Translate to...

મુખ્યમંત્રીના હેલિકોપ્ટર સાથે જીપ અથડાવનાર રાજા માનસિંહના એન્કાઉન્ટર અંગે 35 વર્ષે ચૂકાદો આવ્યો, SP સહિત 11 પોલીસકર્મી દોષિત

મુખ્યમંત્રીના હેલિકોપ્ટર સાથે જીપ અથડાવનાર રાજા માનસિંહના એન્કાઉન્ટર અંગે 35 વર્ષે ચૂકાદો આવ્યો, SP સહિત 11 પોલીસકર્મી દોષિત
રાજસ્થાનના ચર્ચાસ્પદ રાજા માનસિંહ હત્યા કેસમાં આખરે 35 વર્ષ બાદ દોષિતોને સજા કરવામાં આવી છે. મથુરાના ડિસ્ટ્રિક્ટ જજે ડીએસપી કાનસિંહ ભાટી સહિત 11 પોલીસકર્મીઓને જન્મટીપની સજા કરીછે. 21 ફેબ્રુઆરી 1985ના રોજ ભરતપુર રાજવી પરિવાર સાથે સંકલાયેલ રાજા માનસિંહનું રાજસ્થાનના ડીગ નજીક એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. આ કેસના ભારે રાજકીય, સામાજિક પ્રત્યાઘાતો પડે તેમ હોવાથી 1990માં મથુરા ટ્રાન્સફર કરી દેવાયો હતો. ચૂકાદો આવ્યા પછી માનસિંહની દીકરી દીપા સિંહે કહ્યું હતું કે ભલે મોડો, પણ અમને ન્યાય મળ્યો છે. દોષિતોના વકીલોએ કહ્યું હતું કે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. આ કેસમાં કુલ 14 આરોપી પૈકી 3નો નિર્દોષ છૂટકારો થયો છે.

માનસિંહે મુખ્યમંત્રીના હેલિકોપ્ટર સાથે જીપ અથડાવી હતીભરતપુર વિસ્તારમાં રાજવી પરિવારના માનસિંહનો ભારે માન-મરતબો હતો. તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી એકથી વધુ વખત જીતી ચૂક્યા હતા. પરંતુ 1985માં તેમના સ્થાને તત્કાલીન મુખ્યમંત્રી શિવચરણ માથુરને કોંગ્રેસે ટિકિટ આપતાં માનસિંહે અપક્ષ ઉમેદવારી કરી હતી. રાજકીય હુંસાતુંસીમાં માથુરના સમર્થકોએ ડીગના કિલ્લા પર લાગેલો ઝંડો ઉતારીને કોંગ્રેસનો ઝંડો લગાવી દીધો હતો અને ઠેરઠેર માનસિંહના પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યા હતા. આ ઘટનાથી ઉશ્કેરાઈને માનસિંહ મુખ્યમંત્રી માથુરની સભામાં પૂરપાટ જીપ હંકારીને પહોંચ્યા હતા અને ત્યાં લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. એટલું જ નહિ, મુખ્યમંત્રીના હેલિકોપ્ટર સાથે પૂરપાટ વેગે જીપ અથડાવીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે માનસિંહ સામે કેસ દાખલ થયો હતો.

બીજે દિવસે એન્કાઉન્ટર થઈ ગયુંઆ ઘટનાના બીજા દિવસે ડિગની બજારમાંથી પસાર થઈ રહેલાં માનસિંહની જીપને ઘેરી લઈને પોલીસ કાફલાએ રોકવાનો ઈશારો કર્યો. માનસિંહે ગાડી રોકવાનો પ્રયાસ કરતાં તરત પોલીસે ફાયરિંગ કરી દીધું હતું. જેમાં રાજા માનસિંહ સહિત તેમના સાથીદારો સુમેરસિંહ અને હરિસિંહનું મોત નીપજ્યું હતું. એન્કાઉન્ટર પછી માનસિંહના જમાઈ વિજયસિંહે ડિગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો હતો. આથી તરત કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવી હતી. 1990માં કેસને રાજસ્થાનની બહાર મથુરા ટ્રાન્સફર કરી દેવાયો હતો.

રાજકીય ધ્રુવીકરણનું નિમિત્તમાનસિંહ ભરતપુર રિયાસતના રાજવી પરિવારના હોવાથી તેમની હત્યાને લીધે રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મોટાપાયે રાજકીય ધ્રુવીકરણ થવાથી રાજ્યમાં ભૈરોંસિંહ શેખાવતના વડપણ હેઠળ ભાજપની સરકાર બની હતી અને કોંગ્રેસે ક્ષત્રિય સમાજની વોટબેન્ક ગુમાવી દીધી હતી.ભરતપુરના રાજા માન સિંહનું 21 ફેબ્રુઆરી 1985માં ડીગમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું