Translate to...

મોદીના મંત્રી સામે રાજદ્રોહનો કેસ, સરકાર તોડી પાડવાના ટેપકાંડમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શેખાવત સામે FIR, પોલીસ હરિયાણા પહોંચી

મોદીના મંત્રી સામે રાજદ્રોહનો કેસ, સરકાર તોડી પાડવાના ટેપકાંડમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શેખાવત સામે FIR, પોલીસ હરિયાણા પહોંચીરાજસ્થાનમાં સરકારને તોડી પાડવાના ષડયંત્રમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણ સંબંધિત ઓડિયો બહાર આવ્યા પછી શુક્રવારે પાંચ મોટી ઘટના બની. પ્રથમ- પોલીસે ઓડિયોની વાતચીતના આધારે ગજેન્દ્રસિંહ, દલાલ સંજય જૈન અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. એફઆરઆઈમાં ગજેન્દ્રસિંહનું નામ પણ છે. આ ગજેન્દ્ર કોણ છે તે સ્પષ્ટ નથી. કોંગ્રેસનો દાવો છે કે ઓડિયોમાં અવાજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો છે.

બીજીબાજુ ગજેન્દ્રએ કહ્યું છે કે ઓડિયો નકલી છે. બીજું- કોંગ્રેસે ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહ અને ભંવરલાલ શર્માને સસ્પેન્ડ કર્યા છે. ત્રીજું- દલાલ સંજય જૈનની ધરપકડ કરાઈ છે. ચોથું- એસઓજીની ટીમ હરિયાણાના માનેસરમાં રોકાયેલા પાઈલટ જૂથના ધારાસભ્યોની પૂછપરછ માટે પહોંચી પરંતુ હરિયાણા પોલીસે તેમને અંદર આવવા દીધા નહીં. દોઢ કલાક પછી પ્રવેશ મળ્યો ત્યાં સુધીમાં વિધાયક ગાયબ થઈ ગયા હતા. પાંચમું - હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષ તરફથી સચિન પાઈલટ અને 18 ધારાસભ્યોને આપેલી નોટિસ પર મંગળવાર સુધી રોક લગાવી છે.

હરિયાણા પોલીસના રક્ષણ હેઠળ રાજસ્થાનના ધારાસભ્યહરિયાણાના માનેસરમાં પાઈલટ જૂથના ધારાસભ્ય રોકાયા છે. રાજસ્થાન પોલીસની એસઓજી ટીમ જેવી ત્યાં પહોંચી કે તરત હરિયાણા પોલીસે તેમને રોકી દીધા હતા. લગભગ દોઢ કલાક પછી પ્રવેશ મળ્યો પણ ત્યાં સુધીમાં ધારાસભ્યો ગાયબ થઈ ગયા હતા. એસઓજી કહ્યું છે કે આ મામલે અનેક પુરાવાઓ એકઠા કરાયા છે. ટીમ કોર્ટમાં ધારાસભ્યોના વૉઈસ સેમ્પલ માટે પણ અપીલ કરી શકે છે.

કોંગ્રેસે કહ્યું- કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરો, સચિન પાઈલટ સામે આવેપાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તે(ભાજપ) 25-35 કરોડ રૂપિયામાં ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અત્યાર સુધી જે ટેપ સામે આવી છે, હજુ વધુ આવી શકે છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ સરકારને ઊથલાવવા અને ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવે. આ મામલે સચિન પાઈલટ હાજર થાય અને ભાજપને કોંગ્રેસી ધારાસભ્યોનું લિસ્ટ આપવા અંગે સ્પષ્ટતા કરે.

પાઈલટ-ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ પર 21 જુલાઈ સુધી રોકવિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી તરફથી બળવાખોર સચિન પાઈલટ સહિત 19 ધારાસભ્યોને અપાયેલી અયોગ્યતાની નોટિસ મુદ્દે હાઈકોર્ટે સુનાવણી કરી. કોર્ટે આદેશ આપ્યો કે નોટિસ પર 21 જુલાઈ સુધી કાર્યવાહી કરવી નહીં. આગામી સુનાવણી 20 જુલાઈએ થશે. બળવાખોર ધારાસભ્યો તરફથી વકીલ હરીશ સાલ્વેએ વીસી દ્વારા લંડનથી દલીલ કરી હતી. સ્પીકર તરફથી અભિષેક મનુ સિંઘવી પણ વીસી દ્વારા હાજર થયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાનું મૌનપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ મામલે શરૂઆતથી મૌન ધારણ કરી બેઠાં છે. ઓડિયો લીક થયા બાદ પણ તેમનું મૌન યથાવત્ જ છે. ભાજપના સહયોગી પક્ષ રાલોપાના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે તેમના પર આરોપ મૂક્યો હતો કે તે ગેહલોત સરકારને બચાવી રહ્યાં છે. પાઈલટ જૂથે તેમની સામે પણ આ જ આરોપ મૂક્યો હતો.ગજેન્દ્રસિંહ શેખાવતની ફાઇલ તસવીર.