હાલ કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો પોતાના ઇષ્ટદેવના મંદિરની અંદર જઇને દર્શન કરી શકતાં નથી. આવી સ્થિતિમાં મંદિરની બહાર જ શિખર દર્શન કરવાથી પણ પુણ્ય લાભ મળી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે શિખરને પણ પ્રતિમા સમાન પુણ્ય આપનાર માનવામાં આવે છે.
શિખર દર્શનમ્ પાપ નાશમ્- પં. શર્માના જણાવ્યાં પ્રમાણે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિખર દર્શનમ્ પાપ નાશમ્. એટલે કોઇપણ મંદિરના શિખર દર્શન કરવા માત્રથી જ પાપનો નાશ થાય છે.
શિખરના દર્શન કરતી સમયે મંત્રનો જાપ કરોઃ- મંદિરના શિખર દર્શન કરતી સમયે તમારા ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો જોઇએ. શિવજીના મંત્ર ૐ નમઃ શિવાય, વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય, દેવી મંત્ર દું દુર્ગાયૈ નમઃ અથવા શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામનો જાપ કરી શકો છો. આ પ્રકારે શિખર જોઇને ધ્યાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.
શિખર દર્શન કર્યા પછી દાન કરવું જોઇએઃ- શિખર દર્શન અને મંત્ર જાપ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ધનનું દાન કરવું જોઇએ. પોતાના સામર્થ્ય પ્રમાણે કોઇ ગૌશાળામાં અથવા કોઇ મંદિરમાં પણ દાન કરી શકાય છે.
If you can't go inside the temple, you can get merit by doing Shikhar Darshan from outside, chant this mantra while doing Darshan.