Translate to...

રાજકોટમાં 43 કેસ- 6નાં મોત, ભાવનગરમાં 38, અમરેલીમાં 16, બોટાદમાં 14, ગોંડલમાં 5 અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા

રાજકોટમાં 43 કેસ- 6નાં મોત, ભાવનગરમાં 38, અમરેલીમાં 16, બોટાદમાં 14, ગોંડલમાં 5 અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા




રાજકોટમાં આજે 43 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 6 લોકોનાં કોરોનાથી મોત નીપજ્યા છે. રાજકોટ કલેક્ટર કચેરીના 4 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા PRO શાખા બંધ કરવામાં આવી છે અને કલેક્ટર કચેરીમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક 700ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગોંડલમાં આજે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીમાં 16 અને જૂનાગઢમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં આજે વધુ 38 કેસ નોંધાયા છે. બોટાદ જિલ્લામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામાં 38 કેસભાવનગર શહેર અને જિલ્લામાંથી આજે 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. 66 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.એક સાથે 66 દર્દીઓને પ્રથમવાર ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.ભાવનગર શહેરમાંથી નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા અને 47ને નવીગાઇડ લાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.શહેરમાં કુલ 687 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 417ને ડિસ્ચાર્જ, 15ના મોત અને 255 સારવાર હેઠળ છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 19ને નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.જિલ્લામાંથી કુલ 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 181ને ડિસ્ચાર્જ, 5ના મોત અને 174 સારવાર હેઠળ છે.

રાજકોટમાં કોરોનાથી 6નાં મોતગોંડલ તાલુકાના બાબુભાઈ ગાંડુભાઈ લીલા (ઉં.વ.75), વઢવાણ તાલુકાના ઈબ્રાહિમભાઈ દાઉદભાઈ (ઉં.વ.58), રૈયા રોડ ઉપર રહેતા 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઇ કારાવડીયા સહિત 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં જુનાગઢથી પ્રોહિબીશનના ગુનામાં ઝડપાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી 108 દ્વારા આરોપીને હોસ્પિટલ ખસેડાયો હતો. PSI પી.એમ. ધાખડા અને ટીમ દ્વારા દારૂના ગુનામાં 6 માસથી નાસતા ફરતા જુનાગઢના દેવરકીને પકડયા બાદ મેડિકલ રિપોર્ટ કરાવતા આવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

અમરેલીમાં 16 કેસ પોઝિટિવ નોંધાયાઅમરેલી જિલ્લામાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલા તાલુકામાં 5, રાજુલા અને જાફરાબાદમાં 3-3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીના ગામોમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 259 પર પહોંચી ગઈ છે.

જામનગરમાં કોરોનાથી 2નાં મોતજામનગરમાં આજે કોરોનાથી 2નાં મોત નિપજ્યા છે. જામનગરમાં રહેતા વસંતભાઈ ભટ્ટ (ઉં.વ.75) અને સુરેશભાઈ દેવાણી (ઉં.વ. 75)નું કોરોનાથી મોત નિપજ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે.

જૂનાગઢમાં 2 કેસ પોઝિટિવજૂનાગઢમાં આજે વઘુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર આરતીબેન જોષી અને તેના દિયર જયદેવભાઈ જોષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

856 લોકો પાસેથી રૂપિયા 1 લાખ 71 હજાર 200નો દંડ વસુલ કરવામાં આવ્યોકમિશનરના આદેશ અનુસાર તમામ વોર્ડમાં માસ્ક ન પહેરનાર લોકો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ 18 વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન છેલ્લા બે દિવસમાં કુલ 856 લોકો પાસેથી રૂપિયા 1 લાખ 71 હજાર 200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આજે યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા હતા અને માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસુલી પોતે જ દંડની પહોંચ લખી હતી.

કેસ વધે તેમ ટેસ્ટ વધારવા જરૂરીરાજ્ય સરકારના કુલ સેમ્પલ અને પોઝિટિવ કેસની સંખ્યા મુજબ પોઝિટિવિટી રેશિયો 8થી 9 ટકાની વચ્ચે છે અને જેમ જેમ ટેસ્ટની સંખ્યા વધારાશે તેમ આ રેશિયો પણ ઘટશે પણ રાજકોટમાં ટેસ્ટની સંખ્યા મર્યાદિત જ રાખી કેસ ઓછા આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે પણ તેનાથી ઊલટું થઈ રહ્યું છે. લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાથી પોઝિટિવ આવવાની સંખ્યા વધી રહી છે. જેમ જેમ રેશિયો વધે તેમ તેમ કેસ વધતા હોવાથી ટેસ્ટની વધુ જરૂર છે તેમ સાબિત થાય અને ટેસ્ટ વધારવા પડે જો કે રાજકોટમાં કેસ વધી રહ્યા છે પણ ટેસ્ટ ન વધારાતા હોવાની સાબિતિ પોઝિટિવિટી રેશિયો આપી રહ્યો છે.

એક્સપર્ટઃ શંકાસ્પદ અને દર્દીના સંપર્કવાળાના સેમ્પલ લેવા જોઈએકોમ્યુનિટી હેલ્થમાં જેમ જેમ પોઝિટિવિટી રેશિયો વધુ હોય તેમ સંક્રમણ વધુ છે તેમ કહેવાય. જો ટેસ્ટની સંખ્યા વધારાય તો શક્ય તેટલા કેસ સામે આવે અને પછી આ રેશિયો ઘટતો જાય.રેશિયો ઘટાડવા માટે આડેધડ અને ખોટા સેમ્પલ કરતાં પોઝિટિવ દર્દી છે તેના સંપર્કો જેમ કે પરિવાર અને સહકર્મચારીના બધાના સેમ્પલ લેવા જોઈએ. - ડો. બિમલ બૂચ, નિવૃત્ત આરએમઓ

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરીઆરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.







corona saurashtra live 22 july 2020