મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું- આપણી વેક્સિન દુનિયાની સૌથી ઓછી ખર્ચાળ વેક્સિન, દેશની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી

મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું- આપણી વેક્સિન દુનિયાની સૌથી ઓછી ખર્ચાળ વેક્સિન, દેશની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવીદેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે. વડાપ્રધાન મોદી કોરોના વેક્સિનેશનની તૈયારીઓને લઈને તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 16 જાન્યુઆરીથી આપણે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહ્યા છીએ. આ આપના સૌ માટે ગૌરવની વાત છે. જે બે વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે, તે બંને મેડ ઇન ઈન્ડિયા છે. વધુ 4 વેક્સિન પ્રોસેસમાં છે. જ્યારે વધુ વેક્સિન આવશે, ત્યારે આપણી પાસે ભવિષ્યના આયોજન કરવામાં ઘણી સુવિધા હશે.'

મોદીએ કહ્યું, 'વેક્સિનેશનમાં અમારી પ્રાથમિકતા તે લોકોની છે કે જે કોરોના સાથેની લડાઈમાં જોડાયેલા છે. આ પછી સફાઇ કામદારો, લશ્કરી દળો અને પોલીસકર્મીઓ છે. આ બધાને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. ફ્રન્ટ લાઇન કામદારોની સંખ્યા 3 કરોડ છે અને તેમને વેક્સિન આપવા માટે જે ખર્ચ થશે, તે ભારત સરકાર ઉઠાવશે. 50 વર્ષથી ઉપરના બધા લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના બીમાર લોકોને પણ વેક્સિન આપવામાં આવશે.' મોદીએ કહ્યું- આપણી વેક્સિન કોસ્ટ ઇફેક્ટિવ PM મોદીએ જણાવ્યુ હતું કે 'આપણી બંને વેક્સિન વિશ્વની તમામ વેક્સિનની દ્રષ્ટિએ કોસ્ટ ઇફેક્ટિવ છે. જો આપણને સંપૂર્ણ વિદેશી વેક્સિન પર નિર્ભર રહેવું પડત તો આપ વિચારો કે કેટલી મુશ્કેલીઓ પડી હોત. વેક્સિનેશનનો ભારતનો જે અનુભવ છે, જે દૂરના વિસ્તારોમાં પહોંચાડવાની સુવિધાઓ છે, તે વેક્સિનેશન માટે જરૂરી છે.'

દેશમાં હજી વધુ ચાર કોરોના વેક્સિન પ્રક્રિયામાં મોદીએ કહ્યું, 'વધુ 4 વેક્સિન પ્રક્રિયામાં છે. જ્યારે વધુ વેક્સિન આવશે, ત્યારે આપણને ભવિષ્યની યોજના કરવામાં ઘણી સુવિધા મળશે. થોડા જ અઠવાડિયામાં વેક્સિનેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને લોજિસ્ટિક્સ સુધીની તૈયારીઓ કેન્દ્ર અને રાજ્યો સાથે વાતચીત કરીને પૂર્ણ કરવામાં આવી છે.

વેક્સિનેશન માટે કોવિન એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન બેઠકમાં મોદીએ કહ્યું કે, 'વેક્સિનેશન સૌથી મહત્વનું કામ તે લોકોને ઓળખવાનું છે જેમને વેક્સિન લેવી પડે તેમ છે. આ માટે કોવિન નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. વેક્સિનેશનનો રીઅલ-ટાઇમ ડેટા કોવિન પર અપલોડ કરવો પડશે. વેક્સિનેશન બાદ ડિજિટલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. આ તેમને બીજા ડોઝની યાદ અપાવે છે. બીજા ડોઝ પછી ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે. ભારત જે કરવાનું છે, તેને દુનિયા ફોલો કરશે.'

લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ મોદીએ કહ્યું, 'જે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે તેઓ પણ સંક્રમણને અટકાવવા માટે સાવચેતીઓનું પાલન કરે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સુનિશ્ચિત કરવું જોઈશે કે અફવાઓને કોઈ હવા ન મળે. દેશ અને દુનિયાના તોફાની તત્વો આ અભિયાનમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસ કરી શકે છે. આપણે ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રેડ ક્રોસ જેવી સંસ્થાઓને સાથે જોડવાની છે. આ વેક્સિનેશનની સાથે-સાથે અન્ય રસીકરણ અભિયાન પણ વ્યવસ્થિત ચાલતા રહે, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

વેક્સિનના બે ડોઝ હશે. તેને 28 દિવસના અંતર પર લગાવાશે કોરોના વેક્સિનના બે ડોઝ હશે. તેને 28 દિવસના અંતર પર આપવામાં આવશે.દરેકને બે ડોઝ લાગાવવા પડશે, ત્યારે જ વેક્સિનનું શેડ્યૂલ પૂર્ણ થશે. બીજો ડોઝ લગાવ્યાના બે અઠવાડિયા પછી શરીરમાં એન્ટિબોડી રચાય છે જે શરીરને કોરોનાથી સુરક્ષિત કરે છે. એન્ટિબોડી એ શરીરમાં હાજર તે પ્રોટીન છે, જે વાયરસ, બેક્ટેરિયા, ફૂગના હુમલોને અટકાવે છે.

દેશમાં 2 વેક્સિનને મંજૂરી

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલઓફ ઈન્ડિયા (DCGI)એ ઈમરજન્સી ઉપયોગ માટે બે વેક્સિનને મંજૂરી આપી છે.પ્રથમ વેક્સિન કોવીશીલ્ડ છે, જેને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મળીને બનાવી છે.ભારતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કોવીશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે.જ્યારે તેનો અડધો ડોઝ આપવામાં આવશે, ત્યારે અસરકારકતા 90% રહી. એક મહિના પછી ફૂલ ડોઝમાં અસરકારકતા 62% રહી.બંને પ્રકારના ડોઝમાં સરેરાશ અસરકરકતા 70% રહી. કોવીશીલ્ડના 5 કરોડ ડોઝ તૈયાર છેબીજી વેક્સિન કોવેક્સિન છે. તેના તબક્કા-3 ટ્રાયલનાં પરિણામો હજી સુધી આવ્યાં નથી. કોવેક્સિન ભારત બાયોટેક બનાવી રહી છે.તેના તબક્કા-2 ટ્રાયલના પરિણામો અનુસાર, કોવેક્સિનને કારણે શરીરમાં બનેલા એન્ટિબોડી 6 થી 12 મહિના સુધી ચાલશે. કોવેક્સિનના 2 કરોડ ડોઝ તૈયાર છે.

મોદીએ કહ્યું, '16 જાન્યુઆરીથી આપણે વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહ્યા છીએ. જે બે વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે, તે બંને મેડ ઇન ઈન્ડિયા છે.'