Translate to...

રાજકોટમાં 27, ભાવનગરમાં 19, દીવમાં 9 અને જામનગરમાં 7 કેસ, 4ના મોત, આરોગ્ય અધિકારી રાજકોટ દોડી આવ્યા

રાજકોટમાં 27,  ભાવનગરમાં 19, દીવમાં 9 અને જામનગરમાં 7 કેસ, 4ના મોત, આરોગ્ય અધિકારી રાજકોટ દોડી આવ્યા
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં એક સાથે 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે એક જ રાતમાં 27 કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. જેમાં એક જ પરિવારના 16 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જામનગરમાં 7 કેસ અને ગીર સોમનાથમાં 1 એક કેસ પોઝિટિવ આવ્યો છે.હાલ તો આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. દીવમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 9 કેસ નોંધાયા છે. જેમાં 6 SBI બેંકના કર્મચારીઓ છે. તેમજ ભાવનગરમાં આજે વધુ 19 કેસ નોંધાયા છે.

ગાંધીનગરથી આરોગ્ય અધિકારી રાજકોટ પહોંચ્યારાજકોટમાં સતત વધી રહેલા કેસને લઈનેગાંધીનગરથી આરોગ્ય કમિશનર શિવહરે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા છે.સ્થળ તપાસ કરી અધિકારીઓનેજરૂરી સૂચનાઓ આપશે અને બેઠક કરશે.

દીવમાં SBIબેંકના 6 કર્મચારીઓ સહિત 9ને પોઝિટિવ રિપોર્ટદીવમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 9 કેસ નોંધાયા છે. દીવની SBI બેંકના 6 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉનાથી દીવ શાકભાજી વહેચવા આવતા 2 લોકોને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી4નાં મોતરાજકોટમાં કોરોનાથી આજે કુલ 4 લોકોનાં મોત થયા છે. રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધાનું અને દૂધ સાગર રોડ પર રહેતી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે કોટડાસાંગાણીમાં રહેતા એક પુરૂષનું અને સુરેન્દ્રનગરથી રાજકોટ આવેલા એક પુરૂષનુંસારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજકોટમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત નિપજ્યાં છે.ભાવનગરમાં 19 કેસ નોંધાયા, 12 શહેરના અને 7 ગ્રામ્યના(1) મહુવા રહેતા અને અગાઉ પોઝિટિવ આવેલ ના સંપર્કમાં રહેલ પ્રવિણભાઈ ભીમભારતી ગૌસ્વામી ઉંમર 59(2) મહુવા રહેતા અને અગાઉ પોઝિટિવ આવેલ ના સંપર્કમાં આવેલ શિલ્પાબેન મનહરભાઇ મહેતા ઉંમર 52(3) મહુવાના બગદાણા ગામે રહેતા કિંજલબેન કૃણાલગીરી ગૌસ્વામી ઉંમર 26(4) મહુવા સુરતથી આવેલ દેવશીભાઈ નાનજીભાઈ ટાંક ઉંમર 80(5) મહુવા રહેતા અને અગાઉ પોઝિટિવ આવેલના પુત્ર હરસુખભાઇ દેવાશીભાઇ ટાંક ઉંમર 54(6) શિહોર મારુતિનગરમાં રહેતાં અને પી.એચ.સી.સી. સિહોર ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા આરતીબેન વિજયભાઈ રાઠોડઉંમર 32(7) શિહોરના કરકોલીયા ગામે રહેતાં અને હીરાના કામે સુરત ગયેલ ભરતભાઇ વલ્લભભાઇ ડાભીઉંમર 24(8) વિજયરાજનગર, આરટીઓ રોડ, પ્લોટ નંબર 745 ખાતે રહેતા પિંકલ ગોયાણી ઉંમર32(9) સંત કંવરરામ ચોક રસલા કેમ્પ લાઇન નં -8 માં રહેતા અને અગાઉ પોઝિટિવ આવેલ ના સંપર્કમાં આવેલ હરિમલભાઇ તોતામલભાઇ કુકરેજા ઉંમર 70(10) નારી ગામે રહેતાં અને તેમના પતિ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય શ્રદ્ધાબેન ધર્મેશભાઇ કોશીયા ઉંમર 33(11) નવું સિંધુનગર રહેતા અને શાકભાજીના વેપારી ભવાનભાઇ જોધાભાઇ કુકરેજા ઉંમર 54(12) તિલકનગર સુભાષનગરમાં રહેતાં અને મહીલા કોલેજમાં ગુજરત ગેસ એજન્સીમાં ફરજ બજાવતા વંદનભાઈ વેજારીયા ઉંમર 29(13) તિલકનગર સુભાષનગરમાં રહેતા કાજલબેન વંદનભાઈ વેજારીયા ઉંમર 28(14) નિર્મલનગર, પ્લોટ નંબર /3 / બી માં રહેતા રાજેશભાઈ પરશોત્તમ ભાઈ મકવાણા, એસ.ટી. બસ કામની દુકાનમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરે છે.(15) સુભાષનગર દેવીપૂજકવાસ મફતનગરમાં રહેતાં હીરાબેન કિશોરભાઇ ભરવાડિયા ઉંમર 35(16) સરિતા સોસાયટીમાં રહેતાં રાઠોડ સંજયભાઈ વજુભાઈ ઉંમર 33(17) કુંભારવાડામાં રહેતાજીતેન્દ્રભાઇ નંદલાલ મકવાણા ઉંમર 33(18) કાળીયાબીડ સિલ્વરબેલ્સ છાત્રાલયની નજીક રહેતા અને વડલા સરિતા શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા શુક્લ હરેશભાઇ રમણીકલાલ ઉંમર 60(19) બોરતળાવ બેંક કોલોનીમાં રહેતા અને કુમુદવાડીમાં હીરાનું કામ કરતા રામજીભાઇ લક્ષ્મણભાઇ ગોરડીયા ઉંમર 46

એક જ રાતમાં 27 કેસ પોઝિટિવ નોંધાયારાજકોટમાં આજે એક જ રાતમાં 27 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં હુંબલ પરિવારના 16 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને રાજકોટ પી.ડી.યુ.મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. પ્રકાશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાંથી 10 કેસ પોઝિટિવ નોંધાયા છે.

1. ગીરધરભાઈ ટપુભાઈ (ઉં.વ.72), ગાંધીગ્રામ, રાજકોટ2. જગદીશભાઈ મોહનભાઈ (ઉં.વ.58), નર્મદા ટાઉનશીપ3. સુરભીબેન (ઉં.વ.20), સંત કબીર રોડ4. બચુભાઈ નાગજીભાઈ (ઉં.વ.95),સંત કબીર રોડ5.ભારતીબેન અશોકભાઈ (ઉં.વ.50), રેલનગર6.ડો. પ્રકાશ મોદી (ઉં.વ.41), મેડીકલ ક્વાટર્સ7.નૈમિષ વિરભાનુભાઈ હુંબલ (ઉં.વ.18)8. વિરભાનુભાઈ ઘુસાભાઈ હુંબલ (ઉં.વ.37),દિપ્તીનગર મેઈન રોડ, કોઠારીયા રોડ9.વરજાંગભાઈ જયતાભાઈ હુંબલ (ઉં.વ.45)10. હરદેવ વરજાંગભાઈ હુંબલ (ઉં.વ.18)11. વનરાજભાઈ જયતાભાઈ હુંબલ (ઉં.વ.40)12. ગીતાબેન વનરાજભાઈ હુંબલ (ઉં.વ.37)13. જાનવીબેન વનરાજભાઈ હુંબલ (ઉં.વ.18)14. નિર્ભય વનરાજભાઈ હુંબલ (ઉં.વ.14)15. દિપાલીબેન અર્જુનભાઈ હુંબલ (ઉં.વ.22)16. મસુબેન પ્રભાતભાઈ આગરીયા (ઉં.વ.60),37 ખોડીયાર પર સોસાયટી શેરી નં. 217.જ્યોતિબેન રત્નાકર કર્ણિક (ઉં.વ.65),જંકશન પ્લોટ શેરી નં. 8, મોરબી હાઉસ પાસે18.નરેન્દ્રભાઈ ભરતભાઈ આડેસરા (ઉં.વ.36)19. ધન્વીબેન નરેન્દ્રભાઈ આડેસરા (ઉં.વ.10)20. વૈશાલીબેન નરેન્દ્રભાઈ આડેસરા (ઉં.વ.34)21. દ્રષ્ટીબેન નરેન્દ્રભાઈ આડેસરા (ઉં.વ.1), 3/7, ગાયત્રી નગર, જલ્જીત હોલ પાછળ22.જગદીશભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉં.વ.50)23.અસ્મિતાબેન સુભાષભાઈ બોરીચા (ઉં.વ.25),વાલકેશ્વર શેરી નં. 6, હસનવાડી સામે24.ફિરોજભાઈ મોહમદભાઈ પઠાણ (ઉં.વ.35),આર.એમ.સી. ક્વાટર, જંગલેશ્વર25.ચંદુભાઈ બેચરભાઈ ડાભી (ઉં.વ.40)ઘનશ્યામ નગર, કોઠારીયા મેઈન રોડ26.બીનાબેન નિર્મલભાઈ મારૂ (ઉં.વ.46),મેઘાણી નગર શેરી નં. 327.નાનબાઈબેન નાનાભાઈ મારૂ (ઉં.વ.40),ન્યુ સાગર સોસાયટી શેરી નં. 4,કોઠારીયા મેઈન રોડ

રેન બસેરા અને કોમ્યુનિટી હોલને કોવિડ-19માં ફેરવાશેરાજકોટમાં સતત વધી રહેલા કેસને લઈને મનપા કમિશનરે નિવેદન આપતા કહ્યું કે હવેરેન બસેરા અને કોમ્યુનિટી હોલવને કોવિડ-19 વોર્ડમાં ફેરવવામાં આવશે. લોકોની બેદરકારીના કારણે કેસ વધી રહ્યાં છે. જેથી લોકોને જાહેરમાં માસ્ક પહેરવા અને વાંરવાર હાથ સાફ કરવા અપીલ કરી છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરીસૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો