રક્ષામંત્રી અને ત્રણ સેનાના પ્રમુખે વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી, શાહે કહ્યું- આ દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીક

રક્ષામંત્રી અને ત્રણ સેનાના પ્રમુખે વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી, શાહે કહ્યું- આ દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીકકારગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણ સેનાના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે રાજનાથે કહ્યું કે, 21માં કારગિલ દિવસ પર હું ભારતીય સેનાના એ જવાનોને સલામ કરું છું, જેમણે કારગિલની લડાઈ લડી હતી. આ યુદ્ધ દુનિયાના આધુનિક ઈતિહાસની સૌથી પડકારજનક સ્થિતિમાં લડવામાં આવ્યું હતું. આજે ઓપરેશન વિજયના સફળ થયાનો દિવસ છે. ભારતીય સેનાએ 1999માં કારગિલના દ્રાસ સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોરોના કબજામાંથી ભારતીય વિસ્તારને ફરી પાછો મેળવ્યો હતો.

રજનાથે કહ્યું કે, હું એવા સૈનિકોનો પણ આભારી છું, જેમણે દિવ્યાંગ હોવા છતા ભારતીય સેનામાં સેવા આપવાનું ચાલું રાખ્યું. આ લોકોએ તેમની રીતે દેશની સેવા કરી અને દેશ પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ રજુ કર્યું. કારગિલ વિજય માત્ર આપણા સ્વાભિમાનનું પ્રતીક નથી, આ અન્યાય વિરુદ્ધ ઉઠાવાયેલું એક પગલુ પણ છે.દેશની એકતા અને સંપ્રભુતા માટે અમે કોઈ પણ પગલા લેવા માટે તૈયાર છીએ.

નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહેલા રાજનાથ સિંહ

શાહે કહ્યું- ભારતના વીરો પર દેશને ગર્વ છે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીક છે. હું એ જવાનોને નમન કરું છું, જેમણે તેમના સાહસથી કારગિલના પહાડોમાંથી દુશ્મનને હરાવીને તિંરગો લહેરાવ્યો. દેશની રક્ષા માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગર્વ છે.

આ દિવસ નિડરતા અને વીરતાનું પ્રતીક છેઃકોવિંદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું કે, કારગિલ વિજય દિવસ આપણા સશસ્ત્ર બળોની નિડરતા, સંકલ્પ અને વીરતાનું પ્રતીક છે. હું એ વીર સૈનિકોને નમન કરું છું જેમણે દુશ્મનોનો સામનો કર્યો અને ભારત માતાની રક્ષા માટે જીવન ન્યોછાવર કરી દીધું. દેશ હંમેશા વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે

Kargil Vijay Diwas is symbol of fearless determination & exceptional valour of our Armed Forces. I salute the soldiers who fought the enemy and laid down their life to defend Bharat Mata. The nation is forever grateful to them and their families.

— President of India (@rashtrapatibhvn) July 26, 2020

ત્રણ સેનાના પ્રમુખોએ શહીદોને સલામી આપી ભારતીય સેનાના ત્રણેય સેનાના પ્રમુખોએ પણ કારગિલના શહીદોને સલામી આપી હતી. નવી દિલ્હીના વોર મેમોરિયલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેનાના પ્રમમુખ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ ફુલ અર્પણ કર્યા. તેમની સાથે જ કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક પણ હાજર રહ્યા હતા.નવી દિલ્હીમાં વોર મેમોરિયલ પર શહીદોને સલામી આપી રહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ. કારગિલ વિજય દિવસ પર આજે દેશભરમાં 1999માં કારગિલના યુદ્ધમાં ભારતને જીત અપાવનારા સૈનિકોને યાદ કર્યા