રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 10ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1470 થઈ

રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 10ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1470 થઈ



સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયુ છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 10 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે 10 લોકોના મોત થયા હતા. જેથી છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 21 દર્દીના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 1470 નોંધાયા છે. ગઈકાલે રાજકોટમા કોરોનાના 52 અને ગ્રામ્યમાં 20 કેસ સહિત 72 કેસ નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાથી 9ના મોત ક્રમ નામ ઉં.વ. સરનામુ 1 વલ્લભભાઈ ચનાભાઈ દાફડા 73 સાણથળી, વિસાવદર 2 મુકેશભાઈ શાંતિભાઈ છતલા 60 રૈયારોડ-ડ્રીમ સીટી 3 અક્ષય પ્રભાતભાઈ મવર 19 ભગવતીપરા 4 રંગીતાબેન રાજેશભાઈ ચૌહાણ 48 વેરાવળ-સોમનાથ 5 નાનુબેન જગદીશભાઈ ચૌધરી 25 શિવગઢ-કચ્છ 6 શાહબુદીન હબીબભાઈ હાલાણી 60 દૂધસાગર રોડ, ગુલશન પાર્ક 7 ઈકબાલભાઈ ગુલામવસુલ બુખારી 54 વાંકાનેર 8 મનસુખભાઈ ભગવાનજીભાઈ 66 કુંભારવાડા-જામકંડોકણા 9 રૂસ્તમશા બહનિશા દિવાન 63 સુરેન્દ્રનગર

છેલ્લા 16 દિવસમાં 566 કેસ પોઝિટિવ રાજકોટમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે પણ તેટલા પ્રમાણમાં ટેસ્ટની સંખ્યા હજુ વધારાતી નથી. કારણ કે, તંત્રને ડર છે કે તેનાથી રાજકોટમાં પણ દરરોજ 100થી 150 કેસ નીકળશે. આ કારણે શહેરમાં જે લોકો બીમાર પડે તેઓ હોસ્પિટલ પહોંચે છે અને સેમ્પલ આપતા પોઝિટિવ આવી રહ્યા છે. આ કારણે છેલ્લા 16 જ દિવસમાં 566 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે તેની સરખામણીએ ગ્રામ્યમાં ટેસ્ટિંગ પહેલાથી જ ઓછું કરાવાઈ રહ્યું છે, પણ તેમાંથી પોઝિટિવ ઓછા નીકળતા રેટ 11 ટકાએ છે.

ગ્રામ્ય વિસ્તારમાં 11 ટકા રેટ ગ્રામ્ય વિસ્તારમાં 11થી 26 જુલાઈ દરમિયાન 2206 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 259 પોઝિટિવ આવતા કેસ ડબલ થઈને 535 થઈ ગયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર બન્નેને સાથે ગણતા આ દિવસોમાં 825 કેસ સાથે બન્ને વિસ્તારનો સરેરાશ પોઝિટિવ રેશિયો 18 ટકા જેટલો ઊંચો જ રહ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.







SAURASHTRA CORONA LIVE 27 JULY