Translate to...

મુંબઈ પોલીસના કારણે સેમ્યુઅલ મિરાન્ડા અને તેનો પરિવાર કોઈની પણ સાથે વાત કરતો નથી, સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો

મુંબઈ પોલીસના કારણે સેમ્યુઅલ મિરાન્ડા અને તેનો પરિવાર કોઈની પણ સાથે વાત કરતો નથી, સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો




સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રિયાએ સુશાંતના તમામ જૂના વર્કર્સને રિપ્લેસ કરીને પોતાના ઓળખીતા લોકોને સુશાંતની આસપાસ મૂકી દીધા હતા. આ વ્યક્તિઓમાં સેમ્યુઅલ મિરાન્ડા પણ સામેલ હતો. સુશાંતના હાઉસ કિપિંગ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની હાલમાં જ EDએ પૂછપરછ કરી હતી. જોકે, મિરાન્ડાએ મીડિયા સામે કોઈ વાત કરી નહોતી. આ દરમિયાન પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે મુંબઈ પોલીસે સેમ્યુઅલને આ કેસની કોઈની પણ સાથે ચર્ચા ના કરવી તેમ કહ્યું હતું.

હાલમાં જ રિપબ્લિક ટીવીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં હાઉસ મેનેજર સેમ્યુઅલના પડોશીઓએ કહ્યું હતું કે તેને તથા તેના પરિવારને પોલીસે ચૂપ રહેવાનું કહ્યું છે. સેમ્યુઅલના પડોશી નિકોલે કહ્યું હતું કે સેમ્યુઅલના કાકાએ તેને ફોન કર્યો હતો. ત્યારબાદ તેના પિતાએ કહ્યું હતું કે પોલીસે તેમને લોકો સાથે વાત કરવાની ના પાડી છે. બીજી તરફ સેમ્યુઅલના ઘરની નજીક આવેલી દુકાનના માલિકે કહ્યું હતું કે સેમ્યુઅલ તથા તેનો પરિવાર છેલ્લાં કેટલાંક દિવસથી બહાર જોવા મળ્યો નથી.

View this post on Instagram

#SushantSinghRajput house manager #SamuelMiranda snapped post being grilled by ED for 9 hours in Mumbai today #RheaChakraborty #instadaily #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on Aug 6, 2020 at 12:32pm PDT

EDએ સાત કલાક પૂછપરછ કરી ગુરુવાર (છ ઓગસ્ટ)ના રોજ EDએ સેમ્યુઅલની સાત કલાક પૂછપરછ કરી હતી. તેને રિયા તથા તેના રોકાણ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિયાની મેનેજર શ્રુતિ મોદી તથા તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે. રિયા પર મની લોન્ડરિંગનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસની પાસે સુશાંતના પૈસાનાો કંટ્રોલ હતો અને તેનો તે ખોટી રીતે ઉપયોગ કરતી હતી.







Samuel Miranda and his family don't talk to anyone because of Mumbai police, reveals in sting operation