Translate to...

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો
કોરોના વાઇરસના કારણે લોકો માનસિક રીતે વધારે હેરાન થયા છે, જ્યારે મેન્ટલ હેલ્થ સારી રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે આપણી વિચારવાની, અનુભવવાની અને કામ કરવાની તાકાતને અસર કરે છે. આ સાથે જ તેની સીધી અસર સ્ટ્રેસ, રિલેશન અને નિર્ણય લેવા પર પણ પડે છે.

કોરોનાકાળમાં પહેલેથી માનસિક રીતે બીમાર લોકોને વધારે મુશ્કેલી પડી રહી છે. આવા લોકોએ તેમની સારવાર ચાલુ રાખવી જોઈએ અને તેમના લક્ષણો મોનિટર કરવા જોઈએ. માનસિક મુશ્કેલીઓ જેવી કે ડિપ્રેશન, અસ્વસ્થતા અથવા ગભરાટ, બાય-પોલર ડિસોર્ડર વગેરે વ્યક્તિની કાર્યકારી ક્ષમતાઓને અસર કરે છે. આ સમસ્યાઓ ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાની હોઈ શકે છે.

સ્ટ્રેસથી બચવાની કેટલીક હેલ્ધી રીતો

1. કોવિડ 19 અંગે સાવધ રહોરોગ વિશે શક્ય તેટલી માહિતી રાખો. જો તમને લાગે કે તમે બીમાર છો તો કોઈપણ સારવાર શરૂ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. એક્સપર્ટ્સના મતે, દિવસભર આવતા કોરોના વાઇરસ અંગેના સમાચારો જોવાનું ટાળો. આખો દિવસ તેની સાથે જોડાયેલા સમાચારો જોવાને બદલે ફક્ત રોગચાળાને લગતા સમાચારોની અપડેટ રાખો. આખો દિવસ કેટલા સમાચાર જોવા તેની મર્યાદા નક્કી કરી દો.

2. ઇમોશનલ હેલ્થનું ધ્યાન રાખોમાનસિક રીતે મજબૂત હોવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ હો તો પછી તમે વસ્તુઓને વધુ સારી રીતે સમજી શકશો અને નિર્ણય લઈ શકશો. પરિવાર માટે ઇમોશનલ હેલ્થ જાળવવી પણ એટલી જ જરૂરી છે. આને કારણે તમે તમારી અને પરિવારની જરૂરિયાતો અને સલામતી પર ધ્યાન આપી શકશો. તેથી, તમારી ઇમોશનલ હેલ્થનું ધ્યાન રાખો.

3. શરીરનું ધ્યાન રાખોમનની સાથે શરીરની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને અત્યારના સમયમાં લોકો ઘરમાં પહેલા કરતાં વધારે સમય વિતાવે છે ત્યારે વધારે જમી લીધા પછી અને આરામ કર્યા પછી કસરત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ફિટનેસ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, સતત વર્કઆઉટ કર્યાં પછી પણ તમારા શરીરમાં આળસ પેદા થવા માટે 24 કલાક પૂરતા હોય છે. આવી સ્થિતિમાં ઘરની અંદર રહીને જ ઊંડો શ્વાસ, સ્ટ્રેચિંગ અને ધ્યાન કરો. સ્વસ્થ અને હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લો અને નિયમિત કસરત કરો. આ ઉપરાંત, પૂરતી ઊંઘ લો અને વધુ પડતો નશો કરવાનું ટાળો.

4. પોતાની જાતને ખુશ રાખોલાંબા સમયથી ઘરમાં રહેતા લોકો પાસે કરવા માટે કોઈ એક્ટિવિટી નથી રહી. આવી સ્થિતિમાં જે લોકો લાંબા સમયથી એકસમાન રૂટિનનું પાલન કરી રહ્યા છે તેઓ માનસિક રીતે પોતાની જાતને ફસાઈ ગયેલા અનુભવે છે. આવી સ્થિતિમાં ઘરે જ રહીને કંઇક નવું કરવાનું વિચારો. એવા કામ કરો જે તમને ખુશ રાખે. નાની-નાની વસ્તુઓને ફેમિલી એક્ટિવિટીઝમાં ફેરવી નાખો અને તેમાં બાળકોનો સમાવેશ કરો.

5. અન્ય લોકોને મળો

માનવી એક સામાજિક પ્રાણી છે અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે લોકોને મળવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે કોરોના વાઇરસે સૌથી વધારે નુકસાન સોશિયલ બિહેવિયરને પહોંચાડ્યું છે. ડર અથવા સલામતીને કારણે લોકો એક બીજાને ખુલ્લેઆમ મળી શકતા નથી. આ સમય દરમિયાન તમે ટેક્નોલોજીની મદદ લઈ શકો છો.વીડિયો કોલ્સ દ્વારા લોકો સાથે સંપર્કમાં રહો. જો પરિવારમાં વડીલો હોય અને તમારાથી દૂર રહેતા હોય તો વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરો. એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, ફોન પર વાતચીત અને ચહેરો જોઇને વાત કરવામાં ફરક છે. ટેક્નોલોજીનો ઉપયોગ ક્રિએટિવલી કરો.

6. આત્મહત્યાના કેસોમાં વધારો

જીવનના અનુભવો વ્યક્તિના આત્મહત્યા કરવાના જોખમને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જે લોકો હિંસા, ચાઇલ્ડ અબ્યુઝિંગ અથવા બુલિંગ વગેરેમાંથી પસાર થઈ ચૂક્યા હોય તેમનામાં આત્મહત્યા કરવાનું જોખમ વધારે છે. આ સિવાય એકલતા, ડિપ્રેશન, ચિંતા અને અન્ય ઇમોશનલ સ્ટ્રેસ અથવા આર્થિક સમસ્યાઓ પણ આત્મહત્યાનું જોખમ વધારે છે. રોગચાળા દરમિયાન લોકો આ પ્રકારની અનુભૂતિ વધુ કરે છે.જો કે, આત્મહત્યાથી બચવાના માટેના ઘણા રસ્તાઓ છે. કુટુંબ અને સમાજનો સપોર્ટ, તેમની સાથે જોડાયેલા હોવાની લાગણી અને થેરપી આત્મહત્યાના વિચારને ઘટાડવામાં મદદ કરી શકે છે.

7. કોવિડ-19 અને ભોજન

સ્ટ્રેસથી બચવા માટે તમારા શરીરની સંભાળ સારા પોષણ સાથે કરો. ડાયટ્રી સપ્લિમેન્ટ્સ કોવિડ-19ની સારવાર અથવા અટકાવવા માટે નથી. વિટામિન C, D અને ઝીંક જેવાં કેટલાક વિટામિન્સ અને મિનરલ્સની અસર ઇમ્યૂન સિસ્ટમની કામ કરવાની રીત પર પડી શકે છે.આ પોષક તત્ત્વો મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો ખોરાક છે. તમને ફળો અને શાકભાજીમાંથી વિટામિન C, ઓછી ચરબીવાળું દૂધ, સીફૂડ અને ઝીંક સીફૂડ, બદામ અને બીજમાંથી વિટામિન ડી મેળવી શકાય છે. જો તમે વિટામિન અને ડાયટ્રી સપ્લિમેન્ટ્સ લેવાનું વિચારી રહ્યા હો તો પ્રથમ ફાર્માસિસ્ટ, ડાયટિશિયન અને અન્ય હેલ્થ કેર એક્સપર્ટ્સની સલાહ લો. આ સાવચેતી ત્યારે વધારે રાખો જ્યારે ખાસ કરીને જ્યારે તમે તેને અન્ય ખોરાક અથવા દવાઓ સાથે લઈ રહ્યા છો.

Do things for mental health that keep you happy, cope with quarantine stress by communicating and exercising