મુખ્યમંત્રી ગેહલોતે કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- ઇનકમ ટેક્સ અને CBIનો દૂરૂપયોગ થઇ રહ્યો છે, અમે 5 વર્ષ પૂર્ણ કરીશું અને ફરી જીતીશું

મુખ્યમંત્રી ગેહલોતે કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- ઇનકમ ટેક્સ અને CBIનો દૂરૂપયોગ થઇ રહ્યો છે, અમે 5 વર્ષ પૂર્ણ કરીશું અને ફરી જીતીશુંરાજસ્થાનનો રાજકીય ડ્રામા 32 દિવસ બાદ ખતમ થઇ ગયો છે. સચિન પાયલટ કોંગ્રેસમાં પરત ફર્યા ત્યારબાદ મુખ્યમંત્રી ગેહલોતનું પહેલું નિવેદન આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મંગળવારે કહ્યું કે ઇનકમ ટેક્સ અને CBIનો દૂરૂપયોગ કરવામા આવી રહ્યો છે. અમારી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે અને ફરી ચૂંટણી જીતશે. પાર્ટીમાં ભાઇચારો છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામા આવી છે જે વિવાદ દૂર કરશે. ભાજપે સરકાર પાડવાના બહુ પ્રયત્ન કર્યા પણ અમારા ધારાસભ્યો એક સાથે છે અને કોઇ અમને છોડીને ગયું નથી.

લડાઇ પદ માટે નહીં, આદર્શની છે- પાયલટ ગેહલોતન 'નકામા' વાળા નિવેદનના જવાબમાં પાયલટે કહ્યું કે મેં મારા પરિવારમાંથી અમુક મૂલ્યો શીખ્યા છે. એ મુદ્દો નથી કે હું કોઇ વ્યક્તિનો કેટલો વિરોધ કરું છું, પરંતુ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતો નથી. રાજકારણમાં વ્યક્તિગત દુશ્મની માટે કોઇ સ્થાન હોતું નથી. પાયલટે કહ્યું કે રાહુલ અને પ્રિયંકાએ તેમના વાંધા દૂર કરવા માટે રોડમેપ તૈયાર કરવાનો ભરોસો આપ્યો છે. પાયલટે સોમવારે કહ્યું- લાંબા સમયથી હું અમુક મુદ્દાઓ ઉઠાવવા માગતો હતો. શરૂઆતથી કહી રહ્યો છું કે લડાઇ આદર્શોની હતી. હું હંમેશા એ વિચારતો હતો કે પાર્ટીના હિતમાં અમુક મુદ્દાઓ ઉઠાવવા જરૂરી છે. સોનિયાજીએ સરકારની સમસ્યાઓ સાંભળી હતી. એવું લાગે છે કે થોડા સમયમાંજ આ મુદ્દાઓ દૂર કરી દેવામા આવશે. જે લોકોએ મહેનત કરી છે, તેમની સરકારમાં ભાગીદારી હોવી જોઇએ. આ લડાઇ પદ માટે નહીં, આત્મસન્માન માટે હતી. પાર્ટી પદ આપે છે તો લઇ પણ શકે છે. જે વાયદા સત્તામાં આવવા માટે કર્યા હતા તેમને પૂર્ણ કરીશું.

સચિન પાયલટ સાથે બાકીના બળવાખોર ધારાસભ્યો આજે જયપુર પરત આવશે. છેલ્લા એક મહિનાથી તેઓ હરિયાણાના માનેસર સ્થિત હોટલમાં રોકાયેલા હતા. પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો ઓમપ્રકાશ હુડલા, સુરેશ ટાંક અને ખુશબીર આજે સવારે જયપુર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ગેહલોત સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તે પહેલા બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્માએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

અપક્ષ ધારાસભ્યો ઓમપ્રકાશ હુડલા, સુરેશ ટાંક અને ખુશબીરે મુખ્યમંત્રી ગેહલોત સાથે મુલાકાત કરી હતી.

અપડેટ્સ મુખ્યમંત્રી ગેહલોત આજે મંત્રી શાંતિ ધારીવાલ અને ધારાસભ્ય સંયમ લોઢા સાથે જેસલમેર જઇ શકે છે. અહીં તેઓ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. કાલે બધા ધારાસભ્યો જયપુર રવાના થાય તેવી શક્યતા છે. તેમના માટે વિમાનની વ્યવસ્થા કરવામા આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે અમે ધારાસભ્ય પક્ષની બેઠક મુલતવી રાખી છે. કારણ કે અમુક ધારાસભ્યો ગુજરાતમાં છે અને તેઓ આજે આવી શકે તેમ નથી. કાલે જન્માષ્ટમી છે તેથી સૌનો આગ્રહ છે કે બેઠક જન્માષ્ટમી પછી આયોજિત કરવામા આવે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે ઘરવાપસી સુનિશ્વિત થઇ.

અત્યાર સુધી આ રીતે ચાલ્યો ઘટનાક્રમ.. પહેલી વાડાબંધી- 11 જૂનથી 19 જૂન રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદ મુખ્ય સચેતકે ACBને લખ્યું- અમારા ધારાસભ્યોને લાલચ આપવામા આવી રહી છે 9 જૂને મુખ્ય સચેતક મહેશ જોશીએ રાજસ્થાનના પોલીસ મહાનિદેશ, ACBને એક પત્ર લખી ફરિયાદ કરી હતી. તેમાં લખ્યું- કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગુજરાતની જેમજ રાજસ્થાનમાં અમારા ધારાસભ્યોને લાલચ આપવામા આવતી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે 10 જૂને તેમના નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો સહિત RLDના 13 અપક્ષ ધારાસભ્યોને બોલાવ્યા. 11 જૂને સરકારે રાજ્યથી બહાર આવ-જા કરવા પાસ સિસ્ટમ લાગૂ કરી. 11 જૂને જ ધારાસભ્યોની હોટલ શિવવિલાસમાં વાડાબંધી કરવામા આવી. 15 જૂને લેટર બોમ્બ ફૂટ્યો. રાજ્યસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્યના પત્રથી રાજકીય માહોલમાં ઉત્તેજના આવી ગઇ. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેને પત્ર લખીને રાજ્યસભા ઉમેદવારની પસંદગી પર સવાલ ઉઠાવ્યા.

બીજી વાડાબંધી- 13 જુલાઇથી 1 ઓગસ્ટ 10 જુલાઇએ મુખ્ય સચેતકની ફરિયાદ પર SOGમાં હોર્સ ટ્રેડિંગનો કેસ દાખલ કરવામા આવ્યો હતો. રાજદ્રોહની કલમ લગાવવામા આવી હતી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોને નોટિસ આપવામા આવી. 11 જુલાઇએ સરકારને સમર્થન આપતા 3 અપક્ષ ધારાસભ્યો ઓમપ્રકાશ હુડલા, સુરેશ ટાંક અને ખુશવીરસિંહને કોંગ્રેસે એસોસિએટના સભ્યપદેથી હટાવ્યા. 12 જુલાઇએ કેબિનેટ બેઠકમાં ડેપ્યુટી CM સચિન પાયલટ, મંત્રી રમેશ મીણા અને વિશ્વેન્દ્રસિંહ આવ્યા નહીં. 13 જુલાઇએ સચિન પાયલટે ટ્વિટ કર્યું- ગેહલોત સરકાર લઘુમતિમાં છે. 30 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. 13 જુલાઇએ જ સીએમઆરમાં ધારાસભ્ય પક્ષની બેઠક થઇ અને અહીંથી બધા ફેયરમોન્ટ હોટલમાં જતા રહ્યા. 14 જુલાઇએ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવીને રાજસ્થાન મંત્રીમંડળમાંથી સચિન પાયલટ, રમેશ મીણા તેમજ વિશ્વેન્દ્રસિંહને બરતરફ કરી દેવામા આવ્યા. શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ડોટાસરાને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામા આવ્યા.

ત્રીજી વાડાબંધી- 1 ઓગસ્ટથી લગાતાર 14 જુલાઇથી અત્યાર સુધી તપાસ એજન્સીઓ, કોર્ટ,વિધાનસભા અને રાજભવનથી મામલો દિલ્હી પહોંચ્યો અને ત્યાં સમાધાન થયું. 23 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવ સાથે ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્રને મળ્યા. 24 જુલાઇએ રાજ્યપાલે વાંધો ઉઠાવીને સરકારની ફાઇલ પરત મોકલી દીધી હતી. 24 જુલાઇએ જ ગેહલોતના સમર્થકો રાજભવન પહોંચી ગયા અને લગભગ 3 કલાક સુધી ધરણા-નારેબાજી કરી. 25 જુલાઇએ સરકારે ફરી પ્રસ્તાવ રાજભવન મોકલ્યો. 26 જુલાઇએ રાજ્યપાલે પ્રસ્તાવ ફરી પરત મોકલી દીધો. 28 જુલાઇએ સરકારે ફરી પ્રસ્તાવ મોકલ્યો અને 29 જુલાઇએ રાજ્યપાલે 21 દિવસની નોટિસ સાથે અમુક શરતોના આધારે મંજૂરી આપી. આ રીતે વિધાનસભા સત્ર 14 ઓગસ્ટે આયોજિત કરવાની મંજૂરી મળી. 1 ઓગસ્ટના વાડાબંધી જયપુરની ફેયરમોન્ટ હોલટથી જેસલમેરની સૂર્યાગઢમાં શિફ્ટ કરી દેવામા આવી. 9 ઓગસ્ટે કોંગ્રેસના ધારાસભ્ય પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ એકમતે કહ્યું- પાયલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યો પાર્ટીમાં પરત ન આવવા જોઇએ. 10 ઓગસ્ટે રાહુલ અને પ્રિયંકા સાથે મુલાકાત બાદ સંકટ દૂર થઇ ગયું.Chief Minister Gehlot questioned the Center, saying- Income tax and CBI are being misused, we will complete 5 years and win again.