મોદી આજે બ્રિટનમાં શરૂ થનાર ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં સંબોધશે; પ્રિન્સ ચાર્લ્સ ઉપરાંત બ્રિટનના મંત્રીઓ સામેલ થશે

મોદી આજે બ્રિટનમાં શરૂ થનાર ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં સંબોધશે; પ્રિન્સ ચાર્લ્સ ઉપરાંત બ્રિટનના મંત્રીઓ સામેલ થશે



બ્રિટનમાં આજે ઈન્ડિયા ગ્લોબલ વીક 2020 શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રોગ્રામમાં વીડિયો લિંક દ્વારા સામેલ થશે. તેમનું ભાષણ સૌથી પહેલા હશે. માનવામાં આવે છે કે મોદી આ અવસરે ભારતમાં ટ્રેડ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ કરી શકે છે. મહામારી દરમિયાન ભારત સહિત વિશ્વના તમામ દેશની ઈકોનોમી ઉપર અસર પડશે. મોદીના આ ભાષણ ઉપર બધાની નજર હશે.

ભારતની ભૂમિકા મહત્વનીવિશ્વ હાલના સમયમાં કોરોના વાઈરસમાંથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યું છે. 2008 જેવી આર્થિક મંદીની આશંકા સેવાઈ રહી છે. ભારતમાં ફોરન ઈન્વેસ્ટમેન્ટની ઘણી સંભાવના છે. માનવમાં આવે છે કે મોદી પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ કરશે.

ઈન્ડિયા ઈંક ગ્રુપના CEO મનોજ લાડવાએ કહ્યું કે આ મહામારીનો સમય છે. દરેક દેશ તેમાંથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યો છે. ભારત પાસે ટેલેન્ટ પુલ છે. આપણી પાસે ગ્લોબલ અફેર્સને સારી રીતે ડીલ કરવાની લીડરશીપ પણ છે. ટેક્નોલોજીની બાબતમાં આપણે કોઈથી પાછળ નથી. મને આશા છે કે પ્રધાનમંત્રી આ મુદ્દા ઉપર જરૂર ફોકસ કરશે.

ત્રણ દિવસ સમિટ ચાલશેઈન્ડિયા ગ્લોબલ વીક સમિટ 2020 ત્રણ દિવસ ચાલશે. આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર યોજાઈ રહી છે. મોદી સરકારના ઘણા મંત્રીઓ પણ તેમા સામેલ થશે. વિદેશ મંત્રી એસ. જયશંકર, રેલવે એન્ડ કોમર્સ મંત્રી પીયુષ ગોયલ, સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરી, આઈટી મંત્રી રવિંશંકર પ્રસાદ અને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેય ભાગ લેશે.

પ્રિન્સ ચાર્લ્સ પણ સામેલ થશેબ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ ચાર્લ્સ પણ આ સમિટમાં સામેલ તશે. તે ઉપરાંત વિદેશ મંત્રી ડોમિનિક રાવ, હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલ, હેલ્થ મિનિસ્ટર મેટ હેનકોક અને ટ્રેડ મિનિસ્ટર લિઝ ટ્રુસ પણ સામેલ થશે.ભારત-બ્રિટન બિઝનેસ સંબંધોને લઈને આ સમિટ મહત્વની હશે.

બ્રિટન યુરોપીય યુનિયન અને તેના ટ્રેડ યૂનિટથી બહાર થઈ ચૂક્યું છે. ત્યાંના ટ્રેડ મિનિસ્ટર પહેલા પણ કહી ચૂક્યા છે કે ભારતનેઅમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને જાપાન સાથે જે પ્રકારના ટ્રેડ રિલેશન છે, બ્રિટન પણ એ પ્રકારના સંબંધ ઈચ્છે છે.







Modi will address India Global Week 2020 starting in the UK today; In addition to Prince Charles, British ministers will be involved