રાજકોટમાં કોરોનાથી 7 દર્દીના મોત, ગોંડલમાં 2 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાથી 7 દર્દીના મોત, ગોંડલમાં 2 કેસ નોંધાયા



રાજકોટમાં કોરોના કાળ સમાન બની રહ્યો છે. ગઈકાલ શનિવાર રાતથી આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 7 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ચાર દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. ગઈકાલે છ દર્દીના મોત નીપજ્યા હતા. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આજે રવિવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં કેસની સંખ્યા 1150 થઈ
રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી છે. ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1150 પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 55 કેસ નોંધાય રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ નોંધાયા હતા.









Corona Saurashtra LIVE 26 July Positive cases increase in saurashtra