રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં 17માંથી 15 બેઠક બિનહરીફ થશે, જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરશે

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં 17માંથી 15 બેઠક બિનહરીફ થશે, જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરશે



રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાની સાથે રાજકોટમાં સહકારી રાજકારણમાં ચહલપહલ શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ ફોર્મ ભરવા જશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં 17માંથી 15 બેઠક બિનહરીફ થશે. મહત્વનું છે કે પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાશે.

26 જુલાઈએ રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી યોજાશેઆજે કેબિનેટમંત્રી જયેશ રાદડિયાની પેનલ ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. મહત્વનું છે કે 26 જુલાઈના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી યોજાશે. પહેલીવાર વિઠ્ઠલભાઈ રાદડીયાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાશે. હાલમાં બેંકના ડિરેક્ટર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે.

જિલ્લા બેંકની ચૂંટણીમા આ ઉમેદવારો ફોર્મ ભરશે1.જયેશ રાદડિયા-ઇતર બેઠક2.લલિત રાદડિયા-જામકંડોરણા3.શૈલેષ ગઢિયા-રાજકોટ તાલુકો4.મગન વડાવીયા-મોરબી5.ડાયાભાઇ પીપાળીયા-પડધરી6.અરવિંદ તાગડીયા-જસદણ7.પ્રવીણ રૈયાણી-ગોંડલ8.ગોરધન ધામેલીયા-જેતપુર9.વેનુંભાઈ વૈષ્ણવ-ધોરાજી10.હરિભાઈ ઠુમર-ઉપલેટા11.અમૃત વિડજા-માળિયા12.જાવેદ પીરજાદા-વાંકાનેર13.વિરભદ્રસિંહ જાડેજા-લોધિકા14.દલસુખ બોડા- ટંકારા15 ઘનશ્યામ ખાટરીયા







જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરશે