યુરોપની સેફટી એજન્સીએ 32 દેશોને પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવવા કહ્યું, ઈમરાન સરકારે 34 પાયલટ્સને સસ્પેન્ડ કર્યા

યુરોપની સેફટી એજન્સીએ 32 દેશોને પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવવા કહ્યું, ઈમરાન સરકારે 34 પાયલટ્સને સસ્પેન્ડ કર્યાયુરોપીયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી(EASA)એતેના 32 સભ્યો દેશોને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે. સેફટી એજન્સીએ આ દેશોને એક લેટર લખીને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં પાયલટ્સના લાઈસન્સ સાથે જોડાયેલું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આપણે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનની એવિશન મિનિસ્ટ્રીએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના 34 પાયલટ્સને સસ્પેન્ડ કર્યા છે. તેમાં બે મહિલા પાયલટ્સ પણ સામેલ છે.

સેફ્ટી એજન્સીએ શું કહ્યું ?EASAએસભ્ય દેશોને લખેલા પત્રમાં કહ્યું તમને એ વાતની માહિતી મળી ચુકી છે કે પાકિસ્તાની પાયલટ્સ પૈકીના 40 ટકા પાસે નકલી લાઈસન્સ છે. આ લાઈસન્સ પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ જ ઈસ્યુ કર્યા હતા. આપણા માટે આ ચિંતાનો વિષય છે. આ કારણે જે પાયલટ્સની પાસે પાકિસ્તનમાંથી ઈસ્યુ થયેલું લાઈસન્સ છે, તેમની પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે. જો તમારા ત્યાં પાકિસ્તાની પાયલટ છે તો તેની માહિતી અમને આપો.

34 પાયલટ્સની નોકરી ગઈપાકિસ્તાને 34 પાયલટોના લાઈસન્સની તપાસ પુરી કર્યા બાદ તેમને સસ્પેન્ડ કર્યા છે. આ તમામના લાઈસન્સ નકલી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, નોકરીમાંથી હટાવવામાં આવેલા પાયલટ્સમાં બે મહિલા પાયલટ્સ પણ સામેલ છે. એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું- આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આપણી છાપ ખતરામાં છે.

6 દેશો પહેલા જ લગાવી ચુક્યા છે પ્રતિબંધકુવેત, ઈરાન, જોર્ડન, યુએઈ જેવા દેશ પહેલા જ પીઆઈએ અને પાકિસ્તાની પાયલટ્સ પર પ્રતિબંધ પર લગાવી ચૂક્યા છે. પછીથી વિયતનામ અને બ્રિટને પણ આ નિર્ણય લીધો છે. હવે આ લિસ્ટમાં મલેશિયા પણ સામેલ થઈ ગયું છે.

કઈ રીતે પ્રકાશમાં આવ્યું કૌભાંડ22 મેના રોજ કરાચીમાં PIA(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)નું પ્લેન ક્રેશ થયું. 25 જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજૂ થયો. એવિએશન મિનિસ્ટરે કહ્યું- અકસ્માત પાયલટની ભૂલથી થયો છે. તેઓ કોરનાની ચર્ચા કરી રહ્યાં હતા. PIAમાં 860 પાયલટ્સ છે. 262 પાયલટ્સના લાઈસન્સ નકલી હોવાનો શંક છે. આ કારણે તેમના ઉડાન ભરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.European safety agency calls on 32 countries to ban Pakistani pilots, Imran government suspends 34 pilots