Translate to...

મ્યુ. કોર્પો.ની સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી એક રૂમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર બેસાડ્યા, કોઈને ચેપ લાગશે તો જવાબદાર કોણ?




કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના કારણે રાજ્ય સરકારે હજી સ્કૂલો બંધ રાખી હોવા છતાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવીને પુસ્તકો અંગે માહિતી આપી ભણાવ્યા હતા. એક રૂમમાં બંધ બારણે વિદ્યાર્થીઓને બોલાવી ભણાવવામાં આવતા અનેક સવાલો પેદા થયા છે.

બાળકોને ચોપડીઓની માહિતી આપવા બોલાવ્યા હતા કોર્પોરેશનના સ્કૂલ બોર્ડે બાળકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા છે. આ રીતે વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભેગા કરવા માટે શું કોઇની પરવાનગી લેવાઈ હતી એ મોટો સવાલ ઉભો થયો છે. સ્કૂલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર લગધીર દેસાઈએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી વસ્તીમાં રહેતા બાળકોને નવી આવેલી ચોપડીઓ અંગે માહિતી આપવા માટે શિક્ષકે બોલાવ્યા હતા.

જવાબદાર સામે કાર્યવાહી કરાશેઃ સ્કૂલ બોર્ડના ચેરમેન સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરએ divyabhaskarને જણાવ્યું હતું કે સ્કૂલો બંધ હતી અને આવી એક શાળામાં વિદ્યાર્થીઓને બોલવાવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે લગધીર દેસાઈને તપાસ સોંપી છે. આ ઘટના અંગે જે કોઇપણ જવાબદાર વ્યક્તિ અને શિક્ષક હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.







Controversy over gathering students in a room at Gulbai Tekra's AMC school, who is responsible if someone gets infected?