Translate to...

રાજકોટમાં પિતાની નજર સામે પુત્રનુ મોત, કુંકાવાવ નજીક કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા 5 વર્ષની ભત્રીજીનુ મોત

રાજકોટમાં પિતાની નજર સામે પુત્રનુ મોત, કુંકાવાવ નજીક કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા 5 વર્ષની ભત્રીજીનુ મોત




રાજકોટ જિલ્લામાં 2 અલગ અલગ જગ્યાએ અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. રાજકોટમાં વિનાયક વાટીકામાં રહેતો પુત્ર દર્શન પરમાર (ઉં.વ.17) સવારે માધાપર ચોકડી પાસે તેના પિતા રાજેશભાઈ પરમાર (ઉં.વ.47)ને મુકવા આવ્યો હતો. આ સમયે ટેન્કરચાલકે બાઈકને ટક્કર મારતા પિતાની નજર સામે જ પુત્ર દર્શનનુ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ કુંકાવાવના બાટવા દેવળીમાં કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા સામેથી આવી રહેલી 5 વર્ષની ભત્રીજીને કચડી નાખી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

17 વર્ષીય પુત્રનુ અકસ્માતમાં મોત રાજકોટની વિનાયક વાટીકા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરમારને કામ માટે બહાર જવું હતું. જેથી તેનો પુત્ર દર્શન તેને એક્ટીવામાં બેસાડી માધાપર ચોકડી પાસે મૂકવા ગયો હતો. તેણે એક્ટીવા ઉભું રાખ્યું ત્યાં જ પાછળથી આવતા ટેન્કરે ટક્કર મારતા પિતા-પુત્ર ફંગોળાય ગયા હતા. આ અકસ્માતમાં પુત્ર દર્શનને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત બીજી તરફ કુંકાવાવના બાટવા દેવળીમાં રહેતા પટેલ પરિવારે ગઈકાલે જ સેકન્ડમાં કાર ખરીદી હતી. જે ઘરની બહાર રાખી હતી. પરંતુ સામેથી ગાડુ આવતું હોય તેને કાર નડતરરૂપ થતાં રિપનભાઈ બાબુભાઈ મોવલીયાએ કાર ચાલુ કરીને ઘરના ફળીયામાં લઈ રહ્યા હતા. તેને બરાબર કાર ફાવતી ન હતી. જેથી બ્રેકને બદલે લિવર પર પગ મૂકાય જતા ફળીયામાં રમી રહેલી 5 વર્ષની ભત્રીજી જીનલ દોડીને સામે આવી જતા કારની ઠોકરે ચડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું.







17 વર્ષીય દર્શનનું ઘટનાસ્થળે મોત, 5 વર્ષીય જીનલનું સારવાર દરમિયાન મોત