Translate to...

મીઠાઈ ખવડાવવાથી કે તિલક કરવાથી કોરોનાનું જોખમ નથી, રાખડી બાંધતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો

મીઠાઈ ખવડાવવાથી કે તિલક કરવાથી કોરોનાનું જોખમ નથી, રાખડી બાંધતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો
કોરોના ટાઈમમાં પ્રથમવાર ભાઈ-બહેન રક્ષાબંધન ઉજવી રહ્યા છે. કોરોનાને લીધે તહેવારમાં સાવધાનીઓ રાખવી પણ જરૂરી છે. હેલ્થ નિષ્ણાતો ભાઈઓ અને બહેનોને મીઠાઈ ખવડાવવાથી, તિલક કરવા અને રાખડી બાંધવા જેવી પરંપરા કરવામાં સાવચેત રહેવાની સલાહ આપે છે.

લખનૌ સ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના હેડ પ્રોફેસર રાજેશ કુમારના જણાવ્યા પ્રમાણે, વાઈરસથી બચવા માટે તમારે વધારે કઈ નહિ પણ હાથ ધોવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાની જરૂર છે.

રાખડી અને ફૂડ પેકેટ્સથી સાવચેત રહો સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, વાઈરસ યુક્ત સપાટીને સ્પર્શ કર્યા પછી તમે હાથ ચહેરા, નાક કે આંખને લગાવો છો તો કોવિડ 19નો શિકાર થઇ શકો છો. જો કે, આ વાઈરસ ફેલાવવાનો મુખ્ત સ્ત્રોત નથી. જો તમે ફૂડ ઓર્ડર કરો છો તો હેન્ડલિંગને લઇને સાવધાન રહો કારણકે પેકેજીંગની સપાટી પર કોરોના વાઈરસ હોઈ શકે છે.

માર્કેટમાંથી ખરીદેલા ફૂડ પેકેટ્સને આલ્કોહોલ યુક્ત સોલ્યુશન અથવા તો સાબુના પાણીથી સાફ કરો. જો આ પેકેટના સંપર્કમાં કોઈ સપાટી આવી હોય તો તેને પણ સેનિટાઈઝ કે સોલ્યુશનની મદદથી સાફ કરો.

મીઠાઈ ખવડાવવાથી કે તિલક કરવાથી વાઈરસ ફેલાતો નથી પ્રોફેસર કુમારે કહ્યું કે, મીઠાઈ પર વાઈરસ ન રહી શકે, કારણ કે વાઈરસને લિવિંગ ટીશ્યુ જેવી વસ્તુઓની જરૂર પડે છે. આ ઉપરાંત વ્યક્તિને સંક્રમિત કરવામાં પણ મોટી સંખ્યામાં વાઈરસ પાર્ટિકલ હોવા જરૂરી છે. કોરોના વાઈરસ સામાન્ય રીતે શ્વાસ દ્વારા નુકસાન પહોંચાડી શકે છે. ભાઈને તિલક કરવામાં પણ કોઈ તકલીફ નથી કારણકે હળદર અને કુમકુમ વાઈરસને સપોર્ટ કરતા નથી.

રક્ષાબંધનના દિવસે આ 5 વાતોનું ધ્યાન રાખો:

શક્ય હોય તો ઘરે જ મીઠાઈ બનાવો અને જો બહારથી મીઠાઈ લાવ્યા હોય તો તેનો ઉપયોગ કર્યા પહેલાં સેનિટાઝ કરો. ચોખ્ખી દુકાનમાંથી જ મીઠાઈ ખરીદો.બહારથી આવતી દરેક વસ્તુ જેમ કે, રાખડીનું પેકેટ, ગિફ્ટ પેકેટ, ડેકોરેશનને પણ સેનિટાઈઝ કરો. દુકાનમાંથી પરત લીધેલી નોટને પણ સેનિટાઈઝ કરો.રાખડી બાંધ્યા પહેલાં ભાઈ-બહેન હાથ-મોં વ્યવસ્થિત રીતે સાબુથી ધોઈ લો. ઘરના અન્ય સભ્યોને પણ હેન્ડવોશ કરાવો.રાખડી બાંધતી વખતે કે તિલક કરતી વખતે એકબીજાની સામે મોં ન લાવો, જેથી તમે એકબીજાના શ્વાસ અને ડ્રોપ લેટ્સના સંપર્કમાં ન આવો.જો તાવ કે શરદી જેવા લક્ષણ દેખાય તો સંબંધીઓના ઘરે ન જાઓ. જો જવું જરૂરી હોય તો ઓછો સમય રોકાવો. માસ્ક અને અંતર જાળવી રાખો.

આલિંગન કરતી વખતે ધ્યાન રાખો

રક્ષાબંધન પર ઘણી જગ્યાએ એકબીજાને આલિંગન આપવાની પરંપરા છે. જો કે, તે સુરક્ષિત તો નથી જ પરંતુ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે તેનું જોખમ ઓછું કરી શકીએ છીએ.શક્ય હોય તો આલિંગન ન કરો. ફેસ ટુ ફેસ સંપર્કથી બચો. ઉધરસ કે છીંક આવે તો સાઈડમાં જતા રહો, જેથી એકબીજાના શ્વાસ સંપર્કમાં ન આવે.જો તમે આલિંગન કરતા હોવ તો તમારું માસ્ક અન્ય વ્યક્તિના શરીર કે કપડાંના સંપર્કમાં ન આવવું જોઈએ.નિષ્ણાતો પ્રમાણે, આલિંગન જેટલા ઓછા સમય માટે કરશો તે સારું રહેશે.

ભાઈ-બહેન સાથે નથી તો ચિંતા ન કરો મહામારી દરમિયાન એવું બની શકે છે કે, કોઈ ભાઈ-બહેન બીમારી, આઈસોલેશન કે ટ્રાવેલના નિયમોને લીધે એકબીજાને મળી ન શકે, પરંતુ આ વિશે વધારે ન વિચારો. ભોપાલ સ્થિત યુનિક કાઉન્સલિંગ સર્વિસીઝના માલિક અને સાઈકોલોજિસ્ટ અર્જુન સહાયના જણાવ્યા પ્રમાણે, સંબંધોમાં એકબીજાની નજીક રહેવું જરૂરી નથી પરંતુ એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવું ઘણું મદદ કરે છે.

અર્જુને કહ્યું કે, એક વ્યક્તિની આજુબાજુ કોઈ ન હોય ત્યારે તેને સૌથી ખરાબ અનુભવ થાય છે. આપણે બીજી વ્યક્તિને વિશ્વાસ અપાવી શકીએ છીએ કે, અમે તમારી સાથે જ છીએ. જયપુરમાં કાઉન્સલિંગ સાઈકોલોજિસ્ટ અને સાઈકો થેરપિસ્ટ ડૉ. અનામિકા પાપડીવાલે કહ્યું કે, મહામારી પહેલાં પણ જો ભાઈ બહેનથી દૂર હોય તો બહેન તેને રાખડી મોકલતી હતી. આ સમયે ભાઈ બીમાર કે ક્વોરન્ટીન છે તો તેને પણ રાખડી મોકલો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણકે સાથ છે તો દરેક દિવસ તહેવાર છે ડૉ. અનામિકાએ વધુમાં કહ્યું કે,આપણે ભાઈ કે બહેનના સ્વાસ્થ્યનું ધ્યાન સૌથી પહેલા રાખવું જોઈએ, કારણકે જો તેઓ સ્વસ્થ હશે તો તહેવાર તો દરેક દિવસે ઉજવી શકાશે. તહેવારને બદલે સ્વાસ્થ્યને મહત્ત્વ આપો. માનસિક સપોર્ટ કરવા માટે તેમના સાથે જોડાયેલા રહો.Eating Sweets In Rakshabandhan Will Not Make Covid 19 Victims, Brothers Or Sisters In Isolation Can Tie A Digital Thread; Sanitize Everything You Buy