Translate to...

માણા ગામમાં 5000 વર્ષ જૂની વ્યાસ ગુફા, કેદારનાથ દુર્ઘટના પછી આ વર્ષે પણ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી, પીઢીઓથી એક જ પરિવાર પૂજા કરી રહ્યો છે

માણા ગામમાં 5000 વર્ષ જૂની વ્યાસ ગુફા, કેદારનાથ દુર્ઘટના પછી આ વર્ષે પણ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી, પીઢીઓથી એક જ પરિવાર પૂજા કરી રહ્યો છે
આજે ગુરુ પૂર્ણિમા છે. 18 પુરાણ અને મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો, એટલે જ આ દિવસને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામથી લગભગ 4 કિલોમીટર દૂર માણા ગામ છે. આ ભારતનુ સૌથી છેલ્લું ગામ છે. ચીન બોર્ડર અહીંથી થોડાં કિમી જ દૂર છે. માણા ગામમાં લગભગ 5000 વર્ષ જૂની વ્યાસ ગુફા છે, જ્યાં વેદ વ્યાસ રહે છે.

દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ અહીં હજારો ભક્તો પહોંચે છે, ભવ્ય આયોજન થાય છે, પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે આ પર્વ સામાન્ય રીતે ઉજવવામાં આવશે. વ્યાસ ગુફાના પુરોહિત પં. હરીશ કોઠિયાલના જણાવ્યાં પ્રમાણે, 2013માં કેદારનાથ દુર્ઘટના બાદ પણ ઘણાં લાબા સમયગાળા સુધી અહીં ભક્ત આવી શકતાં નહોતાં. ત્યાર બાદ આ વર્ષે પણ લોકો આવ્યાં નથી.

અમારો પરિવાર પીઢીઓથી વ્યાસ ગુફામાં પૂજા કરી રહ્યો છે. અનેક દશકોમાં મંદીના આ બે જ વર્ષ જોવામાં આવ્યાં છે, જ્યારે વ્યાસ ગુફા સુધી લોકો આવી શક્યાં નથી. ગુફામાં આવતાં દાન અને માણા ગામમાં થતાં ધાર્મિક આયોજનથી જ આવક થાય છે. સરકાર તરફથી કોઇ મદદ મળતી નથી.

વ્યાસ ગુફા લગભગ 3200 મીટર (10500 ફૂટ)ની ઊંચાઈએ છે, એટલે અહીં દર્શન માટે ગરમીના દિવસોમાં (મે-જૂન) અને શ્રાદ્ધ પક્ષ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં સૌથી વધારે ભક્તો પહોંચે છે. મોટાભાગનો સમય અહીં બરફ જામેલો હોય છે. હાલ કોરોનાના કારણે ગરમીની સિઝનમાં શ્રદ્ધાળુઓ આવી શક્યાં નથી, છતાંય ભગવાનની કૃપા છે કે, અમારે કોઇપણ વસ્તુની ખામીનો સામનો કરવો પડ્યો નથી.

પરિવારના અનેક લોકો વિવિધ શહેરોમાં નોકરી કરી રહ્યા છે. ચીનની બોર્ડર અહીંથી વધારે દૂર નથી અને હાલ ચીન ભારત માટે પરેશાનીઓ વધારવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ અહીં સ્થિતિ નિયંત્રણમાં છે.

વેદ વ્યાસની ગુફાનો ઇતિહાસ 5000 વર્ષથી વધારે જૂનો છે. આ સ્થાને વેદ વ્યાસે મહાભારત કહી હતી અને ગણેશજીએ લખી હતી

ભાસ્કર નોલેજ

વેદોને 4 ભાગમાં વહેચ્યાં, 18 પુરાણોની રચના કરીઃ-વેદ વ્યાસને ભગવાન વિષ્ણુનો જ અંશ માનવામાં આવે છે. પહેલાં માત્ર એક વેદ હતો. ત્યાર બાદ આ ગુફામાં વેદ વ્યાસે વેદને ચાર ભાગમાં વિભાજિત કર્યાં. બધા 18 પુરાણોની રચના કરી. મહાભારતની રચના કરી. નારજીની પ્રેરણાથી વેદ વ્યાસે ભાગવત ગીતાની રચના પણ કરી હતી. આ જ કારણે તેમને ગુરુનું પદ પ્રાપ્ત છે અને તેમનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે.

ગુફા બહાર ચટ્ટાનો ઉપર પુસ્તકોના પાના જેવી આકૃતિ જોવા મળે છે, જેને વ્યાસ પોથી કહેવામાં આવે છે. કળિયુગની શરૂઆતમાં વ્યાસ દ્વારા લખવામાં આવેલ ભોજપત્ર પત્થર સ્વરૂપમાં અહીં અવતરિત થયાં છે.

ગુફાનો ઇતિહાસ 5300 વર્ષથી વધારે જૂનો છેઃ-સ્કંદ પુરાણમાં વ્યાસ ગુફા અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ગુફામાં વેદ વ્યાસની પ્રતિમા છે. ગુફા પાસે નર-નારાયણ પર્વત છે. આ જ પર્વતોની નીચે બદ્રીનાથ ધામ પણ છે. આ સંપૂર્ણ ક્ષેત્ર બદ્રીકાશ્રમ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, બદ્રીકાશ્રમ જેવું પૂજ્ય અને પવિત્ર સ્થાન ક્યારેય હતું નહીં અને ક્યારેય હશે પણ નહીં. મહાભારતના સમયે આ ક્ષેત્રમાં પાંડવ પણ રહ્યાં હતાં. આ ક્ષેત્રમાં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ પણ છે.

વ્યાસજીએ જ ગાંધારીને સો પુત્ર થવાનું વરદાન આપ્યું હતું

વેદ વ્યાસ ઋષિ પારાશર અને સત્યવતીના સંતાન છેઃ-વેદ વ્યાસ અષ્ટચિરંજીવિઓમાંથી એક છે એટલે તેઓ હંમેશાં અમર રહેશે. તેમના પિતા ઋષિ પારાશર અને માતા સત્યવતી હતાં. પહેલાં તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન હતું, કેમ કે, તેઓ શ્યામ વર્ણ હતાં અને તેમનો જન્મ એક ટાપુ ઉપર થયો હતો. ત્યાર બાદ જ્યારે તેમણે વેદોનું વિભાજન કર્યું, ત્યારે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું.

સત્યવતીના લગ્ન મહારાજ શાંતનું સાથે થયાં હતાં. શાંતનુના પુત્ર ભીષ્મ હતાં. ભીષ્મએ વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય રાજા બનશે નહીં. સત્યવતીના પુત્ર વિચિત્રવીર્ય અને ચિત્રાંગતનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારે સત્યવતીના કહેવાથી તેમની પત્નીઓ અને એક દાસી ઉપર વેદ વ્યાસની કૃપાથી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો.

વ્યાસ ગુફા પાસે ભારતની છેલ્લી ચાની દુકાન છે. દુકાનના સંચાલક ચંદ્ર સિંહ બડવાલના જણાવ્યાં પ્રમાણે, વ્યાસ ગુફામાં આવતાં ભક્તો અને અનેકવાર ભારતીય સેનાના જવાન પણ અમારી દુકાનમાં ચા પીવે છે. આ દુકાન લગભગ 30 વર્ષથી છે.

5000 year old Vyas cave in Mana village, after the Kedarnath tragedy this year also the number of devotees here is equal to the same family has been worshiping for generations