રાજકોટ ડેથસ્પોટ બનવા તરફ, 5 દિવસથી દર 4 કલાકે 1 મોત, બહારથી આવનારાઓના મોતને લીધે રાજકોટનો ડેથરેટ ઊંચો જાય છે

રાજકોટ ડેથસ્પોટ બનવા તરફ, 5 દિવસથી દર 4 કલાકે 1 મોત, બહારથી આવનારાઓના મોતને લીધે રાજકોટનો ડેથરેટ ઊંચો જાય છેસૌરાષ્ટ્રમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ સરેરાશ 55 કેસ નોધાય રહ્યા છે. જ્યારે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ સરેરાશ 6 જેટલા મોત થઇ રહ્યાં છે. આ બાબત આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના કોરોના દર્દી રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આથી છેલ્લા પાંચ દિવસમાં 28 મોત થયા તેમાં રાજકોટ જિલ્લાના તો એકથી બેના મોત જ થાય છે. જ્યારે અન્ય મોત અન્ય જિલ્લામાંથી આવતા કોરોના દર્દીના થઇ રહ્યા છે. આથી રાજકોટનો ડેથરેટઊંચો જઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી દર ચાર કલાકે એકનું મોત થઇ રહ્યું છે. આજે તો રેકોર્ડબ્રેક નવ દર્દીના મોત થતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. રાજકોટ ડેથસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.

સૌથી વધુ મોત સુરેન્દ્રનગર જિલ્લાનાછેલ્લા પાંચ દિવસમાં 28 દર્દીના મોત થયા છે તેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના છે. છેલ્લા પાંચ દિવસમાં થયેલા મોતની વાત કરીએ તો 20 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 અને સુરેન્દ્રનગ જિલ્લાના 3 દર્દીના મોત થયા હતા. 21 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં એક અને જૂનાગઢના એક દર્દીનું મોત નીપજ્યું હતું. 22 જુલાઈના રોજ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 2-2 મોત, સુરેન્દ્રનગરના 1 અને જૂનાગઢના 1 દર્દીનું મોત નીપજ્યું હતું. 23 જુલાઈના રોજ રાજકોટ સિવાય અન્ય જિલ્લામાંથી 6ના મોતનીપજ્યા હતા. જ્યારે આજે 24 જુલાઈના રોજ નવ દર્દીના મોત નીપજ્યાં છે. જેમાંરાજકોટ જિલ્લાના 1, સુરેન્દ્રનગર જિલ્લાના 3, જૂનાગઢના 1, વાંકાનેરના 1 અને કચ્છના 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

છેલ્લા પાંચ દિવસમાં રાજકોટમાં થયેલા મોતની સંખ્યા 20 જુલાઈ-521 જુલાઈ-222 જુલાઈ-623 જુલાઈ-624જુલાઈ-9

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા કેસોસૌરાષ્ટ્રના ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કૂદકેને ભૂસકે કેસોની સંખ્યા વધી રહી છે. શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 1300ની નજીક કોરોના કેસની સંખ્યા પહોંચી ગઇ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 22 દર્દીના મોત કોરોનાથી થયા છે.rajkot corona death spot and 1 patient death in every 4 hour