધન 150થી વધુ સીટો જીતવા માંગે છે, જેથી બંધારણીય બદલાવ કરી રાષ્ટ્રપતિની તાકાતમાં વધારો કરી શકાય.રાજપક્ષે ભાઈઓનું ગઠબંધન 150થી વધુ સીટો જીતવા માંગે છે. ફોટોમાં ડાબી તરફ વડાપ્રધાન મહિન્દ્રા અને જમણી તરફ રાષ્ટ્રપતિ ગોતવાયા રાજપક્ષે (ફાઈલ) .