Translate to...

માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, CM રિલિફ ફંડમાંથી રાજકોટને 5 કરોડ આપીએ છીએઃ CM રૂપાણી

માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, CM રિલિફ ફંડમાંથી રાજકોટને 5 કરોડ આપીએ છીએઃ CM રૂપાણી
કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માર્ચમાં રાજ્યમાં પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કન્ટ્રોલ કરી રહ્યા છીએ. બીજા રાજ્યોમાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે. જે લોકો કેરળ મોડેલની વાતો કરતા હતા ત્યાં આજે પરિસ્થિતિ જુઓ. આજે કોરોના સંક્રમણમાં ગુજરાત 12મા નંબરે આવે છે. રાજકોટમાં 50 ટકા બેડ ભરેલા છે અને હજુ 50 ટકા ખાલી છે. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી રાજકોટ પર પ્રેશર વધી રહ્યું છે. બહારના 40 ટકા લોકો એવા છે જેના રાજકોટમાં મોત થયા છે. આજે રાજકોટમાં સૂચના આપી છે. આપણે નક્કી કર્યુ છે કે ટેસ્ટ વધારો. રાજકોટમાં કાલથી ટેસ્ટ ડબલ કરાશે. માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધી રહી છે. CM રિલિફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રને કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા તંત્રને આદેશ આપ્યા છે.

ગુજરાતનો રિકવરી રેટ 74 ટકા છે IMAના ડોક્ટરો અને સરકારી તબીબો સાથે પણ ચર્ચા કરી છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં કેસ આવી રહ્યા છે. 74 ટકા લોકો સાજા થયા છે. કોરોનામાં કોઈ દેશ બાકી નથી. પહેલા અમદાવાદ સંક્રમિત હતું પછી સુરતમાં સંક્રમણ વધ્યું પરંતુ સુરત સ્ટેબલ થઇ રહ્યું છે. આજે અમે રાજકોટ અને વડોદરાની મુલાકાત લેવા આવ્યા છીએ. સાંજે વડોદરા જઈ રહ્યા છીએ. મોટા શહેરમાં ફરીએ છીએ. શહેર અને ગ્રામ્યની પરિસ્થિતિ અંગે અમે લાંબી ચર્ચા કરી છે. IMA અને સકરારી ડોકટર સાથે તમામ ચર્ચા કરી છે. ગુજરાતમાં ગઈકાલે 1108 કેસ આવ્યા હતા. 74 ટકા લોકો સાજા થઈ ઘરે જાય છે. સદીમાં એક આવી મહામારી આવતી હોય છે એટલે જ મહામારી કહેવાય છે. સુરતમાં હવે 200થી વધુ કેસ વધતા નથી. રાજકોટ અને વડોદરામાં કેસની સંખ્યા વધે છે જેથી ત્યાં હું જઇ રહ્યો છું. આજે રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક કરી અને શહેર અને ગ્રામ્યની તમામ વિગતો મેળવી છે. IMAની રજૂઆત આવી છે, કેન્દ્ર સરકારની યોજના છે, કેન્દ્ર સરકાર સુધી લાગણી પહોંચાડીશું અને કોરોના વોર્ડમાં સેવા આપતા ખાનગી તબીબોનો પણ સમાવેશ કરવાની માંગણી કરીશું.

IMAએ ગુજરાતને બિરદાવ્યું છે શહેરી વિસ્તારમાં અવરજવર વધુ થતા હોય છે. આથી સંક્રમણ વધે છે. ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારમાં ચિંતા વધારે છે. ગોંડલ તાલુકાના 80 ટકા કેસ સિટીના છે. માઇક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધી રહી છે. અન્ય રાજ્યોની સ્થિતિની સરખામણીએ આપણી સ્થિતિ સારી છે. લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ. લોકોએ પેનિક થવું ન જોઈએ. અમદાવાદનો દાખલો જોઈ શકાય છે કે આપણે ઘણું કન્ટ્રોલ કર્યું છે. IMAએ ગુજરાતને બિરદાવ્યું છે. લડાઈ લાંબી છે એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક સરકારે નિયમો બનાવા પડે છે અને બીજુ માસ્ક ફરજિયાત અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહેવું જોઈએ. માસ્ક ન પહેરનારાઓ માટે 1 ઓગસ્ટથી 500 રૂપિયા દંડ કરીશું. WHOની ગાઈડલાઈન મુજબ રાજકોટમાં આવતીકાલથી ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરવામાં આવશે. પહેલા 4000 ટેસ્ટ કરતા હતા અને હવે 22000 ટેસ્ટ કરીએ છીએ. જે વિસ્તારમાં કેસ આવશે તેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે.સુપર સ્પ્રેડર ફેરિયાઓ માટે પણ આરોગ્ય ટેસ્ટ, સ્ક્રિનિંગ અને પાસની વ્યવસ્થા કરાશે. પ્રોવિઝન સ્ટોર અને કરિયાણાની દુકાનોમાં પણ ચકાસણી કરાશે.

અનલોક 3માં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરીશું અનલોક 3માં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરીશું. આખા ગુજરાતમાં કોરોના દર્દીના નામ નથી દેતા તેની ચિંતા ન કરો અને વિસ્તારના નામ આપીશું. વિસ્તારના નામના આધારે લોકોને ખબર પડી જશે કે બાજુમાં કોરોના કેસ આવ્યો છે કે નહીં. સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરે. નવરાત્રીમાં આવી જ પરિસ્થિતિ હશે તો નહીં થવા દઈએ બાકી ત્યારે પરિસ્થિતિ જોઇ આગળ વધીશું. 300 જેટલા ધમણ-1 કાર્યરત છે અને સારી રીતે ચાલે છે. મંત્રીમંડળના વિસ્તરણની હાલ કોઈ વાત નહીં. 24 કલાકે આંકડા જાહેર કરવામાં અંતર રહે છે આથી આંકડામાં ફેર આવે છે. કોઈ મોતના આંકડા છુપાવતા નથી. આકં ઉચો હતો ત્યારે પણ નથી છુપાવ્યા. અન્ય બીમારીના કારણે તકલીફ થતી હોય છે. સાવચેતીના પગલે ગાઈડલાઈન મુજબ અંતિમ ક્રિયા કરવામાં આવે છે એટલે મોતના આંકડા છુપાવવામાં આવ્યા નથી. ભારતની સેનામાં રાફેલ વિમાન સામિલ થયા છે જે ભારત માટે મોટી વાત છે. સેનાની તાકાત વધી ગઈ છે,પાડોશી દેશને ચેતવણી છે કે હવે ખરાબ નજર ન કરે.સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી