Translate to...

મુખ્યમંત્રીના ભાઇ અગ્રસેનની કંપની પર 2009માં કસ્ટમે 5.45 કરોડની પેનલ્ટી લગાવી હતી, હવે 11 વર્ષ બાદ EDની એન્ટ્રી

મુખ્યમંત્રીના ભાઇ અગ્રસેનની કંપની પર 2009માં કસ્ટમે 5.45 કરોડની પેનલ્ટી લગાવી હતી, હવે 11 વર્ષ બાદ EDની એન્ટ્રીપ્રવર્તન નિદેશાલય (ED)એ લગભગ 11 વર્ષ જૂના એક કેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરમાં એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા છે. સીધી રીતે આ કેસ સરકાર પાસેથી સસ્તા ભાવે ખરીદેલા ખાતરને ખેડૂતો સુધી ન પહોંચાડીને ઉંચા ભાવે નિકાસ કરવા અંગે જોડાયેલો છે. કમિશ્નર ઓફ કસ્ટમની તપાસ બાદ મુખ્યમંત્રીના ભાઇ અગ્રસેન ગેહલોતની કંપનીને દોષી માનીને 5.45 કરોડનો દંડ ફટકારવામા આવ્યો હતો.

આ મામલે અન્ય કંપનીઓ પર પણ પેનલ્ટી લગાવવામા આવી હતી. પેનલ્ટી વિરુદ્ધ દરેક કંપનીઓએ અમદાવાદ સ્થિત ટ્રિબ્યૂનલમાંથી સ્ટે લઇ રાખ્યો છે. અગ્રસેને આ કેસમાં શરૂઆતથી જ નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. તેઓ કહે છે કે મુખ્યમંત્રીનો ભાઇ હોવાના કારણે તેમને જાણીજોઇને બદનામ કરવામા આવે છે.

શું છે કેસ ?અગ્રસેન ગેહલોત પર આરોપ છે કે 2007 થી 2009 વચ્ચે ખાતર બનાવવામાં જરૂરી એક પ્રોડક્ટને ખેડૂતો સુધી પહોંચાડવાના નામે સરકાર પાસેથી સબસિડી પર ખરીદવામા આવ્યો હતો. આ પ્રોડક્ટને ખાનગી કંપનીઓને વેચીને મોટો નફો કર્યો. દસ્તાવેજો પ્રમાણે તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હતા અને કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી. તે સમયે અગ્રસેનની કંપનીએ ખેડૂતોના નામે સરકાર પાસેથી સસ્તા ભાવે પોટાશની ખરીદી કરી તેનો એક મોટો ભાગ અમુક અન્ય કંપનીઓના માધ્યમથી નિકાસ કરી નાખ્યો હતો. પોટાશને ફેલ્સપાર પાવડર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ દર્શાવીને નિકાસ કરવામા આવી.

તપાસ કેવી રીતે શરૂ થઇ ?અમદાવાદ સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂની સ્થાનિક કચેરીએ શંકાના આધારે તપાસ શરૂ કરી. અધિકારીઓને માહિતી મળી કે એક કંપની MOP(ખાતર બનાવવાનો એક પદાર્થ)નો નિકાસ કરે છે જે નિયમોની વિરુદ્ધ છે. ફેલ્સપાર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટના નામે સસ્તા દરે ખરીદેલુ પોટેશિયમ ક્લોરિાઇડ મલેશિયા અને તાઇવાનની કંપનીઓને એક્સપોર્ટ કરવામા આવ્યું હતું. તેનો ઉપયોગ નોન યૂરિયા ખાતર બનાવવામાં થાય છે.દેશમાં MOPની નિકાસ નથી કરવામા આવતી કારણ કે આપણે સંપૂર્ણ રીતે તેના ઇમ્પોર્ટ પર નિર્ભર છીએ. ઇન્ડિયન પોટાશ લિમિટેડ તેની આયાત કરે છે અને તેના દ્વારા જ તે ખેડૂતો સુધી તે પહોંચે છે. તપાસમાં એ વાત સામે આવી કે અમુક કંપનીઓએ પેકિંગ બદલીને એક્સપોર્ટ કર્યું. તેમણે આ ઉત્પાદ ઇન્ડિયન પોટાશ લિમિટેડના ડિસ્ટ્રીબ્યૂટર પાસે ખરીદ્યું. જ્યારે ડિસ્ટ્રીબ્યૂટર માત્ર ખેડૂતોને જ તે વેચી શકે છે.

કૌભાંડમાં સિંડિકેટગુજરાતના કંડલા પોર્ટના કમિશ્નરે કરેલી તપાસમાં ખબર પડી કે આ કેસમાં આખી સિંડીકેટ કામ કરે છે. મોટા પાયે ખેડૂતોના હક્કને દબોચીને કરોડોનું કૌભાંડ થઇ રહ્યું છે. ત્યારબાદ કૌભાંડના એક પછી એક સ્તરની તપાસ કરવામા આવી. તેમાં જાણવા મળ્યું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડના અમુક ડિસ્ટ્રીબ્યૂટર્સે તેમના દસ્તાવેજોમાં ચેડા કરીને પોટાશનું વેચાણ ખેડૂતોને કરવામા આવ્યુ હોય તેવું દર્શાવ્યું હતું. જોકે તેમણે માલ આ કંપનીઓને વેચ્યો હતો જેઓ એક્સપોર્ટના વેપારમાં સંકળાયેલી હતી.

આ કંપનીઓએ પેકિંગ બદલીને બીજા પ્રોડક્ટના નામે MOP એક્સપોર્ટ કર્યું. આ કેસમાં સૌથી પહેલું નામ દિનેશચન્દ્ર અગ્રવાલનું આવ્યું હતું. તેની પૂછપરછ બાદજ તપાસ એજન્સીઓ આખા કેસના ઉંડાણ સુધી પહોંચી શકી હતી.

પોર્ટના કમિશ્નરે માહિતી મેળવી કે આ કૌભાંડમાં એક સિંડિકેટ કામ કરે છે.

અગ્રસેન ગેહલોતની ભૂમિકા ?કમિશ્નર ઓફ કસ્ટમે તેમના રિપોર્ટમાં લખ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડે અગ્રસેન ગેહલોતની કંપનીને ડિસ્ટ્રીબ્યૂટર બનાવી હતી. તેના દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે MOP આપવાનું હતું. અગ્રસેનની કંપનીએ તેમના દસ્તાવેજોમાં MOP ખેડૂતોને વેચ્યું એમ દર્શાવીને અમદાવાદની અમુક કંપનીઓને વેચી નાખ્યું હતું. તેમણે આ માલ પછી એક્સપોર્ટ કરી નાખ્યો હતો.રિપોર્ટ અનુસાર, અગ્રસેનને સંપૂર્ણ પેમેન્ટ રોકડમાં થયું હતું. તેમાં વચેટિયો હતો તે અગ્રસેનની નજીક હતો. અગ્રસેનને ખબર હતી કે આ રીતે MOP વેચવું ગેરકાયેદસર છે પરંતુ દસ્તાવેજોમાં ચેડા કરીને તે ખેડૂતોને વેચ્યું હોય તેવું દર્શાવી દીધું.

કમિશ્નર ઓફ કસ્ટમ સામે અગ્રસેને તેના નિવેદનમાં દરેક આરોપ ફગાવીને કહ્યું કે કોઇ વચેટિયાએ ખેડૂતોના નામે MOP ખરીદ્યં હતું. હવે તેમને ખબર નથી કે તે પછી ખેડૂતોને વેચ્યું કે કોઇ એક્સપોર્ટર્સને. રિપોર્ટમાં કમિશ્નરે લખ્યું કે અગ્રસેન વારંવાર તેમના નિવેદનોથી ફરી જાય છે અને સાચી માહિતી આપતા નથી. તેઓ સંપૂર્ણ રીતે આ કૌભાંડ સાથે જોડાયેલા છે.

5.45 કરોડની પેનલ્ટીતપાસ બાદ કમિશ્નરે અગ્રસેનની કંપની અનુપમ કૃષિ પર 5.45 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં અન્ય કંપનીઓ પર પણ પેનલ્ટી લગાવવામા આવી હતી. ત્યારબાદ આ કંપનીઓએ અમદાવાદ સ્થિત ટ્રિબ્યૂનલમાં કમિશ્નરના આદેશને પડકાર આપ્યો હતો. અગ્રસેને પણ ખોટો દંડ લગાવવામા આવ્યો હોવાનો પડકાર કર્યો હતો.

હવે EDની એન્ટ્રીરિપોર્ટ્સ પ્રમાણે આ કેસમાં મોટાપાયે ટેક્સ ચોરી કરવામા આવી અને સરકાર દ્વારા આપવામા આવેલી સબસિડીનો દૂરૂપયોગ કરવામા આવ્યો. તેથી મની લોન્ડરિંગનો કેસ પણ બને છે. તેના લીધે હવે EDએ આ મામલે એન્ટ્રી મારી છે.મુખ્યમંત્રી અશોક ગેહલોત ભાઇ અગ્રસેન સાથે, ફાઇલ ફોટો