Translate to...

મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું નહોતું, એક્ટ્રેસના આક્ષેપ પર રાઈટર શગુફ્તાએ કહ્યું- યુનિટની સામે માત્ર ધમકાવી હતી, હવે તે વાર્તા કરી રહી છે

મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું નહોતું, એક્ટ્રેસના આક્ષેપ પર રાઈટર શગુફ્તાએ કહ્યું- યુનિટની સામે માત્ર ધમકાવી હતી, હવે તે વાર્તા કરી રહી છે




સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ કંગના રનૌતે બોલિવૂડના દિગ્ગજો પર ગંભીર આક્ષેપો મૂક્યાં હતાં. હાલમાં જ કંગનાએ રિપબ્લિક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટ પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે ફિલ્મ ‘વો લમ્હે’ના ટ્રાયલ પર તેને અપશબ્દો કહીને તેની પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું. હવે મૂવી રાઈટર શગુફ્તા રફીકે આ આક્ષેપોને ખોટાં કહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે મહેશ ભટ્ટે એક્ટ્રેસને ધમકાવી હતી પરંતુ કંગનાએ જે વાત કહી તે બધી જ ખોટી છે.

શગુફ્તા છેલ્લાં 13 વર્ષથી મહેશ ભટ્ટની કંપનીમાં રાઈટર તરીકે કામ કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે શગુફ્તાએ મહેશ ભટ્ટ પર લાગેલા આક્ષેપો પર વાત કરી હતી. શગુફ્તાએ કહ્યું હતું, ‘વર્ષ 2006માં ‘વો લમ્હે’ ફિલ્મના ટ્રાયલ દરમિયાન મહેશ ભટ્ટે ઊંચા અવાજે કંગના સાથે વાત કરી હતી કારણ કે તે મોડી આવી હતી. તે સમયે શૂટિંગમાં કેટલીક મુશ્કેલીઓ ચાલતી હતી અને તેણે એક ફિલ્મ ઠુકરાવી દીધી હતી. જોકે, હવે તે ભૂતકાળની વાતો કરે છે અને જે ઘટના બની જ નહોતી તેવી વાતો કરે છે.’

વધુમાં શગુફ્તાએ કહ્યું હતું કે ટ્રાયલ શોના સમયે મોહિત સૂરી, મહેશ ભટ્ટ સહિત ફિલ્મનું યુનિટ તથા સ્ટાર-કાસ્ટ હાજર હતી. મહેશ ભટ્ટે કંગના પર ગુસ્સો કર્યો હતો અને તે આ વાતની સાક્ષી રહી ચૂકી છે. જોકે, કંગનાએ જે આક્ષેપો મૂક્યા છે તેવું મહેશ ભટ્ટ ક્યારેય કરી શકે નહીં.

મહેશ ભટ્ટ સામે વાંધો હતો તો વિશેષ ફિલ્મ્સ સાથે કેમ કામ કર્યું શગુફ્તા રફીકે વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘રાઝઃ ધ મિસ્ટ્રી કન્ટીન્યૂ’ની વાર્તા લખી હતી અને આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં હતી. કંગનાનાં આક્ષેપો પર શગુફ્તાએ કહ્યું હતું કે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી અને કંગનાને મહેશ ભટ્ટ સામે વાંધો હતો તો તેણે કેમ વિશેષ ફિલ્મ્સ સાથે કામ કર્યું. આ સવાલ કંગનાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે.

કંગનાએ મહેશ ભટ્ટ પર આ આક્ષેપો મૂક્યાં હતાં રિપબ્લિક ટીવીને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે ‘વો લમ્હે’ ફિલ્મ દરમિયાન મહેશ ભટ્ટે એડિટિંગ રૂમમાં બોલાવીને તેને ‘ધોખા’ ફિલ્મ ઓફર કરી હતી અને તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ જ કારણે મહેશ ભટ્ટ તેની પર ગુસ્સે થયા હતા અને મારવા તૈયાર થઈ ગયા હતા પરંતુ તેમની દીકરી પૂજાએ તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ તે માંડ-માંડ ત્યાંથી નીકળી હતી. પછી ‘વો લમ્હે’ ફિલ્મની ટ્રાયલ પર પહોંચી ત્યારે મહેશ ભટ્ટે ગેટ પર આવીને તેની પર ચંપલ ફેંક્યું હતું.

View this post on Instagram

The interview whole nation is talking about! Watch #KanganaRanaut speak to #ArnabGoswami on continued injustice against #SushantSinghRajput by Bollywood mafia, whom she herself fought back despite being targeted professionally, personally, and socially. Don't miss it!! . . . @republicworld

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Jul 19, 2020 at 12:00am PDT







bollywood Writer Shagufta Rafique Defends Mahesh Bhatt Against Kangana Ranaut's Claims That He Threw a Shoe At Her