Translate...

રાજકોટમાં 48 કેસ-11ના મોત, ભાવનગરમાં 46, બોટાદમાં 15, ઉપલેટામાં 7, ગોંડલમાં 6 અને જામનગરમાં 5 કેસ નોંધાયા

રાજકોટમાં 48 કેસ-11ના મોત, ભાવનગરમાં 46, બોટાદમાં 15, ઉપલેટામાં 7, ગોંડલમાં 6 અને જામનગરમાં 5 કેસ નોંધાયા



રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં ગઈકાલ બુધવારે સાંજના 5 વાગ્યાથી આજે સાંજના 5 વાગ્યા સુધીમાં વધુ 48 કેસ નોંધાયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 1120 થઇ છે. જેમાં 605 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજયાં છે. જ્યારે કાલાવડના 55 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નીપજ્યું છે. સૌરાષ્ટ્રના બાબરા, જસદણ, મોરબી અને રાજકોટના 4 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 1700ને પાર થઈ ગયા છે. ભાવનગરમાં આજે વધુ 46 કેસ નોંધાયા છે.

બોટાદમાં 15 અને જામનગરમાં 5 કેસ બોટાદ જિલ્લામાં આજે કોરોનાના વધુ 15 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 5, કેરિયા 1માં 1, પાળિયાદ ગામે 2, ગઢડા શહેરમાં 2, ઢસા ગામે 1 અને રાણપુરમાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ જામનગરમાં આજે વધુ પાંચ કેસ નોંધાયા છે

ગોંડલમાં 6 અને ઉપલેટામાં 7 કેસ નોંધાયા ગોંડલ તાલુકા અને શહેરમાં આજે 6 કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ સબ જેલમાં 2, અરૂણ કોલોનીમાં 1, આશાપુરા સોસાયટીમાં 1, સુમરા સોસાયટીમાં 1 અને મોવિયા ગામમાં એક કેસ નોંધાયો છે. ઉપલેટામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 7 કેસ નોંધાયા છે.

જસદણ તાલુકામાં ચાર અને અમરેલીમાં 4 કેસ નોંધાયા જસદણના સાણથલી ગામમાં બે અને લીલાપુરમાં બે કેસ નોંધાયા છે. સાણથલી ગામના હંસાબેન ભરતભાઈ ધડુક (ઉં.વર્ષ 44), સ્મિતાબેન ભરતભાઈ ધડુક (ઉં.વ. 21), લીલાપુરના ભીખાભાઈ ઘુસાભાઇ કાકડીયા (ઉં.વ. 75) અને પ્રકાશભાઇ બાબુભાઈ રામાણી (ઉં.વ. 34) સમાવેશ થાય છે. અમરેલીમાં આજે વધુ 4 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં આજે કુલ પોઝિટિવ સંખ્યા 400ને પાર થઇ 406 કેસ નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાથી મોત ક્રમ નામ ઉં.વ. સરનામુ 1 મંજુલાબેન જસમતભાઈ અકબરી 55 કાલાવડ 2 નથુભાઈ પ્રેમજીભાઈ મેતાળીયા 60 બાબરા 3 ચેતનભાઈ કાનાબાર 55 રાજકોટ 4 કેશુભાઈ પારખીયા 60 જસદણ 5 હનીફાબેન અકબરશા શાહમદાર 70 મોરબી 6 પરસોતમભાઈ બાબુભાઈ ઉનડકટ 83 રાજકોટ 7 મોંઘીબેન વાઘેલા 60 રાજકોટ 8 કાજલબેન સરાલા 21 રાજકોટ 9 રમણિકભાઈ જાની 80 રાજકોટ

આજથી નવી કીટનો ઉપયોગ થશે રાજકોટમાં હજુ પણ RTPCR ટેસ્ટ થઈ રહ્યાં છે. તેમાં પણ લેબની ક્ષમતાને ધ્યાને રાખીને ટેસ્ટ વધારાઈ શકતા નથી. બુધવારે માત્ર 194 ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 80 પોઝિટિવ આવ્યા છે એટલે કે પોઝિટિવિટી રેશિયો 41 ટકાએ પહોંચ્યો છે. જો કે આરોગ્ય વિભાગ જણાવે છે કે, રેપિડ ટેસ્ટ કરાય છે તે કુલ ટેસ્ટમાં હજુ ગણાતા નથી પણ તેમાંથી આવેલા પોઝિટિવ કેસ ગણવામાં આવે છે. બીજી તરફ રેપિડ ટેસ્ટ કિટની પણ અછત જોવા મળી રહી છે અને 1500 કિટ પૂરી થતા ગાંધીનગર માગવામાં આવતા 1000 કિટ પહોંચાડવામાં આવી છે જેનો ઉપયોગ આજથી કરવામાં આવશે.

હાલમાં 290 દર્દી સારવાર હેઠળ રાજકોટમાં બુધવારે નવા 80 કેસની સામે 46 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. 500 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલ રાજકોટ તેમજ અન્ય જિલ્લાના સહિત કુલ 290 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં 236 લોકો હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ કેસ 1702 થયા છે.

રાજકોટમાં કન્‍ટેઇનમેન્‍ટ ઝોન અને ક્‍વોરન્‍ટીન લોકો પર નજર રાખવા JTE ટીમ બનાવી રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને અનલોક-2ની છૂટછાટમાં લોકો માર્ગદર્શિકાનું પાલન કરતાં ન હોય ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્‍યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વચ્ચે બેઠક યોજાય હતી. બેઠકમાં JTE (જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ)ની રચના કરવા ચર્ચા કરવામાં આવી હતી. ચાર ACPના સુપરવિઝન હેઠળ 18 વોર્ડમાં 18 PSI, કોર્પોરેશનના વૉર્ડ ઇન્‍ચાર્જ સાથે રહી કન્‍ટેઈનમેન્‍ટ ઝોન પર નજર રાખશે. ક્વોરન્ટીન થયેલા લોકોના ફોનમાં સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવડાવી ઓન લાઇન પણ ચેકિંગ થશે.







corona saurashtra live 30 july