યુજવેન્દ્ર ચહલે શનિવારે ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. ધનાશ્રી ફેમસ ડાન્સર, કોરિયોગ્રાફર છે. તેની પોતાની યૂટ્યૂબ ચેનલ છે, જેને 15 લાખ લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે. ધનાશ્રીએ 23 જુલાઈના રોજ એટલેકે કે ચહલના 30મા જન્મદિવસે જ તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં ઇન્ડિયન લેગ સ્પિનર સલમાન ખાનની પિક્ચર ભારતના સોન્ગ 'સ્લો-મોશન' પર ડાન્સ કરતો જોવા મળે છે.
ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "મારે આ કહેવું પડશે કે તારી ડાન્સ ટીચરે ચોક્કસપણે તારી વિકેટ લીધી છે. તું મારો અત્યાર સુધીનો સૌથી એન્ટરટેનિંગ સ્ટુડન્ટ છો. સ્લો મોશન આપણા રાઇટ આર્મ લેગ સ્પિનર સાથે એકદમ યોગ્ય લાગે છે. હેપી બર્થ ડે." ચહલે અગાઉ ધનાશ્રીના ઓનલાઇન ડાન્સ કલાસીસમાં પણ ભાગ લીધો હતો.
View this post on InstagramI have to say that this dance teacher of yours did take your wicket