સુશાંત સિંહની આત્મહત્યાના કેસને દિશા સલિયનના મૃત્યુ સાથે જોડીને ઘણા પ્રકારની અટકળો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. હવે શનિવારે દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર થયો છે.રિપોર્ટ્સ મુજબ આ વીડિયો દિશાના મૃત્યુના એક કલાક અગાઉનો છે. વીડિયોમાં દિશા તેના ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરતી દેખાઈ. આ પહેલાં દિશાની માતાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે તે તેના મૃત્યુના દિવસે તેના ફિઆન્સે સાથે એક મિત્રના ઘરે નાનકડા ગેટ ટુગેધરમાં ગઈ હતી.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો શેર કર્યાના એક કલાકમાં દિશાએ આત્મહત્યા કરી લીધી. વીડિયોમાં દિશા સાથે તેનો ફિઆન્સે રોહન પણ હતો. સોશિયલ મીડિયા પર હવે સવાલ ઊઠી રહ્યા છે કે વીડિયોમાં દિશા ઘણી ખુશ દેખાઈ છે તો તેણે આત્મહત્યા કેમ કરી?
દિશાની માતાનો આરોપ, લોકો કારણ વગર વાતનું વતેસર કરે છે ઇન્ડિયા ટુડે સાથેની વાત દરમ્યાન દિશાની માટે કહ્યું હતું કે મારી દીકરી વિશે મીડિયા અને સોશિયલ મીડિયા પર ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સત્ય તો એ છે કે આ બધી વાતો ખોટી છે અને અફવા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે દિશાના કેસને માલવાની પોલીસ હેન્ડલ કરી રહી છે અને આ કેસમાં બે વાર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. અમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને રેકોર્ડ છે. મુંબઈ પોલીસ સતત તેમનું બેસ્ટ કામ આપી રહી છે કારણકે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો હતો જેમાં એવી કોઈ વાત સામે નથી આવી જેવી અત્યારે અમને જણાવાઈ રહી છે. અમને મુંબઈ પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે.
પાર્ટી બાબતે દિશાની માતાએ આવું કહ્યું દિશાની માતાએ કહ્યું, પાર્ટીને લઈને જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે બધા ખોટા છે. દિશા અને રોહન 4 જૂને એકવાર મલાડ ગયા હતા. અમે CCTV ફૂટેજ પણ જોઈ હતી. દિશાએ મને કહ્યું હતું કે તે બીજે ક્યાંય નથી ગઈ. જ્યારે પણ મેં તેને ફોન કર્યો ત્યારે તે હંમેશાં ઘરે જ હતી. તે પહેલાં પણ તેણે કોઈ પાર્ટી નથી કરી. દિશાનો બર્થડે 26 મેએ હોય છે અને તેના ભાઈ જેવા મિત્ર ઇન્દ્રનીલનો જન્મદિવસ 25મેએ હોય છે અને તેઓ દર વર્ષે સાથે બર્થડે સેલિબ્રેટ કરે છે. પરંતુ આ વર્ષે લોકડાઉનને કારણે તે સેલિબ્રેટ ન કરી શક્યા. એટલે તેના મૃત્યુની આગલી રાત્રે તેમણે પાર્ટી કરી. એમ કહું તો પણ ચાલે કે તે પાર્ટી નહીં પણ નાનકડું ગેટ ટુગેધર હતું કારણકે ત્યાં માત્ર 6 લોકો જ હતા.
પિતાએ ઇમેજ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો તે પહેલાં દિશાના પિતા સતીશ સલિયને મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી કે તેની દીકરીની ઇમેજ ખરાબ કરવાની ટ્રાય કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેની દીકરી વિશે સોશિયલ મીડિયા પર ખોટી અને વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેનાથી તેમના પરિવારની ઇમેજ ખરાબ થઇ રહી છે. દિશાની માતાએ એ વાતોનું ખંડન કર્યું જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે દિશા તેના મૃત્યુના દિવસે પાર્ટી કરી રહી હતી અને તેનો તે જ પાર્ટીમાં રેપ થયો હતો.
પોલીસની તપાસમાં અત્યાર સુધી આ છે મૃત્યુનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિશા ઘણી ઈમોશનલ હતી અને પાર્ટી દરમ્યાન તે તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચિંતિત થઇ ગઈ અને રડવા લાગી હતી. તે દરમ્યાન તેણે તેની ફ્રેન્ડ અંકિતાને લંડન ફોન કર્યો હતો અને ત્યારબાદ તેણે બિલ્ડિંગથી છલાંગ મારી લીધી.
મુંબઈ પોલીસ ફરી આ કેસમાં એક્ટિવ થઇ સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સલિયનનું 8 જૂને મુંબઈમાં બિલ્ડિંગના 14મા માળેથી પડવાને કારણે મૃત્યુ થયું હતું. દિશાના નિધનના 57 દિવસ પછી મુંબઈ પોલીસે માહિતી એકઠી કરી. પોલીસે એક પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું હતું કે, જો કોઈ પાસે દિશાના એક્સિડેન્ટલ ડેથની જાણકારી હોય તો પોલીસને ઇન્ફોર્મ કરે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો 8 જૂને રાત્રે 11:48 વાગ્યે દિશાએ તેના ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો