કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. થોડાં દિવસ પહેલાં જ રેખાના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટનો પોઝિટિવ આવ્યો હતો. તેને તરત જ ક્વૉરન્ટીન સેન્ટર મોકલી દેવામાં આવ્યો હતો અને BMCએ રેખાના બંગલાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો. હવે, ફરહાન અખ્તરના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફરહાનનો બંગલો રેખાના ઘરની બાજુમાં જ છે.
ફરહાનનો ટેસ્ટ બાકીસૂત્રોના મતે, હજી ફરહાન ખાનનો ટેસ્ટ કરાવવાનો બાકી છે. જોકે, BMCએ ફરહાનના બંગલાને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. બીજી બાજુ રેખાએ પોતાના ઘરને સેનિટાઈઝ કરાવવાની તથા કોરોનાનો ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે.
હાલમાં જ ફરહાને ‘જિંદગી ના મિલેગી દોબારા’ને લઈ ટ્વીટ કરી હતીહાલમાં જ ફરહાને પોતાની ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ને નવ વર્ષ પૂર્ણ થતાં ટ્વીટ કરી હતી. આ ફિલ્મમાં રીતિક રોશન, અભય દેઓલ તથા કેટરીના કૈફ લીડ રોલમાં હતાં.
Miss this shoot. Miss the crew. Miss their madness. Forever grateful to the universe for the experience of this film and for the love you continue to show it. Big hug. #9YearsOfZNMDpic.twitter.com/vp4dWGbqgk
— Farhan Akhtar (@FarOutAkhtar) July 15, 2020સારાના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવતાજેતરમાં જ સારાએ સોશિયલ મીડિયામાં પોતાના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી હતી. પરિવાર તથા બાકીના સ્ટાફ મેમ્બર નેગેટિવ હોવાનું પણ કહ્યું હતું.ભૂતકાળમાં બોની કપૂર, કરન જોહર, આમિર ખાનના સ્ટાફ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતાં.
After bollywood actress Rekha, Farhan Akhtar's Security Guard Tests Positive For Coronavirus