Translate to...

મોદીએ વિશ્વને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત 7 ક્ષેત્રોમાં રોકાણની તક આપી, કહ્યું-ભારત વિપુલ સંભાવના સાથે ઉભરી રહેલો દેશ છે

મોદીએ વિશ્વને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત 7 ક્ષેત્રોમાં રોકાણની તક આપી, કહ્યું-ભારત વિપુલ સંભાવના સાથે ઉભરી રહેલો દેશ છે
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બુધવારે ઈન્ડિયા આઈડિયા સમિટનેસંબોધિત કર્યું. તેમણે વિશ્વને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત 7 ક્ષેત્રમાં રોકાણની તક આપતા કહ્યું કે ભારત વિપુલ સંભાવના સાથે ઉભરી રહેલો દેશ છે. આપણે સૌએ સાથે મળી ભવિષ્યને આ દિશામાં લઈ જવાનું છે. આપણા એજન્ડાના કેન્દ્રમાં ગરીબ અને જરૂરિયાતમંદો હોવા જોઈએ.

US-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા આયોજીત આ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક ઉદાર સ્થિતિને હાંસલ કરવા માટે આપણે મજબૂત ઘરેલુ ક્ષમતા વિકસાવવી પડશે. જેનો અર્થ એવો થાય છે કે ઘરઆંગણે મેન્યુફેક્ચરિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને યોગ્ય બનાવવાના પ્રયત્નો કરવામાં આવે. આ સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ વૈવિધ્યતા લાવવી પડશે.

ભારત એક ખુશહાલ અને મજબૂત વિશ્વ માટે પોતાનું યોગદાન આપી રહ્યું છે. ભારતે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યુ છે. આ માટે આપણીભાગીદારીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. છેલ્લા 6 દિવસોમાં આપણે અર્થતંત્રમાં વધારે ખુલ્લાપણુ લાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે તેમા કેટલાક સુધારાને સુનિશ્ચિત કર્યા છે જેથી પ્રતિસ્પર્ધા, પારદર્શિતા, ડિજિટલાઈઝેશન, ઈનોવેશનને ઉત્તેજન મળી શકે અને નીતિઓને હાંસલ કરી વધારે ટકાઉ બનાવી શકાય.ભારત વિવિધ તકો સાથે ઉભરી રહ્યું છે. જેમ કે તાજેતરમાં એક એવો અહેવાલ આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં પ્રથમ વખત શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ વપરાશકર્તા વધારે છે.આજે સમગ્ર વિશ્વ ભારતને લઈ એક હકારાત્મક વિચાર ધરાવે છે. ભારત એક ખુલ્લી વ્યવસ્થા ઉપરાંત તકો તથા ટેકનોલોજીનું સૌથી સારું કોમ્બિનેશન આપી રહ્યું છે.

ભારત હેલ્થકેરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે આમંત્રણ આપે છે. ભારતનું હેલ્થકેર સેક્ટર વાર્ષિક 22 ટકાથી વધારે દરથી વિકાસ પામી રહ્યું છે.કંપનીઓ મેડિકલ ટેકનોલોજી, ટેલિમેડિસિન અને ડાયગ્નોસ્ટિકના ઉત્પાદનોમાં વિશેષ પ્રગતિ કરી છે.

ભારત-અમેરિકામાં વિશ્વને આકાર આપવા માટે સક્ષમઃ વિદેશ પ્રધાનઆ અગાઉ વિદેશ પ્રધાન એસ જયશંકરે સમિટને સંબોધિત કરતા કહ્યું હતું કે અમેરિકા વિશ્વમાં બહુપક્ષીય વ્યવસ્થા સાથે કામ કરવાનું શીખી રહો છે. અગાઉની બે પેઢીમાં તે જેમની સાથે આગળ વધ્યુ છે તેમનાથી અલગ હટીને અમેરિકાએ વિચાર કરવો પડશે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકા એક સાથે કામ કરી વિશ્વને આકાર આપવા માટે સક્ષમ છે. આપણે સમુદ્રી સુરક્ષા, આતંકવાદ વિરોધી, કનેક્ટિવિટી, કોરોના, જળવાયુ પરિવર્તન સાથે કામ કરી રહ્યા છીએ. મને લાગે છે કે જરૂરી છે કે આફણે કેવી રીતે દ્વિપક્ષીય એજન્ડાને મજબૂત કરી આગળ વધી શકીએ.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું-આપણે ઉદાર વૈશ્વિક આર્થિક સ્થિતિને હાંસલ કરવા એક મજબૂત ઘરેલુ ક્ષમતા વિકસાવવાની જરૂર છે