Translate to...

યુવરાજે વખાણ કરતા કહ્યું- તમે મહાન છો, ફેન્સને અપીલ કરી- 500 વિકેટ લેવી મજાક નથી, 6 સિક્સ ભૂલીને આ બોલર માટે તાળીઓ પાડો

યુવરાજે વખાણ કરતા કહ્યું- તમે મહાન છો, ફેન્સને અપીલ કરી- 500 વિકેટ લેવી મજાક નથી, 6 સિક્સ ભૂલીને આ બોલર માટે તાળીઓ પાડો




પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેવા પર ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની પ્રશંસા કરી છે. યુવીએ ટ્વીટ કરીને લખ્યું કે, જ્યારે પણ સ્ટુઅર્ટ બ્રોડ વિશે લખું છું તો લોકો તેને મેં ફટકારેલા 6 છગગા સાથે જોડીને જોવે છે. હું આજે તેમને અપીલ કરું છું કે, તેમણે આ ફાસ્ટર માટે તાળીઓ પાડવી જોઈએ. ટેસ્ટમાં 500 વિકેટ લેવી કોઈ મજાક નથી. તે માટે સખત મહેનત, સમર્પણની જરૂર છે. બ્રોડી તમે લીજેન્ડ છો.

I’m sure everytime I write something about @StuartBroad8, people relate to him getting hit for 6 sixes! Today I request all my fans to applaud what he has achieved! 500 test wickets is no joke-it takes hard work, dedication & determination. Broady you’re a legend! Hats off