Translate to...

મોતિહારીમાં રેસ્ક્યૂ બોટમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો;પૂર્વી ચંપારણમાં 37 લોકોએ ઝાડની મદદથી બોટને ડૂબતા બચાવી

મોતિહારીમાં રેસ્ક્યૂ બોટમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો;પૂર્વી ચંપારણમાં 37 લોકોએ ઝાડની મદદથી બોટને ડૂબતા બચાવી



બિહાર પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. NDRF અને વાયુસેનાની ટીમો બચાવ કાર્યમાં જોડાયેલા છે. આ સંકટ વચ્ચે રવિવારે કેટલીક સારી માહિતી પણ સામે આવી છે. મોતિહારી જિલ્લામાં ગંડક નદીમાં NDRFની બોટમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. પૂર્વી ચંપારણ જિલ્લામાં NDRFની એક રેસ્ક્યૂ બોટ બગડી ગઈ હતી. તેના પર સવાર 37 લોકોએ ઝાડની મદદથી તેને ડૂબતા બચાવી હતી. બાદમાં તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા. મોતિહારીમાં ગર્ભવતી અને આશા વર્કરને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી હતા. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને દિકરી બન્ને તંદુરસ્ત છે. રેસ્ક્યૂ ટીમે તેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. જવાનોનું કહેવું છે કે રેસ્ક્યૂ ટીમ માસ્ક, ગ્લવ્સ તથા હેડ સેનિટાઈઝર સાથે કામ કરી રહ્યા હતા. પ્રસૂતા અગાઉ નાવમાં બે મહિલાને માસ્ક તથા હેન્ડ ગ્લવ્ઝ પહેરાવ્યા જેથી તેમને સંક્રમણના જોખમને ઓછું કરી શકાય.

મોતિહારીમાં દોઢ લાખ લોકો અસરગ્રસ્ત ગંડક અને બાગમતી નદીમાં પૂરને પગલે પૂર્વી ચંપારણ સહિત અનેક જીલ્લામાં સંકટની સ્થિતિ છે. મોતિહારીમાં પૂરથી આશરે દોઢ લાખથી વધારે લોકોને અસર થઈ છે. NDRFના જવાન લોકો સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા પ્રયત્નશીલ છે. વિવિધ રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે અને લોકોએ સવારે તથા સાંજે ભોજન આપવામાં આવી રહ્યું છે.







મહિલા અને બાળકીને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બન્ને સ્વસ્થ છે