મિત્ર માટે એક્ટરે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ‘દિલ બેચારા’ સાઈન કરી હતી

મિત્ર માટે એક્ટરે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ‘દિલ બેચારા’ સાઈન કરી હતીમુકેશ છાબરા તથા સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતાને કારણે જ સુશાંતે મુકેશની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કર્યું હતું. ‘કાઈ પો છે’માં મુકેશ છાબરાએ 800 લોકોના ઓડિશનબાદ સુશાંતને પસંદ કર્યો હતો. તે સમયેસુશાંત તથા મુકેશ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

સુશાંતને ઈમોશનલી યાદ કર્યોમુકેશની ડેબ્યૂ ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ હવે હોટસ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. સુશાંતને યાદ કરીને મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ હતો કે મને મિત્ર તરીકે સમજે અને મારા નિકટના લોકોમાંથી એક હોય તેવા કોઈ સારા એક્ટરની જરૂર મને મારી પહેલી ફિલ્મ માટે હતી. આ આખી જર્નીમાં મારી સાથે સતત સાથે હોય તેવા વ્યક્તિની જરૂર હતી. મને યાદ છે કે ઘણાં સમય પહેલાં સુશાંતે મને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું પહેલી ફિલ્મ બનાવીશ. ત્યારે તે તેમાં લીડ રોલ પ્લે કરશે. તેણે પોતાનું વચન નિભાવ્યું હતું. જ્યારે મેં ‘દિલ બેચારા’ માટે તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. અમારી વચ્ચેભાવનાત્મક સંબંધો હતાં.’

કલાકો સુધી સાથે બેસીને સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતાંમુકેશે આગળ કહ્યું હતું, ‘તે હંમેશાં સીનને સારો બનાવવામાં મારી મદદ કરતો હતો. તે મારી સાથે વાંચતો અને કોઈ પણ સમયે તેને એમ લાગે કે આ સીન હજી સારો બનાવી શકાય છે તો તરત જ મને કહેતો. અમે સાથે બેસીનેકલાકો સુધી સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતાં હતાં.’

સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મમાં સંજના સાંઘી છે. આ ફિલ્મને લઈ ચાહકો ઘણાં જ ઉત્સુક છે. જોકે, ચાહકો સુશાંતની આ ફિલ્મને થિયેટરમાં જોવા માગતા હતાં.sushant singh rajput signed 'Dil Bechara' without reading the script