Translate to...

મહિલાઓ શ્રૃંગારમાં મહેંદી ખાસ લગાવે છે, મહેંદીથી શરીરની ગરમી ઓછી થાય છે

મહિલાઓ શ્રૃંગારમાં મહેંદી ખાસ લગાવે છે, મહેંદીથી શરીરની ગરમી ઓછી થાય છે



શ્રાવણ મહિનામાં મહેંદીનું ખૂબ જ મહત્ત્વ છે. જોકે, ભગવાન શિવની પૂજામાં મહેંદીનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે આ મહિનામાં દેવી પાર્વતીની પૂજા માટે અનેક તીજ-તહેવાર હોય છે. જેમાં મહેંદીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. મહેંદી સોળ શ્રૃંગારમાંથી એક છે. એટલે પતિના લાંબા આયુષ્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવતાં દેવી પાર્વતીના વ્રત મહેંદી લગાવ્યાં વિના કરવામાં આવતાં નથી. ભારતમાં મહેંદી લગાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. દેશમાં લગભગ દર જગ્યાએ મહેંદી લગાવવાનો રિવાજ છે. આ પૂજન સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ શ્રાવણમાં મહેંદીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે.

શરીરની ગરમી ઓછી થાય છેઃ- શ્રાવણ વરસાદનો મહિનો છે, આ મહિનામાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાવાનો ભય રહે છે. આયુર્વેદમાં લીલો રંગ અનેક બીમારીઓને રોકવામાં કારગર માનવામાં આવે છે. મહેંદીની સુગંધ અને ઠંડક સ્ટ્રેસને પણ ઘટાડે છે. જેના કારણે મહેંદી લગાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહેંદીની તાસીર ઠંડી હોવાના કારણે તેનો ઉપયોગ શરીરમાં રહેલી ગરમીને ઘટાડવા માટે કરવામાં આવે છે. હાથ અને પગના તળિયે મહેંદી લગાવવાથી શરીરની ગરમી ઘટે છે. મહેંદીમાં અનેક ઔષધીય ગુણ પણ સામેલ છે. મહેંદીની શીતળતા તણાવ, માથાનો દુખાવો અને તાવથી રાહત અપાવે છે. મહેંદી લગાવવાથી ચામડીના અનેક રોગ દૂર થાય છે.







Women apply henna specially in makeup, henna reduces body heat