Translate to...

રાજકોટમાં 18 કલાકમાં 22 કેસ-3નાં મોત, ગીર સોમનાથમાં 8 કેસ, જૂનાગઢના મેયરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં 18 કલાકમાં 22 કેસ-3નાં મોત, ગીર સોમનાથમાં 8 કેસ, જૂનાગઢના મેયરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ




સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગીર સોમાથમાં 8કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારેરાજકોટમાં છેલ્લા 18 કલાકમાં 22 કેસ નોંધાયા છે. જ્યારે4 લોકોનાં મોત થયા છે. જેમાં એક દર્દીનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું છે. રાજકોટના 70 વર્ષીય વૃદ્ધનું, શાપરના 60 વર્ષીય વૃદ્ધનું અને વિંછીયાના 55 વૃર્ષીય પુરૂષનું મોત નિપજ્યું છે. જૂનાગઢમાં મેયરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભાવનગરમાં ગઈકાલે એક સાથે 71 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેથી તંત્રએ 109ની જગ્યાએ ભાવનગર જિલ્લામાં 225 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે.

જૂનાગઢમાં મેયરના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવજૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલના પત્ની મીનાબેન ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે.

જસદણમાંં એક કેસ પોઝિટિવજસદણ શહેરના ગંગાભુવન વિસ્તારના ખોડીયાર મંદિર પાસે રહેતા સાહિલ કિરીટભાઈ ઉપાધ્યાય (ઉ.વ.20)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે.

ગીર સોમનાથ જિલ્લામાં 8 કેસ પોઝિટિવગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ 8 કેસ પોઝિટિવ આવ્યાં છે. ઉનામાં 4, રાડતમાં 1, અંબાડામાં 2 અને ફાટસરમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છએ કે ગઈકાલે એક સાથે 10 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે વધુ 8 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટમાં 22 કેસ પોઝિટિવ નોંધાયા(1) જયદિપસિંહ જગદીશસિંહ જાડેજા (ઉં.વ.37)સરનામું : ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ(2) જુલી જયદિપ રાઠોડ (ઉં.વ.33)સરનામું : એચ-૧૭, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે, રાજકોટ(3) અરવિંદભાઈ જયંતીલાલ ઝીંઝુવાડિયા ઉં.વ.67)સરનામું : બ્લોક ૩/સી, કવા. નં. ૪૯૯, આનંદનગર કોલોની, જાગનાથ મંદિર સામે, રાજકોટ(4) હાર્દિક નાગજીભાઈ સોરઠીયા (ઉં.વ.30)સરનામું : રાધે ગોવિંદ – ૧, ગુલાબ વિહાર, બીગ બજાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ(5) પાટલીયા વત્સલ (ઉં.વ.24)(6) હુમંતભાઈ સવજીભાઈ વાળા (ઉં.વ.54)સરનામું : ૧૦-સુખસાગર સોસાયટી, રાજકોટ(7) ચેતનભાઈ બાબુભાઈ પરમાર (ઉં.વ.41)સરનામું : આશાપુરા શેરી નં. ૧૩, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ(8) રૂક્ષમણીબેન રમેશભાઈ ગજેરા (ઉં.વ.39)(9) રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા (ઉં.વ.45)સરનામું : સીલ્વર નેસ્ટ, ભાવનગર રોડ, રાજકોટ(10) ભાવેશભાઈ ભવાનજીભાઈ ગુજરાતી (ઉં.વ.34)સરનામું : રાજલક્ષ્મી – ૨૦, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ(11) કૃષ્ણકાંત શશીકાંતભાઈ (ઉં.વ.33)સરનામું : મણીનગર - ૨, રામેશ્વરપાર્ક, રાજકોટ(12) જ્યોતીન્દ્રસિંહ કિશોરસિંહ રાણા (ઉં.વ.40)સરનામું : રૂક્ષમણી એપાર્ટમેન્ટ, વિકાસગૃહ ઉદ્યોગ, રાજકોટ(13) કેતન કાંતિ ભાણવડિયા (ઉં.વ.43)સરનામું : જીવરાજપાર્ક, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ(14) રંજનબેન રમેશભાઈ (ઉં.વ.65)સરનામું : પંચનાથ, આશુતોષ એપાર્ટમેન્ટ, રાજકોટ(15) વિનોદ કુળજી વાડોદરિયા (ઉં.વ.38)સરનામું : રાજલક્ષ્મી, મોરબી રોડ, રાજકોટ(16) પરેશ ગોરધન બારભાયા (ઉં.વ.65)સરનામું : વર્ધમાન નગર, રાજકોટ(17) લક્ષ્મણભાઈ ગોપાલભાઈ રામાણી (ઉં.વ.60)સરનામું : પારસ સોસા. શેરી નં. ૧, નેહરુનગર ૮૦ ફુટ રોડ, રાજકોટ(18) શીલાબેન અનંતરાય કાલરીયા (ઉં.વ.62)સરનામું : શાલીગ્રામ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૮૦૧, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ(19) લલીતાબેન કિશોરભાઈ કાલાવડીયા (ઉં.વ.65)(20) નાનાલાલ નારણભાઈ કાલાવડીયા (ઉં.વ.73)(21) તનુજ નાનાલાલ કાલાવડીયા (ઉં.વ.43)સરનામું : ગાર્ડન સીટી, ટાવર-ઈ, સાધુવાસવાણી રોડ, રાજકોટ(22) ભાવિક ચંદુભાઈ બુસા (ઉં.વ.24)સરનામું : ૨-રામેશ્વર પાર્ક, નાણાવટીચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ

શહેરમાંડીસઇન્ફેક્શન અને મેલેથીઓન પાવડરના છંટકાવરાજકોટ શહેરમાં જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે તે એરિયા અને આજુબાજુના એરિયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીસઇન્ફેક્શન અને મેલેથીઓન પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મનપા દ્વારા ૫૩ જેટલા ધનવંતરી રથ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મોકલી રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જાગનાથ વિસ્તારમાં ધનવંતરી રથ દ્વારા થતી કામગીરી નિહાળી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં કોરોના કેર સેન્ટર ઉભુ કરી શકાય તે માટે સ્થળ તપાસ કરાઈરાજકોટમાં કોરોનાને કહેર વધતાજિલ્લા કલેકટર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લેવામાં આવી હતી. જરૂર પડ્યેયુનિવર્સિટી ખાતે કોરોના કેર સેન્ટર ઉભું કરાશે. યુનિવર્સિટીમાંઅધ્યાપક કુટીરમાં કુલ 25 જેટલા બેડ સાથે તૈયાર ઉપલબ્ધ રૂમ છે.જરૂર જણાયે યુનિવર્સિટી ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવા માંગણી કરવામાં આવે તો યુનિવર્સિટી દ્વારા વહીવટી તંત્ર ને જગ્યા આપવામાં આવશે.

શહેરની 5 ખાનગી હોસ્પિટલમાંકોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

(1) ન્યુ વિન્ગ વોકહાર્ટ હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ દ્રારા સંચાલિત)સરનામું: મંગલમ હોસ્પિટલ,150 ફુટ રીંગરોડ, મહેસાણા બેંકની પાસે, નાલંદા સોસાયટી, રાજકોટ.

(2) ઉદય કોવિડ હોસ્પિટલ(ગોકુલ હોસ્પિટલ દ્રારા સંચાલિત)સરનામું: રાષ્ટ્રીય શાલા મેઇન રોડ, શાળા નંબર 11 સામે, રાજકોટ.

(3) કર્મયોગ હોસ્પિટલ (સ્ટર્લિંગ હોસ્પિટલ સંચાલિત)સરનામું: વરસાણી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

(4) એચ.સી.જી.હોસ્પિટલસરનામું: અસ્થા રેસિડેન્સી, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગરોડ, રાજકોટ.

(5) શ્રેયશ કોવિડ હોસ્પિટલસરનામું: વિદ્યાનગર મેઇન રોડ, વલ્લભ કથીરિયા હોપિટલ, રાજકોટ.

ભાવનગરજિલ્લામાં 225 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર ગઈકાલે ભાવનગર શહેરના 59 અને ગ્રામ્યમાંથી 12 મળી 71 પોઝિટિવ કેસ આવતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો વ્યાપ એકદમ વધી ગયો અને 109ની જગ્યાએ ભાવનગર જિલ્લામાં 225 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના 116 પાલિતાણામાં 9 , મહુવામાં 31, શિહોરમાં 16, ગારીયાધારમાં 8, ઉમરાળામાં 10, તળાજામાં 8, વલ્લભીપુરમાં 14, ભાવનગર ગ્રામ્યમાં 9, જેસરમાં 4 મળી 225 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મુકવામાં આવ્યા છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરીઆરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

(ભરત વ્યાસ-ભાવનગર, જયેશ ગોંધીયા-ઉના, અતુલ મહેતા-જૂનાગઢ)







corona cases increase in saurashtra 11 july