રાજકોટના પડધરીનાં ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા

રાજકોટના પડધરીનાં ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયાસમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસેધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે અતિ ભારે વરસાદ પડવાથી ગામની ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાયા હતાં. આ સાથે જ એક છકડો રીક્ષા પણ પાણીમાં ગરકાવ થઇ હતી. જેના LIVE દ્રશ્યો સામે આવ્યાં છે.

વીજ પૂરવઠો ઠપ્પ થતાં લોકો પરેશાનરાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરીના ખીજડીયામાં ધોધમાર વરસાદ પડતા ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ સાથે જ વીજપોલ ધરાશાયી થતાં ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. જેથી વાહનચાલકોને પમ હાલાકી પડી હતી.પશુઓ પાણીના વેગમાં તણાયા