Translate to...

મહિલા PSIના 35 લાખના તોડ મામલે જામજોધપુરની આંગડિયા પેઢીમાં તપાસ થેશે, શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

મહિલા PSIના 35 લાખના તોડ મામલે જામજોધપુરની આંગડિયા પેઢીમાં તપાસ થેશે, શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર




બળાત્કાર કેસ આરોપી અને GSP ક્રોપ સાયન્સના MD પાસેથી રૂ. 35 લાખનો તોડ કરવા મામલે ઝડપાયેલા આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂકર્યાહતા. જ્યાંપોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. મહિલા PSI જાડેજાએ બળાત્કાર કેસના આરોપી MD કેનાલ શાહ પાસે ફેબ્રુઆરીમાં 20 લાખ રૂપિયા જામજોધપુરમાં એક આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા હોવાને લઇ SOGની ટીમ જામજોધપુરમાં તપાસ કરશે. SOG ડીસીપી હર્ષદ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરિયાદ મુજન જામજોધપુરમાં આંગડિયા પેઢીમાં પૈસા મોકલાયા હોવાથી પેઢીમાં સીસીટીવી ફૂટેજ અને પૈસા લેવા આવનાર અંગેની તપાસ કરવામા આવશે. એક ટીમ મોકલી આ અંગે તપાસ કરશે. મહિલા PSIએ અગાઉ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી તોડ કર્યો હોય તેવી હજી સુધી SOGને કોઈ ફરિયાદ નથી મળી.

શ્વેતાના સંબંધીએ પૈસા લીધાનું ખૂલ્યુંશ્વેતાના કહેવાથી જામજોધપુરની આંગડિયા પેઢીને પૈસા મોકલાયા તે બાબતે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા તેના નજીકના જ એક સંબંધીએ આ પૈસા સ્વીકાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે ક્રાઈમ બ્રાંચને ગુનો દાખલ કરવા માટેનુ મહત્ત્વનું પરિબળ સાબિત થયું છે.

શું છે સમગ્ર મામલો?GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના MD કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે કેસમાં સાક્ષીને ધમકાવવા અંગે કેનાલ શાહ સામે સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી. આમ બે બે કેસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પીઆઈનો ચાર્જ ધરાવતાં PSI શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનાલ શાહને પાસા હેઠળ પૂરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં તેઓને 20 લાખ ચૂકવી દેવાયા હતા પરંતુ 15 લાખ બાકી હતાં. આ માટે કેનાલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી હાલમાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.







PSI શ્વેતા જાડેજાની ફાઈલ તસવીર