Translate to...

મોદીએ ત્યાંના PM જગન્નાથ સાથે ભારતની મદદથી તૈયાર કરાયેલા સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કર્યું

મોદીએ ત્યાંના PM જગન્નાથ સાથે ભારતની મદદથી તૈયાર કરાયેલા સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કર્યું




વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોરેશિયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જગન્નાથ પણ આ દરમિયાન હાજર રહ્યા છે. કોર્ટનું નવું બિલ્ડીંગ રાજધાની પોર્ટ લુઈસમાં બનાવવામાં આવ્યું છે. જેને તૈયાર કરવામાં ભારતે મદદ કરી છે.

#WATCH Live - Prime Minister Narendra Modi and Mauritian PM Pravind Jugnauth jointly inaugurate the new Supreme Court building of Mauritius through video conferencing. https://t.co/8JY0j2iK7c

— ANI (@ANI) July 30, 2020

મોદીએ વધુમાં શું કહ્યું વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં કહ્યું, હું મોરેશિયસ સરકારને કોરોનાના પ્રભાવી મેનેજમેન્ટ માટે શુભેચ્છા પાઠવું છું. મને ખુશી છે કે આ પ્રયાસમાં ભારત સમયસર દવાઓ સપ્લાઈ કરીને પોતાના અનુભવને શેર કરીને તમારી મદદ કરી શકશે. ભારત અને મોરેશિયસ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી કોર્ટને મહત્વના આધારસ્તંભ ગણીને તેનું સન્માન કરે છે.મોરેશિયસની કોર્ટના બિલ્ડીંગની આધુનિક ડિઝાઈન અને નિર્માણ આ જ સન્માનનું પ્રતીક છે. ભારતના સાગર સિક્યોરિટી વિઝન અને તમામ વિસ્તારોના ગ્રોથ અંગે મે સૌથી પહેલા મોરેશિયસ સાથે વાત કરી હતી, કારણ કે ભારતીય સમુદ્ર વિસ્તારમાં આપણા પ્રયાસો માટે મોરેશિયસ કેન્દ્ર છે.

2016માં ભારતે મોરેશિયસને 35.3 કરોડનું વિશેષ આર્થિક પેકેજ આપ્યું હતું. આનાથી આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગ આ તેનો જ એક ભાગ છે. અહીં 100 બેડની એક સુપર સ્પેશ્યલ હોસ્પિટલ પણ તૈયાર કરાઈ રહી છે.

મોદીએ મોરેશિયસની મેટ્રો પરિયોજનાનું પણ ઉદ્ધાટન કર્યું હતુ 2019માં મોદીએ મોરેશિયસના વડાપ્રધાન સાથે ત્યાંના મેટ્રો એક્સપ્રેસ અને એક હોસ્પિટલના પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. ભારતની મદદથી તૈયાર કરવામાં આવી રહેલી મેટ્રો પરિયોજના હેઠળ સપ્ટેમ્બર 2019માં જ 12 કિમી લાઈન બનાવી લેવાઈ હતી.







ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશયસની સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડીંગનું ઉદ્ધાટન કરી રહેલા પીએમ મોદી. મોરિશયસના વડાપ્રધાન પોર્ટ લુઈસથી કાર્યક્રમમાં જોડાયા.