Translate to...

મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- ભાજપનું ષડયંત્ર ક્યારેય સફળ થવા નહીં દઇએ, જરૂર પડશે તો રાષ્ટ્રપતિ પાસે જઇશું; થોડી વારમાં રાજ્યપાલને મળશે

મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- ભાજપનું ષડયંત્ર ક્યારેય સફળ થવા નહીં દઇએ, જરૂર પડશે તો રાષ્ટ્રપતિ પાસે જઇશું; થોડી વારમાં રાજ્યપાલને મળશે



રાજસ્થાનમાં રાજકીય ડ્રામાનો આજે 16મો દિવસ છે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું- ''સરકાર પાડવાના ભાજપના ષડયંત્રને ક્યારેય સફળ નહીં થવા દઇએ. જરૂર પડી તો રાષ્ટ્રપતિ પાસે જઇશું. જો ત્યાં પણ કોઇ ઉકેલ નહીં આવે તો અમે પ્રધાનમંત્રી આવાસા સામે દેખાવ કરીશું. તેમની આ વાતને ધારાસભ્યોએ હાથ ઉંચા કરીને સમર્થન આપ્યું હતું.

મુખ્યમંત્રી ટૂંક સમયમાં રાજ્યપાલ કલરાજ મિશ્રને મળશે તેવા સમાચાર છે. ગેહલોતે આજે સવારે મળવા માટે સમય માંગ્યો હતો. આ દરમિયાન તેઓ વિધાનસભા સત્ર માટે નવો પ્રસ્તાવ આપશે તેમજ રાજ્યપાલ તરફથી જે આપત્તિ છે તેના જવાબ આપશે. સત્ર બોલાવવા અંગે બન્ને વચ્ચે તકરાર વધી ગઇ છે. મુખ્યમંત્રી સોમવારે સત્ર બોલાવવા માગે છે પરંતુ રાજ્યપાલે કોરોનાનું કારણ આગળ ધરીને ઇનકાર કર્યો હતો. ગઇકાલે રાત્રે મુખ્યમંત્રીને એક પત્ર લખીને રાજ્યપાલે અમુક વાંધા રજૂ કર્યા હતા.

ગત રાત્રે ત્રણ કલાક બેઠક કરી હતી મુખ્યમંત્રી અશોક ગેહલોત વિશેષ સત્ર બોલાવવા મક્કમ છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે 1 વાગ્યા સુધી કેબિનેટની બેઠક કરી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં રાજ્યપાલ કલરાજ મિશ્રના વાંધા અંગે ચર્ચા કરવામા આવી હતી. ત્યારબાદ કયો નિર્ણય લીધો તેની જાણકારી હજુ સામે આવી નથી. તે પહેલા બપોરે મુખ્યમંત્રી અને ધારાસભ્યોએ કલાક સુધી રાજભવનમાં ધરણા કર્યા હતા. 27 વર્ષ પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતે પણ આવુ કર્યું હતું. 1993માં તેઓ રાજભવનમાં ધરણે બેઠા હતા.

લાઇવ અપડેટ્સ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે કોંગ્રેસને ડર છે કે તેમના ધારાસભ્યો તેમનો સાથ છોડી દેશે.

हा हा हा हा फेयरमोन्ट में Three Layer Security और बाडेबंदी से MLAभागने का भय और अब पता चला कि राजभवन के धरने से भी भागने के खतरे के input के चलते जल्दी उठा दिया; टैंट वाले ने भी मना कर दिया कि पहले बताओ किराया कौन देगा।@BJP4Rajasthan @BJP4India#RajasthanPoliticalCrises

— Satish Poonia (@DrSatishPoonia) July 25, 2020 યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જયપુરમાં ભાજપ વિરુદ્ધ દેખાવો કર્યાકેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વર્તમાન પરિસ્થિતિ અંગે ટ્વિટ કર્યું- જ્યાં રાજ્યાપાલને મુખ્યમંત્રી ધમકાવીને અસુરક્ષિત મહેસૂસ કરાવે ત્યાં ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા અને હિંસક અથડામણથી ત્રસ્ત રાજસ્થાનવાસીઓ મુખ્યમંત્રી સામે સુરક્ષાની માંગણી કરે તે બેકાર છે.





શનિવારે ફેયરમોંટ હોટેલમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી હતી.





Congress MLAs start meeting, Gehlot seeks time to meet Governor again, submits new proposal for Assembly session