દેશમાં હાલ બે વાત પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાફેલની અને છેલ્લા પાંચ મહિનાથી કોરોનાની. એકનો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે છે તો બીજાનો સંબંધ દેશની સુરક્ષા સાથે. જોકે શું તમે એ બાબતથી માહિતગાર છો કે છેલ્લા પાંચ વર્ષમાં સરકાર તેમના દરેક નાગરિકના સ્વાસ્થ્ય પર કરવામાં આવનાર ખર્ચને કેટલો વધાર્યો છે.
હાલ સરકાર કેટલો ખર્ચ કરે છે. મિલેટ્રી પર આપણે પ્રતિ વ્યક્તિના હિસાબથી કેટલો ખર્ચ કરી રહ્યાં છે. અને વિશ્વના દેશોની સરખામણીએ આપણે ક્યાં છીએ ? પાકિસ્તાન-ચીન જેવા આપણા પાડોશીઓની સરખામણીએ આપણે ક્યાં છીએ ? આ રિપોર્ટમાં આપણે આ સવાલોના જવાબ આપીશું.
ભારતમાં દર વર્ષે સ્વાસ્થ્ય અને મિલેટ્રી પર ખર્ચના ટ્રેન્ડને જોવામાં આવે તો મિલેટ્રી પર ખર્ચ, સ્વાસ્થ્યના ખર્ચથી 8થી 10 ગણો છે. 2015-16માં મિલેટ્રી પર ખર્ચ 2 લાખ 85 હજાર કરોડથી વધીને લગભગ 2 લાખ 94 હજાર કરોડ થયો છે. જ્યારે સ્વાસ્થ્ય પર ખર્ચ 35 હજાર કરોડથી ઘટીને લગભગ 30 હજાર કરોડ થયો છે.
મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળના પાંચ વર્ષમાં, સ્વાસ્થ્ય પર 2 લાખ 3 હજાર 535 કરોડ રૂપિયા અને મિલેટ્રી પર 16 લાખ 8 હજાર 844 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
અમેરિકા દરેક નાગરિકના આરોગ્ય માટે મિલેટ્રી કરતા 4 ગણો વધુ ખર્ચ કરે છે અમેરિકા વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ છે. તેનો કેપિટા મિલિટ્રી એક્સપેન્ડેચર એક લાખ 55 હજાર રૂપિયાથી વધુ છે. તેઓ પોતાના દરેક નાગરિકના સ્વાસ્થ્ય પર છ લાખ 73 હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. તે વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકા પછી નોર્વે, જર્મની અને સ્વિત્ઝરલેન્ડ તેના નાગરિકોના આરોગ્ય પર સૌથી વધુ ખર્ચ કરે છે.
ઈઝરાયલનો પર કેપિટા મિલેટ્રી ખર્ચ સૌથી વધુ, અમેરિકા વધુ વસ્તીના કારણે વધુ ખર્ચ કરવા છતાં બીજા નંબરે પ્રતિ વ્યક્તિની રીતે જોઈએ તો જે દેશ મિલેટ્રી પર સૌથી વધુ ખર્ચ કરે છે, તેમાં ઈઝરાયલ ટોપ પર છે. ઈઝરાયલનો પર કેપિટા મિલેટ્રી ખર્ચ પર કેપિટા હેલ્થ ખર્ચથી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ ડિફેન્સ બજેટ અમેરિકાનું છે. જોકે તેની વસ્તી ઈઝરાયલ કરતા વધુ હોવાના કારણે પર કેપિટા મિલેટ્રી ખર્ચ ઈઝરાયલથી વધુ છે.
પર કેપિટા હેલ્થ અને મિલેટ્રી ખર્ચના ટોપ-10માં દસ દેશ કોમન દેશના દરેક નાગરિક પર સૌથી વધુ ખર્ચ કરનારા અને પર કેપિટા મિલેટ્રી ખર્ચવાળા ટોપ 10 દેશોના લિસ્ટમાં 6 દેશ કોમન છે. આ દેશ છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નોર્વે, ડેનમાર્ક, ફ્રાન્સ અને નેધરલેન્ડ છે. ઈઝરાયલ, સાઉથ કોરિયા, યુકે અને ફિનલેન્ડ પ્રતિ વ્યક્તિ મિલેટ્રી ખર્ચમાં વિશ્વના ટોપ-10 દેશમાં છે.
ફિનલેન્ડ તેના દરેક નાગરિકના આરોગ્ય પર મિલિટ્રી ખર્ચ કરતા લગભગ 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. યુકે લગભગ એક લાખ 94 હજાર અને સાઉથ કોરિયા લગભગ 75 હજાર રૂપિયા વધુ ખર્ચે છે.
ભારત તેની GDPના 1.28 ટકા આરોગ્ય પર ખર્ચે છે. આપણે વિશ્વમાં આરોગ્ય પર ખર્ચ કરવાના મામલામાં 170માં નંબરે છે.
ભારત તેની GDPના 2.4 ટકા મિલેટ્રી પર ખર્ચ કરે છે. તેમ છતાં પણ આપણે વિશ્વના ચૌથા સૌથી મોટા મિલેટ્રી પાવર છે. આપણાથી આગળ અમેરિકા, રશિયા અને ચીન છે. પર કેપિટા GDP પ્રમાણે સૌથી વધુ ખર્ચ કરનાર ઈઝરાયલ વિશ્વનું 18મું સૌથી મોટું મિલેટ્રી પાવર છે.
GDPની રીતે મિલેટ્રી પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોમાં સાઉદી અરબ છે. તે તેની GDPના 8.8 ટકા મિલેટ્રી પર ખર્ચ કરે છે. ઓમાન તેની GDPના 8.2 ટકા, અલ્જીરિયા GDPના 5.3 ટકા મિલેટ્રી પર ખર્ચ કરે છે.
How much did spending on health and the military increase during the Modi regime? Which country spends the most on this and where are we compared?