રાજકોટમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. રાજકોટમાં ગઈકાલે સાંજના 5 વાગ્યાથી આજે સોમવારના બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 42 કેસ નોંધાયા છે. આમ રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 975 થઈ છે. જેમાં 542 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 15 કલાકમાં રાજકોટમાં કોરોનાથી 12 લોકોના મોત નીપજ્યા છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે. જ્યારે તંત્રની બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલમાંથી 2 કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઈ ગયા છે. છેલ્લા 48 કલાકમાં કોરોનાથી 23ના મોત રાજકોટમાં કોરોનાના કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રવિવારે 11 લોકોના મોત થયા હતા. જ્યારે આજે કોરોનાથી 12 લોકોના મોત નીપજ્યા છે. જેથી છેલ્લા 48 કલાકમાં કોરોનાથી 23 લોકોના મોત નીપજ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય.
રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 1500ને પાર રાજકોટ જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં 1512 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે બપોર સુધીમાં 42 કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે રાજકોટમા કોરોનાના 52 અને ગ્રામ્યમાં 20 કેસ સહિત 72 કેસ નોંધાયા છે. આમ 11 જુલાઈથી 27 જુલાઈ સુધીમાં કોરોનાનો પોઝિટિવિ રેટ વધ્યો છે. રાજકોટ શહેરનો 24 ટકા જ્યારે ગ્રામ્યનો 11 ટકા થયો છે.
આજે કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવતા જસદણ તાલુકમાં પોઝિટિવ સંખ્યા 100 થઈ જસદણ શહેરમાં આજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં મેઇન બજારમાં રહેતા જયદીપભાઇ રજનીકાંતભાઇ અંબાણી (ઉં.વ. 34) અને વજીબેન ધીરુભાઈ (ઉં.વ.60)નો સમાવેશ થાય છે. જ્યારે તાલુકામાં મોહનભાઈ પ્રાગજીભાઇ (ઉં.વ.59 રહે.વિરનગર), વિનુભાઈ લીંબાભાઇ ભુવા (ઉં.વ.50 રહે. ગોખલાણા) અને ધીરુભાઈ લવાભાઇ પટેલ (ઉં.વ. 48 રહે.સાણથલી)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જસદણ તાલુકમાં પોઝિટિવ કેસની સંખ્યા 100 થઇ છે. ગઇકાલે પણ જસદણ પંથકમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી બે કોરોના પોઝિટિવ આરોપી ફરાર રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાંથી બે આરોપી ફરાર થયા છે. આથી તંત્રની અને સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તંત્રે આ અંગે કોઈ માહિતી જાહેર કરી નથી. બાઇક ચોરીનો કોરોના પોઝિટિવ આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો છે. અટકાયત પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેને સિવિલમાં આઇસોલેટ રાખ્યો હતો ત્યાંથી ફરાર થયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બીજા આરોપીની 24 જુલાઈએ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી હતી. આરોપી હરસુખ ઉર્ફે પોપટ વાઘોડિયા અને વિક્રમ ઉર્ફે વિકિડો વાઘોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ બંને આરોપી ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
વોર્ડ નં.13ના કોર્પોરેટરે N95 માસ્કનું ફ્રીમાં વિતરણ કરી વિરોધ નોંધાવ્યો રાજકોટના વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેને N95 માસ્કનું ફ્રીમાં વિતરણ કરી વિરોધ નોંધાવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ અને મનપા માસ્કના દંડની સામે ફ્રીમાં માસ્ક આપે તેવી માગણી કરી છે. પોલીસ અને મનપા માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયા દંડ વસૂલે છે. દંડની સામે માસ્કનું વિતરણ મનપા ફ્રીમાં વિતરણ કરે તેવી અમારી માંગ છે.
12 deaths in 15 hours in Rajkot, 42 cases reported by noon, ew hotspots in Gondal, Jetpur and Dhoraji Corona