રશિયન કપલે 2 વર્ષની મહેનત પછી ઘરનાં ગાર્ડનમાં ઈજીપ્તના મહાન પિરામિડ ‘ગીઝા’ની પ્રતિકૃતિ બનાવી

રશિયન કપલે 2 વર્ષની મહેનત પછી ઘરનાં ગાર્ડનમાં ઈજીપ્તના મહાન પિરામિડ ‘ગીઝા’ની પ્રતિકૃતિ બનાવી



રશિયામાં ઇસ્તિન્કા ગામમાં એક કપલે પોતાનાં ઘરના ગાર્ડનમાં ગીઝાનામહાન પિરામિડની પ્રતિકૃતિ બનાવી છે. એન્ડ્રી અને વિક્ટોરિયા વખ્રુશેવે બનાવેલો આ પિરામિડ આબેહૂબ ઈજીપ્તના પિરામિડ જેવો જ લાગે છે. જો કે તે ઓરિજીનલ પિરામિડ કરતાં 19 ગણો નાનો છે.

કપલે પિરામિડ બનાવવા માટે કોન્ક્રીટનાં બ્લોકનો ઉપયોગ કર્યો છે અને 13 મીટરમાં ફેલાયેલા પિરામિડનું વજન 400 ટન છે. જૂન 2019માં કપલે એક ટીમ બનાવીને કામ શરુ કર્યું હતું. ઈજીપ્તના ત્રણ પિરામિડમાંનો સૌથી જૂનો અને મોટો પિરામિડ બનાવવો એ કોઈ રમત વાત નહોતી. કપલે 2 વર્ષ સુધી તેની ડીઝાઇન પર અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ બે વર્ષમાં અનેક વખત પિરામિડ જોવા માટે ઈજીપ્તની મુલાકાત પણ લીધી હતી.

એન્ડ્રીએ મીડિયાને કહ્યું કે, પિરામિડની સાઈઝ માટે મેં ઘણી ગણતરી અને મહેનત કરી. બનાવતી વખતે અમે 1 સેમીના અંતરનું પણ ધ્યાન રાખ્યું છે. અમે આ પિરામિડમાં એક પથ્થરને બદલે કોન્ક્રીટના બ્લોક વાપર્યા છે, પણ તેનાથી ડીઝાઇનમાં કોઈ બદલાવ આવ્યો નથી. અમને કોન્ટ્રાક્ટર મળતા જ 1 મહિનો લાગી ગયો હતો. ઓરિજનલ પિરામિડ જેવો દેખાવ લાવવા માટે અમે નાનમાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે. પિરામિડ બન્યાં પછી અમે ઘણા ખુશ છીએ.

આ કપલના પડોશી એલેકઝાન્ડર પુસ્તોશીન્સકીએ કહ્યું કે, તેઓ નોર્મલ અને ઘણા ફ્રેન્ડલી લોકો છે. તે લોકોએ જે બનાવ્યું છે તે જોઈને હું વિચારવા મજબૂર થઇ ગયો છું કે આ કેવી રીતે શક્ય છે. તે લોકોએ મને જીવનમાં કઈક અલગ કરવાની પ્રેરણા આપી છે.

ઇસ્તિન્કા ગામ સેન્ટ પીટર્સબર્ગ શહેરથી 12 કિમી દૂર આવેલું છે, આ ગામ હવે પિરામિડને લઈને ફેમસ થવા લાગ્યું છે.







Russian couple builds replica of Egypt's great pyramid 'Giza' in home garden after 2 years of hard work