Translate to...

મેક્સિકોએ મોતના મામલે બ્રિટનને પાછળ છોડ્યું, જાપાનના ઓકીનાવા આઇલેન્ડ પર ઇમરજન્સીની જાહેરાત, વિશ્વમાં અત્યારસુધી 1.76 કરોડ કેસ

મેક્સિકોએ મોતના મામલે બ્રિટનને પાછળ છોડ્યું, જાપાનના ઓકીનાવા આઇલેન્ડ પર ઇમરજન્સીની જાહેરાત, વિશ્વમાં અત્યારસુધી 1.76 કરોડ કેસ
વિશ્વમાં કોરોનાવાયરસના અત્યાર સુધી 1 કરોડ 77 લાખ 54 હજાર 190 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 11 લાખ 58 હજાર 280 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મોતનો આંકડો 6 લાખ 82 હજાર 885નો છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. મેક્સિકોમાં શુક્રવારે 8458 મોત થયા હતા. તે સાથે અહીં મોતનો આંકડો 46 હજાર 688 થઇ ગયો છે. હવે મોતના મામલે મેક્સિકોએ બ્રિટનને પાછળ છોડી દીધું છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ મોત મેક્સિકોમાં થયા છે અને તે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.

જાપાનના ઓકીનાવા આઇલેન્ડ પર ઇમરજન્સી લગાવવાની જાહેરાત કરવામા આવી છે. અહીં લોકોને એક અઠવાડિયા સુધી ઘરની બહાર ન નિકળવાનું કહેવામા આવ્યું છે. અહીં શુક્રવારે 71 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા 395 થઇ ગઇ હતી. નવા કેસમાં 248 કેસ અમેરિકાના નેવી બેઝના સૈનિકોમાં નોંધાયા છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત મોત સ્વસ્થ થયા અમેરિકા 47,05,889 1,56,747 23,27,572 બ્રાઝીલ 26,66,298 92,568 18,84,051 ભારત 16,97,054 36,551 10,95,647 રશિયા 8,39,981 13,963 6,38,410 દ.આફ્રિકા 4,93,183 8,005 3,26,171 મેક્સિકો 4,24,637 46,688 2,78,618 પેરૂ 4,07,492 19,021 2,83,915 ચિલી 3,55,667 9,457 3,28,327 સ્પેન 3,35,602 28,443 પ્રાપ્ત નથી ઈરાન 3,04,204 16,766 2,63,519

અમેરિકા: કેલિફોર્નિયામાં એક દિવસમાં સૌથી વધુ મોત અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે 288 લોકોના મોત થયા હતા. એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 600 નવા કેસ સામે આવ્યા હતા. હવે આ સ્ટેટમાં સંક્રમિતોનો આંકડો 50 હજારથી વધુ અને મોતનો આંકડો 9 હજારને પાર કરી ગયો છે. આ અમેરિકાનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. સંક્રમણના મામલામાં ન્યૂયોર્ક પ્રથમ અને ફ્લોરિડા બીજા સ્થાને છે. દેશભરમાં શુક્રવારે 1453 લોકોના મોત થયા હતા.

અમેરિકાના લોસ એન્જેલસમાં બેંક ઓફ કેલિફોર્નિયાના પાર્કિંગમાં બનેલા ટેસ્ટિંગ સેન્ટરમાં કામ કરી રહેલા કર્મચારી

બ્રિટન: પ્રતિબંધોમાં બે અઠવાડિયા સુધી રાહત નહીં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે કહ્યુ કે દેશમાં અત્યારે પ્રતિબંધોમાં કોઇ રાહત આપવામા આવશે નહીં. અહીં શનિવારથી અમુક છૂટછાટ આપવામા આવે તેવી શક્યતા હતી. તેમણે કહ્યું કે પ્રતિબંધો આગામી બે અઠવાડિયા સુધી લાગૂ રહેશે. બ્રિટનના અમુક વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામા આવ્યો છે. જોનસને કહ્યું કે આપણા દેશમાં સંક્રમણ અને મોતના કેસ ઓછા થયા છે. પરંતુ અમુક યુરોપના દેશોમાં આંકડા વધી રહ્યા છે. તેથી આપણે ખતરાથી બચવા તૈયાર રહેવું પડશે.

લંડનમાં શુક્રવારે ટાવર બ્રિજ પાસે પસાર થઇ રહેલા લોકો.

પેરૂ- 31 ઓગસ્ટ સુધી ઇમરજન્સી લંબાવાઇ પેરૂની સરકારે સંક્રમણને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીને 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારાએ શુક્રવારે તે અંગે આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવાયુ છે કે ઇમરજન્સી દરમિયાન રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી દેશમાં કર્ફ્યૂ રહેશે અને સુરક્ષાના બંધારણીય હકના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

પેરૂના લીમામાં એક સંક્રમિત વ્યક્તિની અંતિમવિધિમાં સામેલ થયેલા પરિવારજનો.

બ્રાઝીલ: 52 હજારથી વધુ નવા કેસ બ્રાઝીલમાં 24 કલાકમાં 52 હજાર 383 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને 26 લાખ 62 હજાર 485 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે દેશમાં મૃતકોની સંખ્યા 92 હજાર 475 થઇ ગઇ છે. અત્યારસુધી 18 લાખથી વધુ દર્દી સ્વસ્થ થઇ ગયા છે. બ્રાઝીલ સંક્રમણ અને મોતના મામલે વિશ્વમાં અમેરિકા બાદ બીજા સ્થાને છે.

બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં એક સ્કૂલમાં શુક્રવારે ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામા આવી હતી.

દ. કોરિયા- ક્રિશ્ચિયન લીડરની ધરપકડ દ.કોરિયામાં શનિવારે શિંચેઓંજી ચર્ચના પ્રમુખ અને ક્રિશ્ચયન લીડર લી મૈન હીની ધરપકડ કરવામા આવી હતી. લી પર દેશમાં સંક્રમણ રોકવાના સરકારના પ્રયત્નોમાં વિધ્ન નાખવાનો આરોપ છે. શનિવારે એક કોર્ટે તેમની ધરપકડ માટે મંજૂરી આપી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના ચર્ચથી જોડાયેલા 4 હજારથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા હતા. લીએ સરકારને તેમના ચર્ચમાં આવેલા લોકોની યોગ્ય માહિતી આપી ન હતી. જોકે માર્ચમાં તેમણે આ ભૂલ માટે માફી માંગી હતી.

માર્ચમાં લી મેન હીએ માફી માગી હતી ત્યારની તસવીર

આર્જેન્ટીના: લોકડાઉન 16 ઓગસ્ટ સુધી લંબાવાયું આર્જેન્ટિના સરકારે લોકડાઉન 16 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજધાની બ્યૂનસ આયર્સમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અન્ય સ્થાનો પર પણ સંક્રમણ વધી રહ્યું છે. તેથી અત્યારે લોકડાઉનમાં રાહત આપી શકાય નહીં. દેશમાં 20 માર્ચે લોકડાઉન લગાવવામા આવ્યું હતું.

ચીન- કોરોનાના 45 નવા કેસ ચીનમાં 24 કલાકમાં 45 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 39 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. અહીંના હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર 31 કેસ શિનજિયાંગમાં અને 8 લિયાઓનિંગ રાજ્યમાં સામે આવ્યા છે. શુક્રવારે અહીં સંક્રમણના લીધે કોઇ મોત થયું ન હતું.મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકોમાં એક કબ્રસ્તાનમાં દફનવિધિ કરી રહેલા પરિવારજનો