Translate to...

મીકા સિંહે કહ્યું, સોનુ નિગમ તથા ભૂષણ કુમાર તો પ્રેમી-પ્રેમિકા જેવા છે

મીકા સિંહે કહ્યું, સોનુ નિગમ તથા ભૂષણ કુમાર તો પ્રેમી-પ્રેમિકા જેવા છે
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ તથા ફેવરિટઝ્મનો મુદ્દો ચર્ચાઈ રહ્યોછે. આ દરમિયાન સોનુ નિગમે ભૂષણ કુમારને મ્યૂઝિક માફિયા કહ્યો હતો. સોનુ નિગમને કેટલાંક ગાયકો તથા સંગીતકારોએ સપોર્ટ પણ કર્યો હતો. હાલમાં જ મિકા સિંહે આ મુદ્દે વાત કરી હતી.

શું કહ્યું મીકા સિંહે?મીકાએ કહ્યું હતું કે જીવનમાં જે થવાનું હોય છે તે તેના યોગ્ય સમયે થઈને જ રહે છે. તે 2007માં મુંબઈ આવ્યો હતો અને સંજય ગુપ્તાએ ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડાવાલા’માં બ્રેક આપ્યો હતો. મીકા માને છે કે બોલિવૂડ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી બહુ જ સારી જગ્યા છે અને તેનો અનાદર કરવો જોઈએ નહીં. હાલના વર્ષોમાં તેણે અનેક સિંગર્સને જોયા છે અને તેમણે પોતાની રીતે અલગ નામ બનાવ્યું છે.

સોનુ નિગમને લઈ વાત કહીસોનુ નિગમ તથા ભૂષણ કુમાર વચ્ચેના વિવાદ પર મીકા સિંહે કહ્યું હતું કે આ બંને પ્રેમી-પ્રેમિકા તથા પતિ-પત્નીની જેમ ઝઘડી રહ્યાં છે. તેઓ જ્યારે પણ ઝઘડે તેમને ઝઘડી લેવા જોઈએ. સોનુ નિગમને બનાવનાર ગુલશન કુમાર હતાં અને ત્યારથી જ તેમની વચ્ચે પ્રેમ તથા નફરતના સંબંધો રહ્યાં છે અને કોઈએ આમાં પડવાની જરૂર નથી.

મિકાએ આગળ કહ્યું હતું કે સોનુ નિગમ સારો સિંગર છે અને તેનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે પરંતુ તેણે પોતાનો ખોટો સંદેશો વિશ્વને આપવો જોઈએ નહીં કે બોલિવૂડમાં માફિયા રાજ ચાલે છે. આ ઈન્ડસ્ટ્રી અને આ શહેરે બધું આપ્યું છે. ભૂષણ કુમારનો પરિવાર પણ દિલ્હીથી આવ્યો હતો અને મુંબઈમાં તેમને સફળતા મળી. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ જેવી કે દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા તથા કેટરીના કૈફ પણ આઉટસાઈડર્સ છે. કેટલાંક લોકોને સફળતા મળે છે અને કેટલાંકને મળતી નથી. દરેકને બ્રેક મળે છે પરંતુ ત્યારબાદ બધો આધાર ટેલેન્ટ પર રહેલો છે. દર બે વર્ષે તે એવા ઘણાં સિંગર્સને જુએ છે, જે આવીને તરત લોકપ્રિય થાય છે પરંતુ પછી અચાનક જ ગાયબ થઈ જાય છે. જોકે, ઉદિત નારાયણ, કુમાર સાનુ તથા સોનુ નિગમ જેવા સિંગર્સ વર્ષોથી અહીંયા છે. આ ઈન્ડસ્ટ્રીમાં લતા મંગેશકર જેવા મહાન ગાયકો પણ છે અને તેમનો અનાદર કરવો જોઈએ નહીં.

આઉટસાઈડર્સે નામ બનાવ્યામીકાએ કહ્યું હતું કે સોનુ નિગમ એમ કહે છે કે તેને કોઈ ગીત મળતું નથી પરંતુ અહીંયા નવા સિંગર્સે ઘણી જ લોકપ્રિયતા હાંસિલ કરી છે, તેમાં અરિજિત સિંહ, અરમાન મલિક, બી પ્રાક વગેરેએ પોતાના દમ પર અલગ ઓળખ બનાવી છે. આ ઉપરાંત પંજાબના સિંગર્સે પણ સારું કામ કર્યું છે. હવે બી પ્રાક કોઈના ફોઈનો દીકરો તો છે નહીં. બહુ બધાના નામ થઈ રહ્યાં છે અને એમાંથી ઘણાં બધાને તો ભૂષણ કુમારે જ બ્રેક આપ્યો હતો. મ્યૂઝિક કંપનીઓ તમને બ્રેક આપે છે અને પછી તો ગીત કે ગાયક હિટ જાય છે કે ફ્લોપ તેનો આધાર કંપની પર રહેલો નથી.

મુંબઈ જેટલી આઝાદી બીજે ક્યાંય નહીંવધુમાં મીકાએ કહ્યું હતું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ઘણી જ સુંદર જગ્યા છે. તે પંજાબમાં જન્મ્યો હોવા છતાંય મુંબઈ તેની કર્મ ભૂમિ છે અને તે આ શહેરને ઘણો જ પ્રેમ કરે છે. મુંબઈ જેવું કોઈ સુંદર શહેર નથી. અહીંયા જે પણ આવે તેને જરૂરથી કામ મળે છે. મુંબઈનું હૃદય એટલું વિશાળ છે કે તે તમામને પોતાનામાં સમાવી લે છે. આ શહેરની સરકાર તથા પોલીસ ઘણી જ હોંશિયાર છે અને તમને આ શહેર જેટલી આઝાદી બીજે ક્યાંય મળે એમ નથી.Mika Singh said, Sonu Nigam and Bhushan Kumar are like husband and wife or girl friend boy friend