Translate to...

મોદી ગલવાનના શહીદોને યાદ કર્યા પછી ઘાયલ જવાનોને મળ્યા, કહ્યું- સમગ્ર વિશ્વ તમારી વીરતાનું એનાલિસિસ કરી રહ્યું છે

મોદી ગલવાનના શહીદોને યાદ કર્યા પછી ઘાયલ જવાનોને મળ્યા, કહ્યું- સમગ્ર વિશ્વ તમારી વીરતાનું એનાલિસિસ કરી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 9.30 વાગ્યે અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. ખરેખર તો અહીં આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જવાનું હતું, જોકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા હતા. તેઓ પહેલા લેહ ગયા હતા. ત્યાંથી લદ્દાખમાં 11 હજાર ફુટની ઉંચાઈ પર આવેલા ફોરવર્ડ લોકેશન નીમૂ પર પહોંચ્યા હતા. ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણના 18 દિવસ પછી મોદી આજે અહીંની મુલાકાતે આવ્યા હતા. મોદી ઘાયલ જવાનોને પણ મળ્યાં હતા. અહીં તેમણે કહ્યું કે તમે બધાએ ભેગા મળીને જોરદાર જવાબ આપ્યો. તમારા પરાક્રમ અને શોર્યને નમન. ભારતીયો માટે તમે એક પ્રેરણા છો. તમને જોઈને એક ઉર્જા મળે છે. તમને નમન કરવા આવ્યો છું.

હોસ્પિટલમાં મોદીએ સૈનિકોને કહ્યું- તમને સ્પર્શીને અને જોઈને નવી ઉર્જા મળે છે. હું તમને નમસ્કાર કરું છું.

સેનાની સ્ટ્રેટેજીનેસમજીનીમૂમાં વડાપ્રધાને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત પાસેથી આર્મીની સ્ટ્રેટેજીક ગોઠવણીવિશે માહિતી મેળવી હતી. પછી સેના, વાયુસેના અને આઈટીબીપીના જવાનો સાથે વાત કરી હતી. પછીથી 26 મિનિટનું સંબોધન કર્યું હતું. આ સંબોધનથી તેમણે ચીનને 5 મેસેજ આપ્યા...

1. ભારતના જવાનોનું સાહસ વિશ્વમાં કોઈનાથી ઓછું નથીમોદીએ કહ્યું આજે જે કઠિન પરિસ્થિતિમાં તમે દેશની રક્ષા કરી રહ્યાં છો, તેનો સામનો સમગ્ર વિશ્વમાં કોઈ ન કરી શકે. તમારું સાહસ એ ઉંચાઈથી પણ ઉંચુ છે, જ્યાં તમે તૈનાત છો. તમારો નિશ્ચિય તે ઘાટીથી પણ સખ્ત છે, જેને તમે રોજ પગથી માપો છો. તમારી ઈચ્છાશક્તિ આસપાસના પર્વત જેવી અટલ છે.

2. ગલવાનના શહીદોને યાદ કરીને કહ્યું- વિશ્વએ ભારતની તાકાત જોઈ લીધી છેવડાપ્રધાને કહ્યું હાલ તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે, તેનાથી સમગ્ર વિશ્વમાં એ સંદેશ ગયો છો કે ભારતની તાકાત શું છે. મારી સમક્ષ મહિલા સૈનિકોને પણ જોઈ રહ્યું છે. તેમણે પોતાના જ મુખે જવાનોની જય બોલાવી હતી. હું ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને ફરીથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

3. ફાયર એન્ડ ફ્યુરી, કૃષ્ણની વાંસળી અને ચક્રમોદીએ કહ્યું લદ્દાખનો સમગ્ર હિસ્સો ભારતનું મસ્તક છે. વિશ્વએ તમારું સાહસ જોયું છે, જાણ્યું છે. તમારા શોર્યની વાતો ઘર-ઘરે સંભળાઈ રહી છે. ભારત માતાના દુશ્મનોએ તમારી ફાયર(આગ) અને ફ્યુરી(આક્રોશ) પણ જોયો છે. આપણે વાંસળીધારી કૃષ્ણની પૂજા કરીએ છીએ. સાથે-સાથે સદર્શન ચક્રધારી કૃષ્ણને આદર્શ માનીને ચાલીએ છીએ. આ જ પ્રેરણાથી ભારત દરેક આક્રમણ પછી મજબૂત બન્યું છે.

4. ચીનની વિસ્તારવાદી નીતિ પર નિશાનમોદીએ કહ્યું વિસ્તારવાદનો યુગ પુરો થઈ ગયો છે. આ યુગ વિકાસવાદનો છે. વિકાસવાદી જ ભવિષ્યનો આધાર પણ છે. અગાઉની સદીઓમાં વિસ્તારવાદે જ માનવતાનો વિશાન કરવાનો પ્રયત્ન કર્યો. વિસ્તારવાદની જિદ જ્યારે પણ કોઈની પર સવાર થઈ, તેણે હમેશા વિશ્વ શાંતિ માટે ખતરો સર્જયો છે. સમગ્ર વિશ્વ વિસ્તારવાદની વિરુદ્ધમાં છે.

5. ભગવાન બુદ્ધનો ઉલ્લેખ કર્યો, ચીનમાં બુદ્ધ ધર્મના સૌથી વધુ અનુયાયી છેવડાપ્રધાને કહ્યું ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે કે સાહસનો સંબંધ કટિબદ્ધતા સાથે છે. સાહસ કરુણા છે. સાહસ એ છે જે આપણને નિર્ભય અને અડગ થઈને સત્યના પક્ષમાં ઉભા રહેતા શીખવાડે. સાહસ એ છે કે સત્યને સત્ય કહેવા અને કરવાની ઉર્જા આપે છે. દેશના વીર જવાનોએ ગલવાન ઘાટીમાં જે સાહસ બતાવ્યું, તે પરાક્રમની પરાકાષ્ઠા છે.

વડાપ્રધાને કહ્યું હાલ તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે, તેનાથી સમગ્ર વિશ્વમાં એ સંદેશ ગયો છો કે ભારતની તાકાત શું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં ઘાયલ સૌનિકોને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં ઘાયલ સૌનિકોને મળ્યા હતા.