મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની માંગ સાથે દોષિત DIGને બચાવવાનો વિરોધ કરવા લોકો માર્ગો પર ઉતરી આવ્યા

મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની માંગ સાથે દોષિત DIGને બચાવવાનો વિરોધ કરવા લોકો માર્ગો પર ઉતરી આવ્યા



નેપાળમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને લઈ વિવાદ સર્જાયો છે. વર્ષ 2012માં પત્નીની હત્યા બાદ દોષિત DIGને નીચલી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી. જોકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ચોલેન્દ્ર શમશેર રાણાએ દોષિતની બાકીની સજા માફ કરી મુક્ત કરવા આદેશ કર્યો હતો. DIG રંજન કોઈરાલા મુખ્ય ન્યાયમૂર્તિના મિત્ર હોવાની વાત સામે આવી છે. હવે લોકો મુખ્ય ન્યાયમૂર્તિ પર મહાભિયોગ(Impeachment)ની માંગ કરી રહ્યા છે.

આ કેસમાં શુ ઘટના હતી આ ઘટના જાન્યુઆરી, 2012ની છે. DIG કોઈરાલા પર પત્ની ગીતાની હત્યા કરવાનો અને મૃતદેહને સળગાવી દેવાનો આરોપ હતો. પારિવારીક વિવાદને પગલે કોઈરાલાએ સરકારી બંગલામાં ગળુ દબાવીને ગીતાની હત્યા કરી હતી. મૃતદેહના ટૂકડા કરી કેટલાક કિલોમીટર દૂર મકવાનાપુરના જંગલમાં તે સળગાવી દીધા હતા.બાદમાં સળગાવેલા અંગોને એક ખાડામાં દાટી દીધા હતા.

આ ફોટો ગુરુવારનો છે. પત્નીની હત્યાના દોષિત રંજન કોઈરાલાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેને ઓછામાં ઓછા 20 વર્ષ જેલમાં રહેવાનું હતું પણ 8 વર્ષમાં મુક્ત થઈ ગયો

કેવી રીતે DIG પકડાઈ ગયા મીડિયા અહેવાલો પ્રમાણે ગીતાના પરિવારે રંજન પર ગીતાની હત્યાનો આરોપ લગાવ્યો હતો. રંજન બે વખત તે જગ્યા પર ગયા હતા કે જ્યાં તેમણે મૃતદેહના ટૂકડા કરી સળગાવ્યા હતા. તેઓ એ તપાસ કરવા ગયા હતા કે કોઈ પૂરાવા પાછળ રહી ન જાય. સ્થાનિક લોકોને રંજન પર શંકા ગઈ હતી. તેમણે રંજનને પકડીને પોલીસને સોંપી દીધા હતા.

કોર્ટમાં શુ થયું કાઠમંડુ ડિસ્ટ્રીક્ટ કોર્ટે કોઈરાલાને પત્ની ગીતાની હત્યા કેસમાં દોષિત ઠરાવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. એટલે કે તેમને 20 વર્ષની સજા થઈ હતી. વર્ષ 2018માં કાયદો બદલાયો અને આજીવન કેદનો સમય ગાળો 25 વર્ષ નક્કી કરવામાં આવ્યો. હાઈકોર્ટે પણ સજા યથાવત રાખી.

હવે શુ વિવાદ થયો છે રંજને સજા ઓછી કરવાની અપીલ દાખલ કરી હતી. ચીફ જસ્ટીફ રાણાના વડપણ હેઠળની ખંડપીઠે 29 જૂને સૌને આશ્ચર્યમાં મુકી રંજનની સજા 8 વર્ષ 6 મહિના કરી દીધી. આ સંજોગોમાં દેશમાં ચુકાદા સામે વિરોધ શરૂ થઈ ગયો. જોકે સરકાર અને ન્યાયપાલિકાએ આ વિરોધને નજર અંદાજ કરી ગુરુવારે રંજનને જેલમાંથી મુક્ત કર્યા. હવે લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે. આરોપ છે કે રંજન કોઈરાલા અને મુખ્ય ન્યાયમૂર્તિ રાણા મિત્ર છે. તેને લીધે આ હત્યાકાંડના દોષિતને મુક્ત કરવામાં આવ્યા છે.







નેપાળમાં સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયમૂર્તિનો વિરોધ થઈ રહ્યો છે