Translate to...

મોદીએ ચીન અને વિશ્વને જણાવ્યું- લદ્દાખનો આ સમગ્ર વિસ્તાર ભારતનો છે, અહીં સેનાની સાથે વડાપ્રધાન પણ હાજર

મોદીએ ચીન અને વિશ્વને જણાવ્યું- લદ્દાખનો આ સમગ્ર વિસ્તાર ભારતનો છે, અહીં સેનાની સાથે વડાપ્રધાન પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચીને બધાને નવાઈ પમાડી છે. તેમનોઆ પ્રવાસને ચીન અને વિશ્વને સંદેશ આપવા માટે હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ પ્રવાસનો ડિપ્લોમેટિક અને રાજકીય હેતું શું છે ? શું ચીન સીમા પર તણાવ વધુ વધશે ? ચીન અને વિશ્વને તેનાથી શું સંદેશ મળશે ? આ સમગ્ર મામલામાં અમે વિદેશ મામલાઓના જાણકાર હર્ષ વી પંત સાથે વાતચીત કરી છે.

ડિપ્લોમેટિક પાસાઓએ વાત સ્પષ્ટ છે કે ભારત સરકાર આ સમગ્ર મામલામાં ચીનને અન્ડર સ્કોર કરી રહી છે. સરકાર એ બતાવવા માંગે છે કે આ વિવાદ ચીને પેદા કર્યો છે. આ જમીન કાલે પણ હિન્દુસ્તાનની પાસે હતી, આજે પણ છે. આપણા વડાપ્રધાન ત્યાં જઈ શકે છે.

વડાપ્રધાન મોદી પોતે ત્યાં જઈને કહી રહ્યાં છે કે ભારત તેના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરશે નહિ. તેઓ ચીનને સંદેશ આપી રહ્યાં છે કે ભારત તેની એક ઈંચ જમીન પણ છોડશે નહિ, સમગ્ર લદ્દાખ ભારતનું છે.

વિશ્વનેસંદેશવડાપ્રધાન કહી રહ્યાં છે કે ભારત સંપૂર્ણ રીતે તેની જમીન પર કબ્જો જાળવી રાખવા સક્ષમ છે. આ મેસેજ માત્ર ચીન માટે જ નથી, તે તમામ દેશો માટે છે જે આ મુદ્દા અંગે ભારતનું સ્ટેન્ડ શું છે તે જાણવા માંગે છે.

આ મુલાકાતથી વિશ્વને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે આ ભારતનો વિસ્તાર છે, ત્યાં માત્ર સેના ઉભી નથી પરંતુ ભારતના વડાપ્રધાન પણ હાજર છે.

આગળ ચીનનું વલણ શું હોઈ શકે છેચીન જ્યારે પણ અરુણાચલ પ્રદેશમાં ભારતના વડાપ્રધાન, રક્ષા મંત્રી જાય છે ત્યારે આ બાબત યોગ્ય ન હોવાનું નિવેદન બહાર પાડે છે. જોકે અત્યારેચીન એમ પણ બોલી શકતું નથી કે વડાપ્રધાન લેહ શાં માટે આવ્યા છે.

ચીન તેના માઉથપીસ મીડિયા દ્વારા એ જ કહેશે કે આ મુદ્દે ભારતમાં કેટલો ડર છે. ભારત ગભરાઈ ગયું છે. વડાપ્રધાનને પોતે જવું પડ્યું છે. જોકે ચીન કોઈ ડિપ્લોમેટિક સ્ટેન્ડની સ્થિતિમાં નથી.

ગલવાન પછી ભારતની ડિપ્લોમસીભારતે ચીનને એ વાત સ્પષ્ટ કરી છે કે તમે અમારી સીમાને ક્રોસ ન કરી શકો. તમે અમારી જમીન તરફ જોઈ પણ ન શકો. બીજી તરફ ચીન પર ખૂબ પ્રેશર છે. તેની પર ખૂબ આર્થિક પ્રતિબંધો છે. કોરોનાને લઈને વિશ્વ તેને ઘેરી રહ્યું છે. ત્યાં ઈન્ટરનલ પોલિટિક્સ પણ ચાલી રહ્યું છે.

ભારત તેની ડિપ્લોમેટિક રણનીતીમાં સફળ રહ્યું છે. ભારતે તાજેતરમાં યુનાઈટેડ નેશન્સમાં હોંગકોંગનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતની રશિયાની સાથે કાલે વાતચીત થઈ હતી, તેમાં રક્ષા ડિલ થઈ છે. અમેરિકા ખુલ્લેઆમ ભારતના પક્ષમાં બોલી રહ્યું છે.

વડાપ્રધાન મોદીની સ્ટ્રેટેજીભારત ચીનને ડિપ્લોમેટિક રીતે અલગ કરવામાં સફળ છે. છેલ્લા થોડા દિવસોથી એવી ચર્ચા છે કે વડાપ્રધાને ચીનનું એક પણ વખત નામ લીધું નથી. જોકે તેમણે ચીનનું નામ ન લઈને બધુ કર્યું છે.

આ મુદ્દાને મીડિયા અને વિપક્ષ સતત ઉઠાવી રહ્યાં છે. હાલ ભારત તરફથી ચીનને ટાર્ગેટ કરીને બધુ કરવામાં આવી રહ્યું છે. ચીનને પણ સમજાઈ ગયું છે કે ભારત તરફથી શું કરવામાં આવી રહ્યું છે. આ બધુ એક સારી રણનીતી અંતર્ગત થઈ રહ્યું છે.

વડાપ્રધાનની મુલાકાતના રાજકીય પાસાઓઆ વડાપ્રધાનની સ્ટાઈલ છે. જે અચરજ પમાડતી રહે છે, રક્ષામંત્રી તો માત્ર ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ કરી રહ્યાં છે. અહીં વડાપ્રધાનનું જવું ખૂબ જરૂરી હતું. ચીન ઉપરાંત તેમણે વિપક્ષને પણ જવાબ આપ્યો છે. તેઓ વિપક્ષને પણ કઈ રહ્યાં છે કે બધુ સમજી વિચારીને કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન લેહની મુલાકાત લે છે એ વાત સાબિત કરે છે કે આ મુદ્દો દેશ માટે કેટલો ગંભીર છે. ભારત તેના હિતો માટે ઉભું થશે. જો ચીન કદાચ એમ માની રહ્યું હોય કે ભારત પીછેહટ કરશે તો એમ થશે નહિ.

બન્ને દેશો વચ્ચે હવે આગળનો રસ્તોભારત અને ચીન પાસે લડાઈનું કારણ નથી. પરંતુ ચીન અને ભારતે જે પ્રકારે ત્યાં મિલેટ્રી ઊભી કરી છે. તેનો કોઈ શોર્ટકટ નથી. બન્ને સેનાઓ ત્યાં લાંબા સમયથી છે. બન્ને સેનાઓએ ત્યાં ઈન્ફ્રાસ્ટક્ચર ઊભુ કર્યું છે. આ વિવાદ તો શિયાળા સુધી ચાલી શકે છે.

હજુ સુધી બન્ને પક્ષોમાંથી કોઈએ કોઈ પગલું લીધું નથી. ચીને પણ કોઈ પગલા ભર્યા નથી. જેનાથી લાગે કે તણાવ ઓછો થશે. ચીન ભારતની LAC ની વાત પણ નથી માની રહ્યું. હા ભારત અને ચીન લડાઈ પણ નથી કરવા માંગતા.

ભારત ચીનને ટ્રેડના મુદ્દે દેખાડી રહ્યું છે આ એકદમ ગંભીર મામલો છે. ભારતે પુરી રીતે ટ્રેડ બંધ ન કરીને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે અમે આર્થિક નુકસાન ભોગવવાની સ્થિતિમાં છીએ.

ભારતે સીમા વિવાદનો કોઈ ઉકેલ આવવો જોઈએ નહીં તો તણાવ વધશે એવી વાત મૂકી છે. આ પહેલા એવું થતું હતું કે સીમા વિવાદ ચાલતો રહેતો હતો પણ અન્ય કામ અટકતા નહોતા. પરંતુ હવે આવું નથી.

ભારતે આ વખતે બધી જવાબદારી ચીન પર નાંખી છે. જો ચીન આપણી સાથે સંબંધ સુધારવા માંગે છે તો તેને પગલા લેવા જ પડશે. નહીં તો આનાથી ઘર્ષણ વધી જશે.

ગલવાન પછી વિશ્વમાં ભારતની સ્થિતિવિશ્વમાં ચીન હાલ એકલું છે. ભારતની આ સમસ્યા એવા સમયે આવી છે, જ્યારે ચીન અન્ય મુદ્દાઓથી ઘેરાયેલું છે. ઓસ્ટ્રેલિયાથી લઈને જાપાન, વિયતનામ, યુરોપ, અમેરિકા સુધી દરેક ચીનને જ એક સમસ્યા કહી રહ્યાં છે.

રશિયાને ચીનની ખૂબ જ જરૂરિયાત છે, તેમ છતાં રશિયાએ ભારત સાથે સ્પેશિયલ રિલેશનશીપ વધારવાની વાત કરી છે. આપણી સાથે તે મિલિટ્રી સ્ટ્રેન્થન કરવાની પણ વાત કરી રહ્યું છે. ચીનની સરખામણીમાં ગ્લોબલી ભારતની ડિપ્લોમેટિક પોઝિશન પણ ખૂબ જ મજબૂત છે.Modi told China and the world that the whole of Ladakh belongs to India, not just the army, the country's prime minister is also present.