Translate to...

રાજકોટમાં આજે 39 કેસ, 2ના મોત, પોઝિટિવ આંક 1 હજારને પાર, જસદણ-વીંછિયામાં પિતા-પુત્ર સહિત 6 અને દીવમાં 11 કેસ નોંધાયા

રાજકોટમાં આજે 39 કેસ, 2ના મોત, પોઝિટિવ આંક 1 હજારને પાર, જસદણ-વીંછિયામાં પિતા-પુત્ર સહિત 6 અને દીવમાં 11 કેસ નોંધાયા




રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં ગઈકાલ સોમવારના સાંજના 5 વાગ્યાથી આજના બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 39 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર કરી 1022 થઇ છે. આજે સવારે રાજકોટમાં વધુ 2 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ગોંડલના 72 વર્ષીય વૃદ્ધનું અને ધોરાજીના 60 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે જિલ્લા કલેકટર કચરીમાં એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દિવમાં એક સાથે 11 કેસ પોઝિટિવ નોંધાયા છે.

રાજકોટ મનપાએ નામ બંધ કરી સરનામું આપવાનું શરૂ કર્યું રાજકોટ મનપાએ કોરોના દર્દીના નામ બંધ કરી સરનામું આપવાનું શરૂ કર્યું છે. આજે નોંધાયેલા 39 પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારોમાં સાનિધ્ય ગ્રીન, કારણપરા, રામધામ સોસાયટી, ન્યુ જાગનાથ પ્લોટ, મોરબીરોડ ઝુપડપટ્ટી, ન્યુ પરિમલપાર્ક, સદગુરુ સોસાયટી, સનસીટી, અંબાજી કડવા પ્લોટ, અંકુર સોસાયટી, સરદારનગર-7, યોગી દર્શન સોસાયટી, કૈલાશ ધામ, અક્ષરનગર, પરસાણા નગર, સંતકબીર રોડ, પોલીસ હેડ ક્વાર્ટર, અલ્કા સોસાયટી, હાઈ રાઈઝ બિલ્ડીંગ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, સિલ્વર સાઈન પ્લોટ, રામેશ્વર પાર્ક, પ્લાન્ડ રેસીડેન્સી, 10-શ્રીજી સોસાયટી, નેહરુનગર, દર્શીલ રો હાઉસ, સરદાર પટેલ સોસાયટી, પંચવટી સોસાયટી પાસે, શેપહાયર સનસિટી, ગુલાબ વિહાર સોસાયટી, સોમનાથ સોસાયટી, શક્તિ સોસાયટી, ગાંધીગ્રામ, સિલ્વર સેન્ડ સોસાયટી અને આલાપ ગ્રીન સિટીનો સમાવેશ થાય છે.

જસદણ- વીંછિયા તાલુકામાં પિતા-પુત્ર સહિત 6 કોરોના પોઝિટિવ જસદણ- વીંછિયા પંથકમાં આજે પણ કોરોના કહેર યથાવત હોય આજે છ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આટકોટમાં આજે બે કેસ પોઝિટિવ આવ્યા છે જેમા સુરતથી આવેલા જયંતિભાઇ જેઠાભાઈ શેલિયા (ઉં.વ. 50), કૈલાસબેન રાજેશભાઇ મગતરપરા (ઉં.વ. 38)નો રિપોર્ટ પોઝિટિવ આવતા આટકોટ P.H.C.દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુકને 2 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર ભરતભાઈ (ઉં.વ. 50) અને ભરતભાઈના પુત્ર ચિરાગ (ઉં.વ. 20)નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સાણથલી ગામમાં અને ધડુક પરિવારમાં ભય ફેલાઈ ગયો છે. વીંછિયાના મનીષાબેન શૈલેષભાઈ મેતલીયા (ઉં.વ.29) અને આસલપુર ગામના પાયલબેન વિજયભાઇ નાકીયા (ઉં.વ. 21)નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેકટર કચેરીમાં વધુ 1 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં વધુ એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 6 લોકો કોરોના સંક્રમિત થયા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 1520ને પાર રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 984 થઈ છે. જેમાં 549 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 1520ને પાર પહોંચી ગઈ છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે.

દીવમાં કોરોનાના 11 કેસ નોંધાયા દીવમાં આજે કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. વણાકબારામાં 8, ઘોઘલામાં 2 અને દીવમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.







corona saurashtra live 28 july 2020