Translate to...

મોદીએ કહ્યું- 3-4 વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરી; તેને બનાવવામાં ભેદભાવ થયો, એવી વાત ક્યાંય થઈ નથી

મોદીએ કહ્યું- 3-4 વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરી; તેને બનાવવામાં ભેદભાવ થયો, એવી વાત ક્યાંય થઈ નથી



વડાપ્રધાન મોદી આજે હાયર એજ્યુકેશન અંગે યોજાનારા કોન્ક્લેવને સંબોધી રહ્યા છે. તેમણે કહ્યું કે, 3-4 વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરી છે. તેને બનાવવામાં ભેદભાવ થયો, એવી વાત ક્યાંય થઈ નથી. કોન્ક્લેવમાં નવી એજ્યુકેશન પોલિસી અંગે ચર્ચા થશે. એ વાત પર ફોકસ કરાશે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં હાયર એજ્યુકેશન સાથે જોડાયેલા કેવા કેવા ફેરફાર કરાયા છે?

કાર્યક્રમમાં HRD મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને ઘણી યુનિવર્સિટીઝના વાઈસ ચાન્સલર પણ જોડાયા છે. ‘ટ્રાન્સફોર્મેશનલ રિફોર્મ્સ ઈન હાયર એજ્યુકેશન અંડર નેશનલ એજ્યુકેશન પોલિસી’ની થીમ વાળી આ ઈવેન્ટને UGC અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે.







Narendra Modi Speech Today | Prime Minister Narendra Modi On National Education Policy (NEP 2020) LIVE Updates