Translate to...

માતા-પિતાના મૃત્યુ બાદ સગાઓએ સાથ છોડતા વામન ભાઈ-બહેન એક બીજાનો ટેકો બન્યા, આજે આત્મનિર્ભર છે

માતા-પિતાના મૃત્યુ બાદ સગાઓએ સાથ છોડતા વામન ભાઈ-બહેન એક બીજાનો ટેકો બન્યા, આજે આત્મનિર્ભર છે




આજે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. ત્યારે રાજકોટના વામન સ્વરૂપ ભાઈ-બહેનની વાત કરીએ કે જેમનો સાથ તેમના પરિવારે તો છોડી દીધો પણ ભાઈ-બહેને એકબીજાનો સાથ ન છોડ્યો. હરેશ ભાઈ અને ચંપા બેન મૂળ માણાવદરના રહેવાસી છે. 7-8 વર્ષ પહેલા આ ભાઈ-બહેન માતા-પિતા વિહોણા બનતા સગા-સંબંધીઓએ તેઓનો સાથ છોડી દીધો. પણ આ ભાઈ-બહેને એક બીજાનો સાથ ન છોડ્યો અને તેઓ રાજકોટમાં આવેલ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકાળાય ગયાં અને આજે તેઓ આત્મનિર્ભર છે. ત્યારે આ ભાઈ બહેને આજે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

ભાઈ- બહેનના ખાતામાં 6 લાખથી વધુની રકમ પણ જમા થઈ ગઈ છે હરેશભાઈ અને ચંપાબેન છેલ્લા 6 વર્ષથી આ ટ્રસ્ટ સાથે કામ કરે છે. આ બંને ભાઈ બહેનના બેંક ખાતામાં 6 લાખથી વધુ રૂપિયાની રકમ પણ જમા થઈ છે. ચંપાબેન અને હરેશભાઈનું ઘર તેમજ ઓફિસ એટલે રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ. આ ભાઈ બહેનનું કહેવું છે કે અમે અમારા અંતિમ શ્વાસ સુધી બોલબાલા ટ્રસ્ટમાં કામ કરીશુ અન છેલ્લા શ્વાસ પણ આ આંગણે જ છોડીશું







rakshabandhan special brother and sister are self-reliant