Translate to...

મોદીનો સિંહનાદ, કહ્યું- અમે ભારતના લોકો વાંસળીધારી કૃષ્ણને પૂજીએ છીએ, પરંતુ સુદર્શન ચક્રધારી કૃષ્ણ પણ અમારા આદર્શ છે

મોદીનો સિંહનાદ, કહ્યું- અમે ભારતના લોકો વાંસળીધારી કૃષ્ણને પૂજીએ છીએ, પરંતુ સુદર્શન ચક્રધારી કૃષ્ણ પણ અમારા આદર્શ છે
મોદી લદાખમાં અગ્રીમ સૈન્ય ચોકી નીમૂ પહોંચ્યા હતા, આ સ્થાન ગલવાન ખીણથી 150 કિમી દૂર છે. આ અગાઉ 1971માં ઈન્દિરા ગાંધી લદાખ ગયા હતા. ચીન સાથે એલએસી પર તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અચાનક લદાખ પહોંચી ગયા. 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂમાં ટોચનાં સૈન્ય ઠેકાણે સેના, આઈટીબીપી અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ગલવાન ખીણમાં 15 જૂને ચીનના સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાને ગલવાન અથડામણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભારતીય સેનાએ ત્યાં પરાક્રમની પરાકાષ્ઠા બતાવી. સેનાએ તેની વીરતાથી સમગ્ર દુનિયાને ભારતની તાકાતનો સંદેશ આપ્યો. વડાપ્રધાને ચીનને પણ નામ લીધા વિના ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્તારવાદનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. આ વિકાસવાદનો યુગ છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વિસ્તારવાદની જીદે હંમેશા માનવતા માટે ખતરો પેદા કર્યો. ચીનને ચેતવતાં તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિસ્તારવાદી તાકાતો કાં તો હારી છે કાં પીછેહઠ કરવા મજબૂર થઈ છે.

સંપૂર્ણ લદાખને ભારતનું અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે લદાખ દેશનો અરીસો છે. 130 કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું કે લેહ, લદાખથી લઈને કારગિલ અને સિયાચીન સુધી, અહીંનાં બરફનાં શિખરોથી લઈને ગલવાન ખીણની ઠંડા પાણીની ધારા પણ. દરેક શિખર, દરેક પર્વત, દરેક કણ-કણ, પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે. સવારે આશરે 09:30 વાગ્યે વડાપ્રધાન સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ નરવણે પણ લેહ પહોંચ્યા હતા.

તમને નમન કરવા આવ્યો છુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - ગલવાન ખીણમાં આર્મીએ પરાક્રમની પરાકાષ્ઠા દર્શાવી, મને તમને મળીને ઉર્જા મળે છે. વડાપ્રધાન ઘાયલ સૈનિકોને મળવા પહોંચ્યા. કહ્યું- તમને સ્પર્શીને અને જોઈને ઊર્જા મળે છે. હું તમને નમન કરવા આવ્યો છું. આપણો દેશ ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. ભારતીય જવાન એવી એવી શક્તિઓનો સામનો કરે છે કે દુનિયા જાણવા ઈચ્છે છે કે આ વીર કોણ છે, સમગ્ર વિશ્વ વીરતાનું વિશ્લેષણ કરી રહ્યું છે.

આપણે ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકીશું પણ નહીંરાષ્ટ્રકવિ રામધારી સિંહ દીનકરની પંક્તિઓ દોહરાવતા પીએમે કહ્યું કે :જિન કે સિંહનાદ સે સહમીધરતી રહી અભી તક ડોલ,કલમ, આજ ઉન કી જય બોલ.

મોદીએ કહ્યું કે ભારતના દુશ્મનોએ ભારતીય જવાનોની ફાયર એન્ડ ફ્યૂરી જોઈ છે. જવાનોની વીરતા દેશના દરેક ઘરે ગૂંજે છે. મહાન તમિલ કવિ તિરુવલ્લુવરે કહ્યું હતું કે શૌર્ય, સન્માન, મર્યાદાપૂર્ણ વ્યવહાર અને વિશ્વસનીયતા આ ચાર ગુણ કોઈ પણ દેશની સેનાના પ્રતિબિંબ હોય છે. ભારતીય સેના હંમેશા એ જ માર્ગે ચાલે છે.

માતૃભૂમિની રક્ષાની આપણી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેટલા ઊંચા છેવડાપ્રધાને કહ્યું કે ભારતના લોકો વાંસળીધારી ભગવાન કૃષ્ણની પૂજા કરે છે પણ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ પણ અમારા આદર્શ છે. અમારે ત્યાં કહેવાય છે કે વીર ભોગ્યા વસુંધરા- એટલે કે પોતાનાં શસ્ત્રોની તાકાતથી જ માતૃભૂમિની રક્ષા કરાય છે. માતૃભૂમિની રક્ષા અને સુરક્ષાની અમારી ક્ષમતા અને સંકલ્પ હિમાલય જેવા ઊંચા છે.

નિર્બળ શાંતિ નથી લાવી શકતો, તાકાત જ શાંતિ માટેની પ્રથમ શરત છે શાંતિ પ્રત્યે અમારી વચનબદ્ધતાને નબળાઈ ન સમજશો. વિકાસ માટે શાંતિ-મિત્રતાના દરેક પક્ષધર છે. નિર્બળ શાંતિ ન લાવી શકે. વીરતા શાંતિની પ્રથમ શરત છે. ભારતે નભ, જળ, સ્થળ, અંતરિક્ષમાં તાકાત વધારી છે. સરહદી વિસ્તારોમાં ખર્ચ ત્રણગણો વધાર્યો. દુનિયાએ ભારતના પરાક્રમ અને શાંતિ બંને પ્રયાસો જોયા છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લેહ-લદાખથી લઈ કારગિલ અને સિયાચીન સુધી, અહીંના બર્ફીલા શિખરથી લઈ ગલવાન ખીણ સુધી ઠંડા પાણીની ધારા સુધી. દરેક શિખર, દરેક પહાડ, દરેક પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરી રહ્યા છે.’

રાહુલે કહ્યું- કોઈ તો જુઠ્ઠું બોલે છે…રાહુલ ગાંધીએ શુક્રવારે ફરી વડાપ્રધાન મોદી સામે નિશાન તાક્યું. રાહુલે ટિ્વટ કરી કે લદાખના લોકો કહે છે કે ચીને અમારી જમીન પર કબજો કર્યો છે. વડાપ્રધાન કહે છે કે કોઈએ અમારી જમીન કબજે નથી કરી. કોઈ તો જુઠ્ઠું બોલે છે.PM Modi's said- We Indians worship Krishna with flute, but Sudarshan Chakradhari Krishna is also our role model